Wednesday, June 9, 2010

કપાળમાંથી ઝરણાં...

અરે મિત્રો, તમે કાંઈ જાદૂ-બાદૂ ના સમજતા. આ તો વાત છે ખરા ઊનાળાના બપોરના તાપમાં થતા પરસેવાની..

આજે જરાક સમય મળ્યો તો થયું કે ગાડીને જરાક ફટકો મારી દઊં. સવારે નોકરીની ઊતાવળમાં સમય મળતો નથી તો હુ ૬ વાગ્યે નીકળ્યો.

થયું કે સાંજ પડી ગઈ છે તો ગરમી ઓછી હશે, પણ ઘરની બહાર નીકળતા જ... ઓહો...જાણે સૂરજદાદા મારી જ રાહ જોઈને ઉભા'તા! મંડી પડ્યા મારી પર આગના ગોળા વરસવા...

માં ૫-૭ મિનીટ થઈ હશે.. (એ પણ એક ગધેડાએ થૂંકેલા પાનની પીચકારી સાફ કરવી પડી એટલે...એ આખો અલગ જ ટોપીક છે... એ ફરી કોઈ વાર...)

મારું શરીર ભીનું થઈ ગયું યાર... અને માથા અને કપાળમાંથી પરસેવાની રમઝટ!

એ પતાવીને ઊપર આવીને અરીસામાં જોયું તો કપાળમાં અગણિત ટપકાંઓ! પરસેવાના લીધે તરબોળ થવાં છતાં આ વિચાર આવ્યો અને હું લખવા બેઠો...

આ પેલા 'ફેટ્' વાવાઝોડાની અસરને લીધે એક વરસાદ તો થ'યો... પણ બાફ વધી ગ'યો...

વરસાદ આવે તો સારું...

No comments:

Post a Comment