તમે પિચકારી તો જોઇ જ હશે...હોળીની, સાઈકલની દુકાને ઓઈલની... અને તમે પોતે પણ મારતા હશો ને.. બારી કે અગાસી પરથી... પાન-તમાકુની... નથી ખાતા? તો પાણીની તો અચૂક મારી જ હશે...
એ પિચકારી એવી... કે ગમે ત્યાં છૂટી પડે... ઘરની બારીમાં, વોશ-બેસિનમાં, બાથરૂમમાં, રોડ પર ચાલતાં ચાલતાં, બસ-ટ્રૈનમાં બેઠા બેઠા, સીડીઓમાં...
જવા દો.. અરે આ'નો તો કોઈ અંત જ નથી દોસ્તો...
પછી ભલેને કોઇ જતું હોય એના માથા કે કપડાં પર પડે... આપણને ક્યાં પડી છે બાપુ? આપડે તો ખાવાના ને જ્યાં ને ત્યાં થૂંકવાના...
સરકાર ગમે તેટલી જાહેરાતો કરે... આપણે તો બૉસ એ ખાઈ ખાઈને મરવા પણ તૈયાર, કે'વું છે કાંઈ! (જો કે આમા સરકારી કર્મચારીઓ કે અમલદારો જેઓ સારા હોદ્દા પર છે, તે પણ લાભ તો લે જ છે.પણ, કોઇ ખવડાવે તો!)
બધું ઠીક, પણ આપણે થૂંકતી વખતે એ પણ ના જોઇએ કે પાછળ આવતા કોઇ વાહન પર કે પછી માણસ પર પડશે...
આ આપણે નહી સમજીએ ત્યાં સુધી નહી પતે... બધા લોકોને કોઈ એક જાહેરાત કેવી રીતે રોકી શકે?
કે'વાનો મતલબ એવો છે.. કે જેને ચોરી કરવી જ છે.. તેને ગમે તેમ મથીને પણ પોલિસ રોકી ન શકે... એ ગમે ત્યાંથી ચોરીના નવા નવા રસ્તાઓ શોધી જ કાઢે ને...
આપણે પોતે જ એ બંધ કરી શકીએ તો જ એનો નિકાલ આવશે મિત્રો...
No comments:
Post a Comment