Friday, August 29, 2008

હજુયે યાદ છે...

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

Tuesday, August 19, 2008

મનની ખીંટી...

અમારાં ઘરમાં રિપેરકામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દિવસની આ વાત છે..
કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરૂ કર્યા પછી
અધવચ્ચે એની ઈલેક્ટ્રિક કરવત બગડી ગઈ. દિવસ પૂરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની
ટ્રક ચાલી નહીં. હું એને મારી ગાડીમાં એના ઘેર મૂકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો
નહીં. અમે એના ઘેર પહોંચ્યા ત્યારે એણે કહ્યું : 'ઘરમાં થોડી વાર આવો ને ! મારાં પત્ની અને
બાળકોને તમને મળીને આનંદ થશે.'

ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડ પાસે એ રોકાયો. બન્ને હાથ એણે ઝાડ પર મૂક્યા. બારણામાં
દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું.
એનાં બે બાળકોને વહાલથી ભેટ્યો અને પત્નીને ચૂમી આપી. મને એ કાર સુધી મૂકવા આવ્યો. અમે પેલા
ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતૂહલ હું રોકી શક્યો નહીં. મેં એને પૂછ્યું : 'ઘરમાં દાખલ
થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?'

'અરે, હા. આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈ ને કોઈ તકલીફ તો
આવવાની, પણ એક વાત નક્કી કે ઘરે મારાં પત્ની અને બાળકોને એની સાથે શું લેવાદેવા ? એટલે,
જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ
થાઉં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું. પણ નવાઈની વાત તો એ
છે કે રાતે મૂકેલી તકલીફોમાંથી ઘણીખરી સવારે ત્યાં હોતી નથી.

Saturday, August 9, 2008

વીતેલી પળોની યાદ આવતાં...

વીતેલી પળોની યાદ આવતાં રોવું પડે છે,

જે અમુલ્ય હોય કદાચ તેને જ ખોવું પડે છે.

વાસ્તવ અને કલ્પના ભલે વિરૂધ્ધ હોય,

તો યે સાકાર કરવા સપનું તો જોવું જ પડે છે!

Saturday, August 2, 2008

આસ પાસ આપણને જે પણ કંઈ દેખાય છે...

આસ પાસ આપણને જે પણ કંઈ દેખાય છે,

ખરેખર તે આપણા વિચારો પર નિર્ભર છે!

ત્રણ વસ્તુનો ક્યારેય ભરોસો ના કરવો...

ત્રણ વસ્તુનો ક્યારેય ભરોસો ના કરવો...

આંસુ, સાસુ અને ચોમાસુ!:D

ક્યારે વરસી પડે,કંઈ કહેવાય નહી!