Tuesday, July 1, 2008

વિસરાઇ ગયેલા બાળગીતો

મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળીમોળી
મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
—————————————-
અડકો દડકોદહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર
—————————————-
હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
—————————————-
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી
—————————————-
મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
—————————————-
એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો

3 comments:

  1. વાહ રવિશભાઇ વાહ! આ તો તમે આપણું બાળપણ યાદ અપાવી દીધું. મને જુના દિવસો યાદ આવી ગયા જ્યારે આ ગીતો અને કવિતાઓ આપણે ભણતા હતા. ખૂબ જ સરસ,આવા જ પ્રયાસો કરતા રહેજો.

    ખૂબ ખૂબ આભાર.:)

    ReplyDelete
  2. Good Afort sir,I am a teacher in primafy school.I have many Children song like this.what i can do for publish it on 'NET'.

    ReplyDelete
  3. Hi,

    You can send us email, we will post it with your name.

    If you can do, send an email with your name, place etc.. We will put it here with your name.

    contact us on the email shown.

    Parth.

    ReplyDelete