Tuesday, July 22, 2008

જીવનની જડીબુટ્ટી...

[01] જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે ત્યારે સમજવાનું કે ગાડી નવી છે કાં તો પત્ની નવી છે.

[02] પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.

[03] સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.

[04] જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમે પ્રેમ ના કરતા હો તો બીજું જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.

[05] હું ઑફિસમાં દરરોજ મોડો આવું છું પણ એને સરભર કરવા માટે દરરોજ વહેલો નીકળી જાઉં છું.

[06] જૂની મૂલ્યવાન ચીજો એટલે જેમનો કેટલાય વખતથી સહેજેય વપરાશ નથી એવી ચીજો.

[07] એ માણસ ભલે મૂરખની જેમ બોલતો હોય કે મૂરખની જેમ વર્તતો હોય, તમે એનાથી મૂરખ ન બનતાં, એ ખરેખર મૂરખ જ છે !

[08] ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.

[09] ભૂતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે, પરંતુ મને એ નહોતી ખબર કે ભૂતકાળમાં આપણે જે હસ્યા હતા એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે.

[10] પ્રેમનું પાત્ર શોધો નહિ, બનો

1 comment:

  1. વાહ જીનેશભાઈ વાહ... ખૂબ સરસ...હજુ તો બે દીવસ જ થયા છે તમને અહી આવ્યે અને... તમારા પ્રયત્નો શરૂ થઈ ગયા... ખૂબ આભાર...

    ReplyDelete