Tuesday, July 22, 2008

વ્હાલા મા-બાપના કાળજાના ટુકડા એવા સંતાનોને...

હયાત મા-બાપની છત્રછાયામાં,વ્હાલના બે વેણ બોલીને નીરખી લેજો.

હોઠ અડધા બીડાઈ ગયા પછી,ગંગાજળ મૂકીને શું કરશો?

અંતરના આશીર્વાદ આપનારને,સાચા હ્રદયથી એક ક્ષણ ભેટી લેજો.

હયાતી નહી હોય ત્યારે નત-મસ્તકે,છબીને નમન કરીને શું કરશો?

કાળની થપાટ વાગશે,અલવિદા એ થઈ જાશે,પ્રેમાળ હાથ પછ કદી નહી ફરે,

લાખ કરશો ઊપાય તે વાત્સલ્ય લ્હાવો નહી મળે,દીવાનખંડમાં તસ્વીરનું શું કરશો?

મા-બાપ રૂપી અમૂલ્ય ખજાનો ભાગ્યશાળીને જ મળે, ૬૮ તીર્થ એના ચરણોમાં,બીજા તીર્થ ના ફરશો.

સ્નેહની ભરતી આવીને ચાલી જશે પળમાં,પછી કિનારે છીપલાં વીણીને શું કરશો?

હયાતીમા તેની હૈયું ઠારજો,પાનખરમાં વસંત જેવો વ્યવહાર રાખજો.

પંચભૂતમાં ભળી ગયા પછી,દેહના અસ્થિ ગંગામાં પધરાવી શું કરશો?

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,હેતથી હાથ પકડી તીર્થ તમે ફેરવજો.

"માતૃદેવો ભવ,પિતૃદેવો ભવ" સનાતન સત્ય છે,રામનામ સત્ય બોલીને શું કરશો?

પૈસાથી સઘળુ મળશે,મા-બાપ નહી મળે, સમય ગુમાવી લાખો કમાઈને શું કરશો?

પ્રેમથી હાથ ફેરવીને "બેટા" કહેનાર નહી મળે,પછી ઊછીનો પ્રેમ લઈને આંસુ સારીને શું કરશો?

હયાતી નહી હોય ત્યારે, તેમના નામની પોક મૂકી રડીને પણ શું કરશો?

No comments:

Post a Comment