Friday, December 24, 2010

મજુર નથી

હુ હાથ ને મારા ફેલાવુ, તો તારી ખુદ્દાઈ દુર નથી,

હુ માગુ ને તુ આપી દે, એ વાત મને મજુર નથી,

નાઝીર દેખઇયા

ભુલ નિક્ળી

કાઇ પણ નથી લખાણ છ્તા ભુલ નિક્ળી,

કેવી વિચીત્ર પ્રેમ ની કોરી કીતાબ છે.

Mariz

Saturday, December 11, 2010

સિંગાપોરની મુલાકાત: એક સરવૈયું...અને મનની વાતો...

સિંગાપોરમાં આવે વખત થયો...ઓક્ટોબરથી અહી આવેલો.. અને હવે પાછો જઈશ, ત્યારે બે મહિના પૂરા થશે. લખવાની ઈચ્છા તો ઘણા સમયથી હતી, પણ કામના ભારણને લીધે એ શક્ય ન બન્યું...

અહીની પ્રવાસની વાતો તો બહુ મળશે તમને, અને અહી વિષે જાણવું પણ સરળ છે. આજે Internet નાં માધ્યમને લીધે તમે પ્રવાસ શરુ કરતા પહેલા જ બધું જાણી શકો છો...અહી આપણે એની વાત નથી કરવાના... :)

અહી આવીને શરૂમાં તો બધું ખૂબ અજાણ્યું લાગ્યું. નવા લોકો, નવો દેશ, નવી રીતો... અને નવું નવું જોવાનું અને જાણવાનું. અરે, પહેલા અઠવાડિયે તો સૌથી મોટો ત્રાસ જમવાનો નડ્યો..કારણકે અહી સાત્વિક શાકાહારી હોટેલ શોધવી પડે એમ હતું... પણ ધીરે ધીરે બધું થાળે પડી ગયું. વાતાવરણ તો ગરમી અને હૂંફાળું, એટલે એમાં આપણને લોકોને તકલીફ ઓછી પડે.આ દેશ હશે મુંબઈથી પણ નાનો કદાચ, પણ બધું ખૂબ જ વ્યવસ્થિત.

પણ પેલું કે છે એમ,"નવી વહુ નવ દા'ડા". બધું દૂરથી જોઇને સારું સારું લાગે, ફરવાની પણ મજા આવે, પણ વધારે સમય ઘરથી દૂર રહેવાનું આવે ત્યારે જ ખબર પડે.એક તો અહીના લોકોની રીતભાત જ અલગ! અહી કોઈ બસ કે ટ્રેઈનમાં પણ બાજુમાં બેઠેલા જોડે વાત ના કરે કે ન તો કોઈ પ્રતિભાવ આપે! અરે ઉપરથી બધા પોત-પોતાના iPod/iPhoe/iPad/Games એમાં જ વ્યસ્ત રહે. અરે ટ્રેઈન માં જઈએ તો લાગે કે આપણે એકલા જ મુસાફરી કરીએ છીએ!કોઈ અવાજ નહિ, ભલે ચિક્કાર ભરેલી ટ્રેઈનમાં પગ મૂકવાની એ જગ્યા ન હોય...!અને સાલું આપણા  જેવા લોકો, કે જે માણસોથી જ ટેવાયેલા હોય, વાતો કરવાની આદત હોય, મિત્રો વગર સવાર જ ન પડતી હોય, એની તો જે હાલત થાય? એ તો જયારે થાય ત્યારે જ ખ્યાલ આવે ને :).

જેમ જેમ કામમાં વ્યસ્તતા થતી ગઈ, એમ સમય પણ નીકળતો ગયો. અને આજે હવે પાછા  જવાનો વખત આવ્યો ત્યારે નક્કી કર્યું કે આ બે મહિનાનું સરવૈયું શું કાઢવું? એ જ, કે "ધરતીનો છેડો એટલે ઘર". આમાં હું કાઈ નવી વાર્તા માંડતો નથી યાર, આપણે બધા આ વાત જાણીએ અને સમજીએ છીએ..છતાં અવગણતા તો નથી ને, એ આપણે જોવાનું છે. ગમે તેમ કાંદા કાઢો, તો એ છેલ્લે તો ઘરે જ જવાનું છે એ વાત યાદ આવતા એક અનેરી "હાશ!" અનુભવાય છે...

અહી આવીને મેં બીજા દેશોમાં જઈને ત્યાં પ્રમાણે પોતાની રીતભાતો (એટલે નહિ કે કપડા, પણ સંસ્કાર, નીતિ-નિયમો અને ખાધાખોરાકી વગેરે) બદલીને Foreigner થઇ ગયેલા દેશીઓ જોયા છે... અને અહીના લોકો કરતા પણ વધુ અહીના હોય એવો દેખાડો કરતા હોય છે.અને પોતાના દેશનું નામ આવતા જાત જાતના બહાના કાઢે, કે "અહી તો બધું સરસ છે.. public transport સારું છે.. બધે AC છે... બહુ જ safe છે...લીલોતરી કેટલી છે?.." અને કૈક કેટલાયે બાના...મે યાદ ય નથી બોલો શું કહું હવે :)

પણ એને કહીએ ભાઈ, મુદ્દાની વાત કર કે તું અહી ડોલર ભેગા કરવામાં મજૂરી કરે છે...અને તને ત્યાં દેશમાં કદાચ જવાબદારી નહિ લેવી હોય ઘરની?કે કાંતો તને ત્યાની હરીફાઈમાં મજા નથી આવતી? તને દેશની ઠંડી, ગરમી અને ચોમાસું યાદ નથી આવતા...તને નવરાત્રી, દિવાળી, હોળી, ઉતરાણ, રમજાન, ઈદ... અરે ગણ્યા ગણાય નહિ એટલા તહેવારો છે, જે છાશવારે આપણને નવી ઉમંગ અને નવું જોમ આપે છે.. એ નથી ગમતું...કે તને તારા મહોલ્લા/સોસાયટીના ગલ્લે ગપ્પા મારવા નથી ગમતા? કે ત્યાની બજારમાં મળતી ચટપટી વાનગીઓ નથી ભાવતી? તારા મિત્રો નો સાથ કરતા તને એકલવાયું જીવન સારું લાગે છે? કે તને તારી માં-બાપે લાવેલી બાયડી નથી ગમતી?કે પછી ખુદ એ માં-બાપ જ બોજો લાગે છે જેના લીધે તું આજે આ જગ્યાએ છે? ઘણું બધું હોઈ શકે છે મિત્રો...અને એવું મને તો કઈ નથી લાગ્યું, કે જેના લીધે આટલું બધું છોડીને એકદમ સરળતાથી કોઈ ઘરથી દૂર આવી જાય!

હોય, કોઈ કોઈને પૈસાની સમસ્યા મારે આવવું પણ પડે. પણ થોડાક વર્ષોમાં  (મારો મતલબ ૨ થી 5 વર્ષ જ) ત્યાં જતા કેમ નથી રહેતા તો? પણ અહી આવીને ધીરે ધીરે માયા વધતી જાય...અને ખુદ ભગવાને કહ્યું છે એમ, માયા કોઈને મૂકતી નથી.. અહી વસાવેલું બધું મૂકીને તો કેવી રીતે ઉડે પાછા? એટલે બસ, પછી NRI થઇ જવાનું.. અને ખરેખર તો ધોબીના.......... નહિ કહું તો એ સમજી જ ગયા હશો :) અને પછી વર્ષે દા'ડે દેશમાં આવીને નાટકો કરવાના... કે મને તો આ ના ચાલે,, તીખું નાં ચાલે... પાણી સાદું તો નાં જ પીવાય...અરે એ તો બધા જાણે જ છે કે કેવા કેવા નાટકો થતા હોય છે :)

છેલ્લે એક જ વાત કહીશ...કે ઘરે ન રહી શકો તો કઈ નહિ, પણ જ્યાં જશો ત્યાં જ ઘર બનાવી દેશો, તો પછી પોતાના ઘરે ક્યારે જશો? અહી ઘરનો મતલબ તમે સમજી જ ગયા હશો... ઘરનો મતલબ એટલે ખાલી પોતાના ઘરના જ નહિ, પણ સગા-સંબંધી, મિત્રો, પાડોશી અને એવી કેટલીયે વાતો જે તમને ખરેખર ઘર શું છે અને ક્યાં છે તે યાદ અપાવ્યા કરશે...મળશે તમને અહી તમારા બાળપણના મિત્રોની કે ગામડાની માટીની સુગંધની યાદો? અરે તમે દેશમાં રહીને પણ વતનના ગામડે ઓછા જતા હોવ, તો વિદેશી થઈને તો... જરૂર છે મારે કઈ કહેવાની?

જિંદગી એક જ છે... નક્કી આપણે કરવાનું છે... કે શું જોઈએ છે....

Tuesday, November 30, 2010

સનેડો સનેડો...

મિત્રો... નવરાત્રી તો સિંગાપોરમાં ગઈ...એટલે ગરબાની રમઝટ હું માની શક્યો નથી... પણ આ એક સનેડો અહી રજૂ કરું છુ. એમાં તમારા વિચારો અને પંક્તિઓ પણ આવશે એવી હું આશા રાખું છુ... :)
 
એ.... સિંગાપોરમાં વરસાદ અને ગરમી પડે.... ઠંડીનું નહિ નામોનિશાન.....
લોકો બધા iPhone/iPod વાપરે....વ્યક્તિમાં નહિ કોઈ ભાન/ધ્યાન...
કોઈ કોઈની પરવા નો કરે.... બધા પોતાનું તરભાણું ભારે લાલ સનેડો...
સનેડો સનેડો... સનેડો સનેડો.. સનેડો સનેડો સનેડો લાલ સનેડો...
ગુજરાતની વાર્તા માંડે લાલ સનેડો...ગુર્જર ધરાને યાદ કરાવે લાલ સનેડો...
એ.. internet જ છે સઘળું અહી...બાકી કઈ રાખ્યું નથી...
અહી બધું નકલી નકલી લાગે...એ મારો..ભારત દેશ મહાન લાલ સનેડો....
સનેડો સનેડો... સનેડો સનેડો.. સનેડો સનેડો સનેડો લાલ સનેડો...
ગુજરાતની વાર્તા માંડે લાલ સનેડો...ગુર્જર ધરાને યાદ કરાવે લાલ સનેડો...

Thursday, August 19, 2010

દેશભક્તિ: સ્મશાન વૈરાગ કે સાચી લાગણી?


મિત્રો, હમણાં જ ૧૫ ઓગસ્ટ ગઈ. હિન્દુસ્તાનનો જન્મદિવસ તો ના કે’વાય... પણ હા... નવું જીવતદાન જરૂર મળ્યું હતું એ દિવસે... કઈ કેટલાયે લોકોએ પોતાની આખી જીન્દગી (અને કેટલાકે જીન્દગી, કારણ કે આખી જીન્દગી સુધી તો એ જીવ્યા પણ નથી!).. એની પાછળ ખર્ચી હતી ત્યારે આપણને આજે એ મહામૂલી આઝાદી માણવા મળે છે...


પણ અહી હું આઝાદીની કથા કહેવા માટે નથી બેઠો. એ આપણને બધાને ખબર છે. એ દિવસે બધાને યાદ આવે છે કે "ઓહો... અરે... આજે તો આપનો સ્વતંત્રતા દિવસ છે...આપણે તો ભૂલી જ ગયા હતા સાલું...સારું થયું યાદ આવ્યું". અને ઘણા એવું જ વિચારે કે, "હાશ! ઓફીસ તો નહિ જવું પડે એ દિવસે..ખોટો ધક્કો બચી ગયો...એક રજા મળી ગઈ..." એમાં કોઈ બાકાત નથી.

આપના જેવા સામાન્ય લોકો તો ચાલો ઠીક છે કે એવું વિચારે, કેમ કે એની જોડે કરવા માટે ઘણા કામો હોય. નોકરી-ધંધામાં ઓતપ્રોત રહેતો હોય તો એવું બની શકે. આજના જમાના મુજબ એ બહાનું વાજબી ગણો તો વાંધો નથી. પહેલાં જેવું થોડું છે, જ્યારે લોકોને ખરેખર એ દિવસ યાદ હોય અને દિલથી...માત્ર રજા ખાતર નહિ! પણ આપણા નેતાઓ, એમને શું થાય છે?

કેટલીયે તૈયારીઓ કરશે, કઈક ભાષણો તૈયાર કરશે... જનમેદની ભેગી કરીને લોકોની વાહ-વાહ મેળવવા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓ ને નામે મોટી મોટી વાતો કરશે...અને આપણે લોકો તો છીએ જ બાપુ ઉલ્લુ, ઉલટાની તાળીઓ મારવાની ચાલુ! બધાને જાણે શૂરાતન ચડી જાય, જે સ્મશાન વૈરાગથી કમ નથી.

હા, એ જ.. સ્મશાન વૈરાગ. કોઈના મરણ પ્રસંગે સ્મશાનમાં જનારા લોકો એ સમય પૂરતા દુનિયાથી વિમુખ થઇ જાય અને એવું વિચારે કે "જીન્દગીમાં કઈ છે જ નહી, છેલ્લે તો અહી જ આવવાનું છે." અને ત્યાંથી બહાર નીકળીને? ફરી એ જ રોજબરોજ શરૂ. આઝાદીનો પવન પણ એવો જ છે, એ આગળ પાછળના બે ચાર દિવસ હોય, પછી પાછુ ભૂલી જવાનું.

આઝાદીનો મતલબ એ છે કે જે તક આપણને આટલાં મોટા બલિદાનો આપી અને સંકટો સામે ઝઝૂમી અપાવી છે એ લોકોનું માન-મલાજો જળવાય એવાં કામ કરવા, નહિ કે એનાં નામની બૂમ-બરાડા પાડી રેલી-સરઘસો કાઢવા. કદી ભગતસિંહ, ચંદ્રશેખર, સુભાષચંદ્ર અને કઈ કેટલાયે એવાં લોકો જે ખ્યાતી નથી પામ્યા...જો આપણી જેમ વિચારતા હોત તો? તો હજુ અંગ્રેજોની નીચે જ હોત આપણે. અને જો તેઓ આ દશા જુએ તો સામે ચાલીને અંગ્રેજોને વિનંતી કરીને પાછા બોલાવે એની ખાતરી હું આપું છું!

હાસ્તો, એનાથી મોટી ભૂલ એમને કઈ કરી છે તે એમને સમજાય તો એવું જ કરે ને?એમનાં બલીદાનની તો કોઈ કીમત જ નથી રાખી આજે. દેશ પ્રત્યે જો સાચો પ્રેમ હોય તો તે કર્મથી બતાવવો જોઈએ, નહિ કે વાણી-વિલાસથી. ખાલી ધ્વજ-વંદન કરવાથી કાઈ થશે નહી.દરેકે પોતાની જવાબદારી સમજીને ચાલવું પડશે.નાની-મોટી વાતોમાં જો એવું થાય તો જ દેશને ફાયદો થાય.


શું ગાંધીજીએ હડતાળ એટલે શીખવાડી હતી કે ગમે ત્યારે, ગમે ત્યાં લોકો કોઈ પણ કારણસર અસ્ત-વ્યસ્તતા ફેલાવે? ના, એ હથિયાર સત્યનો માર્ગ છે, કામચોરીનું બહાનું બનાવવા માટે નથી. ગાંધીનગરમાં કોઈ પણ સમયે કોઈ ને કોઈ હડતાળ ચાલુ જ હોય છે, એનું શું કારણ છે? કર્મચારીઓ અને ધારાસભ્યોની વેતન માટે હડતાળ,શા માટે? વેતન વધારો માંગતા પહેલાં તમે વિચાર્યું કે આપણે એટલું કામ કરીએ છીએ જેટલું માંગીએ છીએ? સરકાર કાઈ પોતાનાં ખિસ્સામાંથી નથી આપતી, એ સામાન્ય પ્રજાના ખિસ્સામાંથી આવે છે. જે લોકો મહેનત કરીને કમાય છે અને કર ભારે છે એમાંથી આવે છે. જો સરકાર એમાં વધુ ખર્ચો કરે તો વિકાસ કઈ રીતે થાય? આ એક ઉદાહરણ છે, આવું તો કઈ કેટલુંયે ચાલે છે.

પોતાનાં હકો માંગવા માટે આટલાં તૈયાર લોકો કદી પોતાની ફરજો પૂરી કરી કે નહિ એ વિચારે છે?ના, બસ મારો હક છે...એક જ વાત.

બીજું એ, કે નેતાઓ,ધારાસભ્યો, સાંસદોને દોષ આપવાથી કઈ નહિ વળે. એ પણ આપણામાંથી જ છે ને? જ્યાં સુધી દરેક જન પોતાની જવાબદારી નહી સ્વીકારે ત્યાં લગી આમ જ ચાલતું રહેશે. કટાક્ષમાં લોકો કહે છે કે "ભારત રામભરોસે ચાલે છે" પણ હવે તો રામ ને કૃષ્ણ બધા થાકે એટલો ત્રાસ મચ્યો છે. તેઓ પણ નાસી જશે કંટાળીને, પછી કોણ ચલાવશે? लोक-परलोक ફિલ્મમાં देवेन वर्मा કહે છે તેમ,"संसद वो अखाड़ा है, जहां भारतवर्ष के विभ्भिन क्षेत्रो के लोगो द्वारा चुने गए ५०० जन-प्रतिनिधि देशके सारे लोगोंका भविष्य तय करते हैं!". મતલબ સાફ છે, આપણે જ એવા લોકોને પસંદ કરીએ છીએ જેઓ ગંદકી ફેલાવી રહ્યાં છે.

હમણાં ૧૫ ઓગસ્ટના આગલા દિવસે રાજકોટના ક્રિકેટ મેદાન પર ટ્રકોની ટ્રકો કપચી ઠાલવી દેવાઈ,કારણ? કદાચ મુખ્યમંત્રી જવાના હતા...આવા સમાચાર અખબારમાં વાંચ્યા. આને શું કહેવાનું? એમ થોડું કોઈ પણ સરકાર કે સરકારી અમલદાર જાહેર સંપત્તિનો દુરુપયોગ કરી શકે? જાહે ભલે ના હોય, તો પણ સાવ આ હદે ઉપયોગ? અને એનો ખર્ચ ક્યાંથી આવે છે?મારા-તમારા જેવાના ખિસ્સામાંથી જ ને?

આવું જ થયું અમદાવાદના રસ્તાઓનું. કેટલીયે જગ્યાઓએ ખાડા પડી ગયાં... BRTS ની બસોનું પોટલું પણ ખૂલ્યું છે. એમાં પણ ભલીવાર નથી એવા અહેવાલો આપણે વાંચ્યા. આને શું કહેવાનું? કોણ મંજૂરી આપે છે આવા લોકોને? કોણ આવા રસ્તા બનાવવા માટે રાજી થાય છે? એનો જવાબ કોણ આપે? RTI લાગુ પાડવાથી કાઈ થાય નહિ, જ્યાં સુધી એવા લોકોને સજા ના થાય જે પ્રજાના પૈસાનો ધૂમાડો કરે છે.

દેશભક્તિ એ તહેવાર નથી.. એ લાગણી છે... એક ખુમારી છે... એક એવું તીજોરમાં મૂકેલું ઘરેણું જેની કીમત ખૂદ આપણી જ નીતિઓ અને કર્મો રૂપી કાટથી સતત ઘટતી રહે છે...આવું ઘરેણું રોજ પહેરો તો જ એનો મતલબ છે... ખાલી sms કે email કરવાથી કાઈ ન થાય. કોઈ કહે છે કે અમેરિકાને વિકાસ પામતા ૨૦૦ વર્ષ થયા અને આપણે ૬૦ વર્ષ જ! પણ હું કહું છું છે આપણામાં કાઈ વિકાસ? ઘરડાઓ તો એમ કહે છે કે આના કરતા અંગ્રેજો સારા હતા, સોટી મારીને વાત પતી તો જતી હતી! સાવ આવી રીતે તો લોકોને રંજાડાતા નહોતા.

આ વાતોનો કોઈ અંત જ નથી મિત્રો, એટલે અહીં જ અટકું છું. ફરી કંઈક યાદ આવશે તો આમાં ઉમેર કરીશ જ...પણ તમારી મદદ જોઈશે... આગળ વધવા માટે મદદ તો જોઈએ જ ને, એકલાથી કાઈ ન થાય...
સાથે સાથે, આઝાદીના દિન નિમિતે બનાવેલી તસ્વીર અહી રજૂ કરી છે...

Wednesday, August 18, 2010

ધર્મેન્દ્રની બે માર્મિક ફિલ્મો: क्रोधी અને दोस्त...

આજે ધર્મેન્દ્રની ફિલ્મ ક્રોધી જોઈ.આ ફિલ્મની વાર્તા ખૂબ મજબૂત છે અને ધર્મેન્દ્રનો અભિનય તો ધારદાર...એમાં એક એવા ગુસ્સા વાળા માણસની વાત છે જે ક્રોધ આવતા જ પોતાનું ભાન ભૂલીને કઈ પણ કરી બેસે છે. કેવી રીતે ક્રોધ એણે અવળા રસ્તે લઇ જઈ એક મોટો ગુનેગાર બનાવી દે છે જેનાથી આખા શહેરના લોકો ડરે છે..અને છેવટે નસીબ એણે ફરી સારા રસ્તે લઇ જાય છે... ત્યારે એ પોતાની હિમ્મત અને સચ્ચાઈથી લોકોનું ભલું કરે છે...અને અંતે એનું પોત એની જિંદગીથી પણ સારું બને છે...લોકો એણે પ્રેમ કરતા થઇ જાય છે, એનાં માટે જીવ દેવા તૈયાર થઇ જાય છે...

ડોન અને સ્મગલરના રોલમાં ધર્મેન્દ્ર અમિતાભ કરતા પણ ચડી જાય છે આ ફિલ્મમાં. એનો ઘેરો અને પહાડી અવાજ જાણે એમાં મદદરૂપ છે...અને એની અભિનય ક્ષમતા છાતી થાય છે... ખરેખર, આ ફિલ્મ જોઈએ તમે કદાચ અમિતાભની ડોન પણ ભૂલી જશો... અને પછી જયારે એનું હૃદય પરિવર્તન થાય અને એ સાધુ બને છે ત્યારે તો જે વ્યક્તિત્વ અને ચહેરાના ભાવો જોવા મળે છે તે ખરેખર આપણે ચકિત કરી દે તેવા છે...



દોસ્ત ફિલ્મ પણ ખૂબ સરસ છે.. એમાં એક એવા અનાથ માણસની વાત છે જે એક પાદરી જોડે ઉછરે છે અને ખૂબ સંસ્કારી બને છે...એણે લોકોનું ભલું કરવા સિવાય કઈ દેખાતું જ નથી...પછી એનો ભેટો એક ચોર (શત્રુઘ્ન સિંહા) જોડે થાય છે... તે એવું વિચારે છે કે ચોરને હું પોલીસમાં પકડાવવાને બદલે સુધારી દઉં...અને ચોર એવું વિચારે છે કે આ માણસને હું મારા ધંધામાં મેળવી દઉં તો મારો ફાયદો છે! અને છેવટે તેની જીત થાય છે ... ચોર સુધરીને જીદંગીને સમજતો એક સારો માણસ બની જાય છે...

એમાં પણ ધર્મેન્દ્ર એક સરળ માણસના વેશમાં અનોખી આભા ઉભી કરે છે...અને ધારદાર અભિનયથી આપણને મુગ્ધ કરી દે છે...શત્રુઘ્ન એની સામે એવો જ વિપરીત, ચોરનો અભિનય કરે છે... બંને સારા મીઉત્રો બની જાય છે અને અંતે ચોર સુધરી જાય છે... કેવો સરસ મજાનો સંદેશ આપે છે અહી... 

આ બંને ફિલ્મો ખૂબ સરસ કથાનક અને પાત્રો ધરાવે છે.. અને દર્શકોને ખરા અર્થમાં સારી ફિલ્મની મજા આપે છે..આજે ક્યા બને છે આવી ફિલ્મો, જેમાં અશ્લીલતા રહિત અને કુટુંબ સાથે જોઈ શકાય એવી સારી વાત હોય! આના સિવાય પણ ઘણી જૂની ફિલ્મો ખૂબ સારી હોય છે... યાદ આવશે તેમ અહી રજૂ કરતો રહીશ...

Monday, August 2, 2010

સમસ્યાનો સર્જક ખુદ માનવી...

દુખ..ખામી...સમસ્યા.., એ શબ્દ જેને સાંભળીને ભલભલા હલી જાય...મનમાં સો વિચારો આવી જાય... આ દુનિયામાં દરેકને કંઈક ને કંઈક સમસ્યા તો હોય જ, ભલે એ પરની હોય કે માનવી. અને એ જ જીવનની સચ્ચાઈ છે.જો જગતમાં બધું યોગ્ય જ હોય, બધું જેમ આપણે ઈચ્છીએ તેમ હોય તો પછી આ દુનિયા જાણે યંત્રયુગમાં થઇ ગઈ કે’વાય! અરે, ખરેખર તો યંત્રોમાં પણ ખામીઓ હોય છે, એટલે આપણે એને યંત્રયુગ કહેવું પણ અયોગ્ય ગણાશે. તો એણે શું કહેવું? કારણકે આજ દિન સુધી દુનિયામાં સુયોગ્ય તો કોઈ વસ્તુ છે જ નહિ!

જુદાજુદા લોકો માટે સમસ્યાનો મતલબ અલગ હોય. ઘણી વાર એકની સમસ્યા બીજાને દેખાય પણ નહિ... અને ઘણી વાર નાની વાત પર ભારે સમસ્યા જેવડી લાગે...

સોળ આને સાચી વાત કહું તો, સમસ્યાઓ આપણે જાતે જ ઉભી કરીએ છીએ! હા, ભલે તમે આ સત્ય સ્વીકારશો નહિ અને કદાચ એણે ગાંડપણ કે જુઠું કહેશો. એ આપણે જ છીએ જે વાતનું વતેસર કરી નાખીએ છીએ..

ખાલી એક વાત... એ પરિસ્થિતિ .. એ સંજોગો...એ વાતાવરણ અને આસપાસનો વિચાર કરો..જયારે તમે કોઈ સમસ્યા કે દુખનો સામનો કર્યો હોય. અને પછી જરા તમારા દિમાગ પર થોડી યાદો ફંફોળવાની મહેનત કરો...કે એ કયા કારણથી સર્જાઈ હતી?કે પછી... તમે જ એનું કારણ તો નહોતા?એવી તો કઈ વાત થઇ હતી કે આખી વાત બગડી ગઈ હતી... 

માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ પાત્ર પણ કોઈ દિવસ તો છલકાઈ જ જાય ને...એમાં માણસનો સ્વભાવ જ કામ કરે છે...અને આપણને એનો જવાબ મળી જ જશે કે આપણે આપણા સ્વભાવ, અનુભવ અને સમજદારીથી ઘણી સમસ્યાઓને ટાળી શકીએ છીએ..વાતનું વતેસર અટકાવી શકીએ...

પહેલી વાત...જે યાદ રાખવી... કે માનવી એ કુદરતનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી ખરાબ નિર્માણ છે...એટલે માણસ બનીને કઈ નહિ થાય... સારા માનવી બનવાનું ધ્યેય હોવું ઘટે... તો જ કુદરતે આપેલા જન્મનો કઈ તો બદલો આપ્યો ગણાય!

બીજું એ...કે ભલે જીવનમાં આપણે કંઈક કરતા હોઈએ એવું લાગે..પણ એની દોર આપણા હાથમાં નથી...સંજોગો આપણા હાથમાં નથી, પણ એ ટાણે શું કરવું એ તો આપણી ઉપર છે ને? એટલે નકામી નાની બાબતો પર ચિંતા કર્યાં કરતા શાંત મનથી જીવવું જોઈએ. દરેક પળે કંઈકને કંઈક ચિંતા કરી અને વિચારી વિચારીને મગજની કડી કરી નાખવાથી પણ કાઈ ફરક પડવાનો નથી..

જે ચિંતા કર્યાં વગર... કોઈ જાતના ભયથી વ્યતીત નથી થતો...અને દરેક ઘડીને મનથી અને શાંતિથી માણે છે એ આ જગતમાં સૌથી સુખી વ્યક્તિ છે...કોઈ પણ દુખ કે સમસ્યા.. આવવા દો.. થઇ પડશે ભઈલા! એનો સામનો કરવાનો જુસ્સો રાખવો જોઈએ..પણ એનાં વિચારોથી મન વ્યથિત કરવાનો શું અર્થ? આપણે કહીએ છીએ ને..કે ઘોડા વેચીને ઉંઘી શકે ને... એ જ જીન્દગી!

જેવા છો તેવા જ રહી..સાચા અને આનંદિત રહો...અને પછી આપણને ખ્યાલ આવશે કે જે તમને સમસ્યા લાગતી હતી તે ખરેખર એટલી મોટી બાબત હતી જ નહિ! પણ એની માટે મન, તન અને દિમાગ.. ત્રણેય શાંત અને સક્ષમ રાખવું પડે.

હું પણ.. જો એવું કરી શકું તો સારું થાય...પણ મિત્રો, આ જ રીતે...કદાચ... આપણે જિંદગીની રીત બદલી શકીએ...અને તો પછી... શા માટે આ દુનિયા નહિ...? કોણ જાણે... થઇ પણ જાય...

Friday, July 30, 2010

સોરાબુદ્દીન કોણ હતો...?

આજના સુવાક્યો ...

જે બીજાની ભલાઈ કરે છે તે પોતાની ભલાઈ સ્વયં કરી લે છે,
કારણ કે ભલાઈ કાર્યમાં હોય છે, પરિણામમાં નહી.

જ્યાં ધન(પૈસો) જ પરમેશ્વર છે ત્યાં સાચા પરમેશ્વરને કોઈ પૂજતું નથી

મનમાં વિચારોને બદલે ત્રાજવાં ...

કેટલાકના મનમાં વિચારોને બદલે ત્રાજવાં જ રમતાં હોય છે.
કોઈપણ વાતને બસ, ત્રાજવે તોળવા જ બેસી જાય.
પછી આંગળીઓના વેઢ ગણવા લાગી જાય.

'આમાં લાભ કેટલો થાય ? શું મળે ?
મોટા ભાગના માણસોની ભીતરમાં એક વેપારી પેસી ગયો છે.
ને અંદર બેઠેલો આ વેપારી એક જ કામ કરે છે

'શું મળે ? એનો જવાબ મેળવવાનું !
લાભનાં ત્રાજવાં લઈને જે બેઠો હોય છે...
પછી 'આમાં તો ઓછા મળે' 'આમાં તો કંઈ જ ન મળે' એવી બૂમરાણો લગાવવા બેસી જાય છે ! નફો

હેતને ન હોય કોઈ હેતુ ...

હેતને ન હોય કોઈ હેતુ

સંબંધના બાંધવાના હોય સદા સેતુ

મનની મહોલાત બધી છલકાવી દઈએ

થાય પછી લાગણીની લહાણ

મબલખ આ માનવીના મેળામાં

કોઈ રહે, કોઈથી ન છેટું – સુન્દરમ

હાસ્ય: રાબડીદેવી યમલોકમાં ...

રાબડીદેવી ગુજરી ગયા અને યમલોકમાં ગયા. યમલોક્માં એક દિવાલ પર અસંખ્ય ઘડિયાળો ટીંગાયેલી જોઈને રાબડીદેવીએ યમરાજને પુછ્યુ કે આ ઘડિયાળો શેના છે?
યમરાજે કહ્યું આ ઘડિયાળો ખોટુ બોલ માપનાર યંત્ર છે. આ ઘડિયાળ ગાંધીજીની છે. તેનો કાટોં જરાય આગળ વધ્યો નથી.... આ ઘડિયાળ જવાહરલાલની છે જેનો કાટો ચાર પાંચ વાર જ ચાલ્યો છે. આ સાંભળી રાબડીદેવીએ પુછયું કે મારા લાલુપ્રસાદનું ઘડિયાળ ક્યાં છે?


યમરાજે જવાબ આપ્યો કે તેને તો અમારા ખંડમાં પંખા તરીકે વાપરીએ છીએ.:)

ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ...

માણસ ગમે તેટલો સમર્થ હોય,પણ ઉકળતા પાણીમાં એ કદી પોતાનું પ્રતિબિંબ નિહાળી શકતો નથી.
ક્રોધ પણ ઊકળતા પાણી જેવો છે. માણસ ક્રોધે ભરાય ત્યારે પોતાનું હિત શેમાં છે તે જોઇ શકતો નથી.

મતલબ વિનાની લાગણી ...

મતલબ વિનાની લાગણી મળતી નથી અહી,
દિલ માં એ લોકોના દિમાગ છે અહી તો...
આભાર, કૃણાલ સોની

Sunday, July 25, 2010

પાપ-પુણ્ય – ભક્તિ એ ખાંડાની ધાર...

ડાયરાનાં મોઢે સાંભળેલી આ વાત, સૌરાષ્ટ્રની સત્ય ઘટના છે મારા દોસ્તો...

કે એક માણસ હતો, ખૂબ તાકાતવાળો મર્દ મૂછાળો..તલવારની ધારનો ઉપયોગ કરતા પાછો નો પડે કદી. ચોરી લૂંટફાટ કે પોતાની આન-આબરૂ કે પછી મોભા માટે થઈને કોઈ કારણસર તેનાથી નવાણું ખૂન થઇ ગયા. ત્યાં સુધી તેને ભાન નો’તું કે શું બની ર’યું છે..

અચાનક તેને થયું કે આટઆટલાં પાપ શા માટે કર્યાં? એવું તે શું કારણ કે મારે આટલી બધી હત્યાઓ કરવી પડી? તેને પોતાની જાત પ્રત્યે ધૃણા પેદા થઇ ગઈ અને તે સત્યની ખોજમાં, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે નીકળી પડ્યો. 

તેની તલવાર હવે મ્યાન થઇ ચુકી હતી. તેના મોઢા પર કોઈ ભાવ નો’તા. તેને ભૂખ-તરસનું ભાન નો’તું.મનમાં હતું તો બસ એક જ ધ્યાન, કે બસ હવે બહુ થયું. બસ તેના પગ હાલી રહ્યાં હતા, એ આશાએ કે કોઈ મળશે એને જે સત્યનો માર્ગ બતાવશે અને તેને જીવનના મૂળ હેતુથી પરિચિત કરાવશે.

હાલતો હાલતો એક દરગાહ આગળ પહોંચ્યો. ત્યાં એક ફકીર બેઠો હતો અને ખુદાની બંદગી કરી રહ્યો હતો. ફકીરના મોઢા પર બસ એક જ ભાવ હતો, દયાનો...! એનું સઘળું યે ધ્યાન બસ અલ્લાહ-ખુદા-ઉપરવાળાની સામે જ હતું. એની ભક્તિમાં એ લીન હતો. એના મેલાં કપડાં, વધેલી અને ગંદી દાઢી અને ચીંથરા જેવા વાળ.. પણ એને ક્યાં કોઈની પડી હતી! એ તો બસ પોતાના ભગવાનમાં મગ્ન હતો.

ફકીરે એને જોયો, અને એના ભાવહીન ચેહરાને જોઈને એની માનસિક સ્થિતિનો તાગ એને આવી ગયો. 

ફકીરને એણે પૂછ્યું કે,”મારાથી નવાણું ખૂન થઇ ગયાં છે અને હું એને ધોવા ચાહું છું. એનું પ્રાયશ્ચિત કરીને કબૂલ કરવા માંગુ છું.” 

ફકીરે એને કહ્યું,”અહી રોકાઈ જા, સેવા-બંદગી કર. સાફસૂફી કરજે અને નજીકમાંથી જરૂર પૂરતી ભિક્ષા માંગી લાવજે. એમાંથી આપણે બંને નિર્વાહ કરી લેશું.તારા પાપ ધોવાની જવાબદારી મારી.ઉપરવાળો બધાની સાંભળે છે. એ તો સૌથી મોટો યે છે અને સૌથી નાનો યે. એ તો બસ તમારી પરીક્ષા લીધે રાખે. હું કહું એમ કરતો જા, એક દી બધું હારું થઇ જાશે!”

રોજ સવારે એ માણસ ઉઠે અને સૌથી પહેલા ફકીરને એક જ સવાલ પૂછે રાખે, “મારા નવાણું પાપ ધોવાઈ ગયાં?” રોજ ફકીર એને જવાબ દે,” બેટા હજુ વાર છે,બધું સારું થઇ જાશે”. આ જ ક્રમ નિત્ય ચાલતો રહે. ના તે થાકે અને ના એના એ જ પ્રશ્નનો જવાબ આપતા ફકીર! આવું તો વર્ષો સુધી ચાલ્યું.

એક દિવસ ફકીરને એને એ જ સવાલ પૂછ્યો, ત્યારે ફકીરે એને કહ્યું,
“બેટા, હવે તું તારે ગામ જા. તે મારી બહુ સેવા કરી છે. પણ એક કામ કરજે. તારે ગામ જઈને આ વડની ડાળી એવી જગ્યાએ વાવજે જ્યાં લોકોની અવરજવર બહુ જ ઓછી હોય.”

એણે પૂછ્યું,”મારા બાપલીયા, એવી તો કઈ જગા હોય? ગામમાં તો એવી જગા ગોતવી અઘરી છે.”

ફકીરે કહ્યું,”કોઈ જગા ના મળે તો એણે સ્મશાનમાં વાવી દેજે.”

એણે કહ્યું,”સ્મશાન? એ તો અપવિત્ર ના કહેવાય? એવી જગાએ આ વૃક્ષ વાવીને શું ફાયદો?”

ફકીરે કહ્યું,”બેટા, એ તો સૌથી પવિત્ર જગા છે. સ્મશાનમાં અવરજવર પણ ઓછી હોય. અને ત્યાં કદી માણસને ખરાબ વિચારો ના આવે.ત્યાં એનું મન હમેશાં પવિત્ર જ હોય.ત્યાં જ નાના મોટાનો ભેદ નથી અને ત્યાં જ એનું અંતિમધામ. ત્યાં જઈને જ માણસ સત્યને પામે છે અને ખુદાને જાણે છે.માટે તું આ વૃક્ષને સ્મશાનમાં જ વાવજે. અને રોજ રાત્રે બાર વાગે તું ઘડો ભરીને પાણી પીવડાવવા જાજે.”

એણે ફકીરની વાતને માથે ચડાવી અને પોતાને ગામ ભણી ચાલ્યો. ત્યાં આવીને એણે નિત્યક્રમ શરૂ કરી દીધો.રોજ રાત પડે અને એ પાણીનો ઘડો ભરીને પોતાની જોટાણી તલવારને કે’ડે ટાંગી સ્મશાન તરફ પગ માંડે. તેને કોઈની બી’ક નો’તી. સ્મશાનમાં અડધી રાતે જતાં ભલભલાના હાંજા ઘઘડી જાય. પણ આ તો એવો મર્દ કે જો ત્રાડ નાંખે તો સામેવાળાના છાતીના પાટીયા બેહી જાય.અને તલવાર ચલાવવામાં તો એવો પાવરધો કે એકલે હાથે બધાનો ઘાણ વાળી દે.એનાં મનમાં બસ એક ભગવાનનું નામ અને ફકીરની વાત, કે રોજ આ ક્રમ ચાલુ રાખવાનો અને ભગવાનનું ધ્યાન ધરવાનું.

એક દી થયું એવું, કે ગામમાં એક નાની સોળ-સત્તર વર્ષની દીકરીનું અવસાન થયું.નાની ઉમર, ગામમાં શોક ફેલાયો. એ દીકરીને એ જ સ્મશાનમાં દફનાવી.ગામમાં એક પાપી નરાધમ માણસ રહે, એની નજર આ દીકરી પર હતી. અરે એનાં પાપની હદ તો એ કે’વાય, કે મૃત્યુ બાદ પણ એનો બદ-ઈરાદો એ જ રહ્યો. એક દિવસ એણે રાત્રે સ્મશાનમાં જઈ એ નાની બાળાની લાશ બહાર કાઢવાનું નક્કી કર્યું. અને એવા ઈરાદાથી એ સ્મશાનમાં આવી કબર ખોદવા લાગ્યો. એણે ઉપરવાળાનો યે ડર નો’તો કે નો’તી એનાંમાં કોઈ દયા!

અને ઉપરવાળાનું કરવું, કે એ જ સમયે પેલો ભગત પાણીનો ઘડો ભરીને પોતાના રોજીંદા નિયમ મુજબ વડને પાણી પીવડાવવા આવી રહ્યો હતો. લાંબી વધેલી દાઢી અને શાંત એવી આંખો. મો માં રામનામ અને અંતરમાં ખુદાનું ધામ જાણે એને દુનિયાનું કોઈ ભાન, કોઈ ચિંતા નો’તી.

પણ અચાનક, તેણે એ દ્રશ્ય જોયું. તે ઓળખી ગયો કે આ પાપીને પોતાનો આવો ઈરાદો પૂરો કરવામાં એટલી પણ શરમ નહિ આવે કે એક લાશનો મલાજો રાખશે. એનાં દિલ-દિમાગમાં ખુમારી આવી ગઈ, એને સઘળી ઘટના જોતાં પોતાનું બધું ભાન ભૂલી અને નિર્ણય કરી લીધો કે આ નહિ થવા દઉં. પછી ભલે જે થવું હોય તે થાય.

એણે પોતાની મ્યાન કરેલી તલવાર બા’ર કાઢી અને ઉપરવાળાને ત્રાડ નાખીને કહ્યું,”કે હે બાપા, હે ધરતીના સ્વામી, ભલે મારા નવાણું પાપ ધોવાય કે નો ધોવાય. તારાથી જે થાય એ કરી લેજે પણ આજે હું તલવાર ઉપાડ્યા સિવાય રહું તો મારી મર્દાનગી લાજે, મારો ધર્મ લાજે.”

એક જ તલવારનો ઘા... અને પેલા પાપીના બે કટકા કરી નાખ્યા. તેના મનમાં એ વાતનો જરાયે અફસોસ નો થયો. ઉપરથી એણે ખુશી થઇ કે એનાં હાથે એની નજર સામે એક પાપ થતું અટક્યું.

તરત જ બધું ભૂલીને ઘડો ઉપાડી એ વડને પાણી પાવા ગયો. ફકીરે કહ્યું હતું કે વડને ત્યાં લગી પાણી પાજે જ્યાં લગી એણે વેઢા-વેઢાની કુંપળો ના ફૂટે. અને એક અચરજ...જ્યાં કાલે નાની નાની પાંદડીઓ માંડ-માંડ દેખાતી હતી, ત્યાં આજે હાથ- હાથ જેટલા પાન ફૂટી નીકળેલા! 

એનાં સઘળાં યે પાપ ધોવાઈ ગયાં એક માત્ર સારા કર્મથી.. એક માત્ર મનના સારા વિચારથી...એનાં પ્રાયશ્ચિતથી... એણે વર્ષો સુધી કરેલી સેવા અને પશ્ચાતાપના આંસુઓથી...

ભક્તિ પણ મર્દનું જ કામ છે. એમ જ ભક્તિને ખાંડાની ધાર નથી કહી. કોઈ શૂરવીર જ ભક્તિ મક્કમતાથી કરી શકે. ઢીલા પોચા લોકોનું એ કામ નથી. એની માટે તલવાર ઉપાડવાની પણ તાકાત જોઈએ. એક હાથમાં તલવાર અને બીજામાં માળા રાખી શકે એ જ ખરો ભગત. નિર્બળ તો બીજાને વધ થઇ જાય અને પછી એની ભક્તિનો કોઈ સાર નથી રહેતો. શૂરવીર ભક્તિની સાથે પાપને પણ કાબુમાં રાખી શકે છે...અને ધર્મની રક્ષા કાજે શસ્ત્ર ઉપાડવાની પ્રેરણા દરેક સંસ્કૃતિમાં આપવામાં આવી છે. જે ભક્ત ધર્મની રક્ષા ન કરી શકે એની ભક્તિ નિરર્થક છે...

માટે જ તો રાવણને પણ રામે કહ્યું હતું કે,” હે રાવણ, ભલે તે મારી સામે તલવાર ઉપાડી..મને સામી છાતીએ ઘા કર્યો... પણ હું તને પ્રણામ કરું છું... તારી ભક્તિની કીમત અમૂલ્ય છે... માળા લઈને મારું નામ રટનારા તો ઘણા પડ્યા છે.. પણ તારા જેવા શૂરવીર બહુ ઓછા છે...

Thursday, July 22, 2010

ગુજરાતી ગઝલ અંતાક્ષરી

ઢમ ઢમ બાજે ઢોલ નગારાં, યારો રમવા આવો;
શેર,ગઝલ સરવાણી મીઠી શબ્દે શબ્દે વહાવો.. ( પ્રો.સુમન અજમેરી )

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. ( આદિલ મનસુરી )

લાખ વર્ષો બાદ લાગી બદદૂઆ ડૂબનારની,
સાગરો સુકાઇ જઇને રણ બિચારા થઇ ગયાં.. ( બેફામ )

યા પ્યારથી એને પંપાળો, યા ક્રુર થઇને ધૂત્કારો,
આ લોકે રહે કે પરલોકે,સાગર તો તમારો કહેવાશે. ( સાગર કુતિયાનવી )

શૂન્ય,મારી જીંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ આ ગુજરાતની. (શૂન્ય પાલનપુરી )

ન ધરા સુધી ન ગગન સુધી ,નહીં ઉન્નતિ ન પતન સુધી,
પણ આપણે તો જવું હતું,બસ એકમેકના મન સુધી. ( ગની દહીંવાલા )

ધરમનું નામ દઇ શાને પીવાડો પ્રેમની પડીકી ?
જશે રહેંસાઇ માસુમો,નરાધમ હિંસ્રની ધરતી. ( પ્રો.સુમન અજમેરી )

તને કોણે કીધું કે હું રંક છું,નથી રંક રાયનો રાય છું.
મને તોળ સત્યને છાબડે કે હું સત્યલોકનો ન્યાય છું. ( અમૃત ઘાયલ )

છૂટી લટ ,ગુલાબી ચહેરો,આંખમાં શરમ,
પ્રિયે,છબીમાં યે તું કેવી શરમાયા કરે ? ( નઝીર શાયર )

રસમ અહીંની જુદી,નિયમ સાવ જુદા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા. ( મનોજ ખંડેરિયા )

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે. ( મરીઝ )

છે ભીડ અહીં એકલતાની ને શહેર છે આ સન્નાટાનું,
ને નામ વગરના સ્ટેશનનો સંભાવ લઇને દોડું છું. ( પ્રફુલ્લા વોરા )

છે આબરુનો પ્રશ્ન,ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઇ કે આંખો સજલ હતી.. ( અમૃત ઘાયલ )

તું ઢાળ ઢોળિયો ને હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. ( મનોજ ખંડેરિયા )

ન ધર્મભેદ છે એમાં, ન એની જાત મરીઝ,
આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે કે રામ રામ ગઝલ ? ( મરીઝ )

લઇને હવે સાતેય અશ્વોને પલાણો આપણે
કે નપુંસક નીકળ્યો છે,શ્વાસ નામે સારથી. (હરીશ ધોળી )

થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી,
ઇર્શાદ આપણે તો ઇશ્વરના નામે વાણી. ( ડો.ચીનુ મોદી )

નવાઇ તો છે કે ઉંડાણો ય છીછરા નીકળે,
કોઇ મનુષ્યની અંદર ડૂબી શકાતું નથી. ( રમેશ પારેખ )

થાકીને સાંજને ટાણે ‘રસિક’ બેસવું પડ્યું,
નહીંતર વિરાટ રણ મહીં રસ્તા ઘણાં હતા. ( રસિક મેઘાણી )

તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી,
હું જ મારાથી હજું કેટલો યે દૂર છું. ( કિસ્મત કુરેશી )

છે હ્ર્દય ને આંખની ભાષા અલગ,
કોણ કોની આપશે ઓળખ હવે. ( અહમદ ગુલ )

વેશ બદલી રોજ તું આવે રઇશ એની સમીપ,
જિંદગી ચાલાક છે,હરદમ પિછાણી જાય છે. ( ડો.રઇશ મણિયાર )

છે દિશાઓ ધુંધળી ને મંઝિલો નથી,
શ્વાસના બળતા ધખારે ક્યાં લગી જાશું ? ( આહમદ મકરાણી )

શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને,
રસ્તો ભૂલી ગયો ને દિશા ફરી ગઇ. ( ગની દહીંવાલા )

ઇશ્વરની મૂઠ્ઠીમાંથી જે છટકી ગઇ કદી,
તે તો માણસ નામની જણસ હતી. ( ભગવતીકુમાર શર્મા )

તું મને એક ઝાંઝવું સમજે કે સમજે વાદળું,
આંગણે તારે વરસવા આ જનમ લીધો હતો. ( ડો.અશરફ ડબ્બાવાલા )

તોય હું ભરવા મથું આખી નદી,
જીંદગી છે સાવ કાણી બાલદી. ( અશોકપુરી ગોસ્વામી )

દીધો’તો સ્વર્ગમાંથી જાકારો હે પ્રભુ,
બીજે ક્યાં જાય,નર્ક ભણી આદમી ગયાં. ( મરીઝ )

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું,ઓગળી જઇશ. ( હરીન્દ્ર દવે )

શમાની વાત કરશો ના, દીવાની લૌને રોકે ફો’ ?
ભરી પરવાનને પાંખે જલીને રાખ થાવું છે. ( પ્રો. સુમન અજમેરી )

છે હરણની ફાળ જેવા ઓરતા,
ને અરણમાં કચબો પાળ્યો તમે. ( કરસનદાસ લુહાર )

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસથી તો હજે કળ વળી નથી. ( જલન માતરી )

થાકી ગયો તો હું કે ચાલી શકત ન હું,
સારુ થયું કે લોક તો ઉંચકી ગયા મને. ( કૈલાસ પંડિત )

નજર લાગી હજારો વાર હળવા ફૂલ હૈયાને,
કહો પાષાણ દિલને કોઇની ક્યારે નજર લાગી? ( વિશ્વરથ )

ગળેથી જરા ઉતરી કે તોફાની થઇ ગઇ,
હતી જામમાં સાવ સાદી મદિરા ! ( મરીઝ )

રંગબેરંગી જીવનના રંગ છે,
જાઉં છું ખીલવા ને ખરતો જાઉં છું. ( અમૃત ઘાયલ )

છાંય મળતી જાય પડછાયા વગર,
ગીતમાં સરતો રહું ગાયા વગર. ( મનોજ ખંડેરિયા )

રોજ એના એજ સાલા ફેફસાં વેંઢારવા,
રોજ એનું એ જ જીવ પર આવવું,શું ચીજ છે ? ( રમેશ પારેખ )

છેક પરપોટા સમી છે જીંદગી પણ,
નિત ઝરણાંની ગતિ છલછલ છલકવું. ( ગુણવંત ઉપાધ્યાય )

વિરાટ પંથમાં થાકી વિરામ કરવા પણ,
પરાઇ ભીંતના છાંયે કદી નથી બેઠા. ( રસિક મેઘાણી )

ઠાઠ ભપકા એ જ ઇર્શાદના હવે
ઘર બળે તો તાપી લેવું જોઇએ. ( ડો. ચિનુ મોદી )

એ જ મુસાફિર જગમાં સાચો જેની પાછળ મંઝિલ ભટકે,
દીપ પતંગને કોઇ ન રોકે,પ્રીત અમારી સૌને ખટકે. ( આસિમ રાંદેરી )

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. ( જલન માતરી )

થઇ જાય પાંચે આંગળીઓ તુર્ત કાગડો,
મુઠ્ઠી તમે એ શહેરમાં ખોલીને શું કરો ? ( રમેશ પારેખ )

રડ્યું નથી છતાં ઓછપે ઘવાયું છે,
સવારનું આભ આમ ઝંખવાયુ છે. ( ડો. હેમંત દેસાઇ )

છું સતત અચરજ સ્વયં અસ્તિત્વ પર,
તું તપાવે તોયે હું તું જ પર ઠરું. ( અગમ પાલનપુરી )

રમું છું રંગીન મોસમની સાથે,તો ક્યારેક સંગીન જોખમની સાથે,
સરળતાથી ચાલું છું મુશ્કેલ પંથે,મને એવી આ જીંદગાની ગમે છે. ( શેખાદમ આબુવાલા )

છો હતી દુ:ખના સંકજામાં અમારી જીંદગાની,
તોય કો’ દિ હામ ખોઇ,ન કો’ દિ’ હાર માની. ( રિન્દ ગુજરાતી )

ન ગગન ફરેબ આપે, ન ધરા ફરેબ આપે,
જો હ્ર્દય ફરેબ આપે,તો બધા ફરેબ આપે. ( અબ્દુલ રઝાક ‘રશ્ક’ )

પરિચય છે મંદિરમાં દેવોને મારો,અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇનાથી,તમારા પ્રતાપે બધા ઓળખે છે. (શૂન્ય પાલનપુરી )

છે ગજું કોનું કે સીમા-કદ કશું માપી શકે ?
ધરતીના પેટાળથી આભે ચઢી છે જીંદગી. ( અંબાલાલ ડાયર )

ગુનામાં ભાર હોતે તો દબાઇ રે’તે તળિયામાં,
અભાગી લાશ છે,તરતી રહી દરિયાના સીના પર. ( શવકીન જેતપુરી )

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર, ને મારી હાજરી ન્હોતી. ( બેફામ )

તમારા આ નાજુક પગોની ફિકર છે,
અમારા નગરની છે પથરાળ સડકો. (દીપક બારડોલીકર )

કંકુ પગલે થઇ કસુંબલ કોરે આ કાળજાની કાંચળી સરકી પડી,
ઉગતું એકાંત મારું પાંપણે આપને જોયા પછી થથરી ગયુ (બાબુ દિલજલા )

યૌવનના ઘોડાપુરમાં સમજાય ક્યાં કશું ?
ત્યારે તો રોમે રોમમાં ઉન્માદ હોય છે. (આદિલ મનસુરી )

છે અકળ બધી એની હિલચાલો બધી,
મન સમું છે કોણ બીજું મુત્સદ્દી ? (અશોકપુરી ગોસ્વામી )

દર્દ ઘૂંટાયું જિગરમાં એટલું,ઠેઠ લગ એ ઝેર થઇ વકરી ગયું,
મોત પણ મારી દશાને જોઇએ શોકમાં ડૂબી મને વિસરી ગયું. ( બાબુ દિલજલા )

યુગયુગથી પીએ સરિતા,સાગર તોયે પ્યાસો છે,
નહીંતર મેઘો ઉમટે ના કેકારવ છલકાયો છે. (દીપક બારડોલીકર )

છે સલામત સ્વપ્ન કોનું વિશ્વમાં ?
ક્યાં સિકંદરની કશી છાયા મળે ? ( ચંદુ મહેસાનવી )

લાખ સૃષ્ટિની સુરાહી છલકાયા કરે,
જીંદગી પીનારની તળિયા વિનાનું જામ છે. ( શૂન્ય પાલનપુરી )

છે હયાતી ચીજ એવી અજનબી,
ચીંથરામાં હોય જાણે કો’ નવાબ ! ( આહમદ મકરાણી )

બને તો એમને કહેજો ખુશ્બૂ મ્યાનમાં રાખે,
બગીચામાં હમણાં બધા ફૂલોની ઘાત ચાલે છે. ( મનહર મોદી )

છણકો કરીને ઠેક લો તો ચાલમાં ગઝલ,
ને ઝાંઝરી રણકી ઉઠે તો પાયમાં ગઝલ. ( યોસેફ મેકવાન )

લાગણીઓની સુલતાની પર રાજ કહો કોનું ચાલ્યું?
રચનારની એક કળી જીતી ગઇ ઝાંઝરના ઝણકારથી. ( ગોપાળ શાસ્ત્રી )

થઇ ધાડપાડુ ત્રાટકે સાહિલ ભલે સમય,
ટહૂકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે. ( સાહિલ )

છે કાળ તો કાલીય નાગ જેવો,
થતું ઝેર સૌ જે હવે એ અડે છે. ( ઉશનસ )

છું શાંત અને ગંભીર ભલે, શરમાળ છે મારાં તીર ભલે,
ઓ પૂનમ, ઘૂંઘટ જરા ખોલ, હું એ જ છલકતો સાગર છું. ( શેખાદમ આબુવાલા )

છોડી રહ્યો છું આજ હું આ બંધિયાર વિશ્વને,
કાયમના માટે કોણ રહે આ કારાવાસમાં ? ( ઘાયલ કુતિયાનવી )

મત્સ્ય ક્યાં જળવટું લઇને જશે ?
કાંઠે રેતીના પારાવાર ઉભા. ( ડો. રશીદ મીર )

ભલે ભપકા ભરેલો છું,છતાં અંગાર વેચું છું,
તને નીચો નમાવે એ બધો આભાર વેચું છું. ( મનહર મોદી )

છેક તળિયેથી ઉલેચાવું પડે,
શબ્દને સમજાવવો સહેલો નથી. ( નટવર વ્યાસ )

થઇ ગયો એક જ ચમત્કારે તું ઇશ્વર,
મને માનવ થતાં બહું વાર લાગી. ( જિગર ટંકારવી )

ગુલાબી શીત પાલવને પ્રસારો તો ઘણું સારું,
ગરમ કિરણોને ગાળીને હજી હમણાં જ આવ્યો છું. ( ડો. એસ. એસ. રાહી )

છતાં મુજ પૂર્ણતામાં ‘શૈલ’ ઓછી થાય છે કૈં પણ
સનાતન શૂન્યમાં અસ્તિત્વ મારું નિત્ય ખોઉં છું. ( શૈલ પાલનપુરી )

છણા થાપું,નાણા થાપું,થાપું આંખે અંધારાં,
તોય તને ક્યાં પામું ?ભૂંડા આયખાને ડંગોળી લૌ. ( પ્રો.સુમન અજમેરી )

લેશ પણ ભય ના સૂકાવાનો રહે,
માંયલો જેનો સમંદર સાત છે. ( ડો.ઉષા ઉપાધ્યાય )

છો હોય તે દૂર ગગન પર,ને હોય સર્વવ્યાપી,
અદભૂત સ્પર્શવાનું સૂરજ સમું તમારું. ( સંધ્યા ભટ્ટ )

રાત-દિ ઝૂલે વસંતી લ્હેર મધુવનમાં ભલે,
મ્હેંક મબલખ માણવાને શ્વાસ જેવું જોઇએ. ( સુશીલ પાલનપુરી )

એ જ તું ને એ જ હું,એ જ ઓશીકે આજ તો સૂતાં ફેરવી મોંઢાં
તણખા ઝરે,બરડા અડે,અણજાણે ટકરાય દો લોઢાં. ( જગદીશ વ્યાસ )

ઢબૂક્યાં ઢોલ ચોરે અમે ગુલમ્હોર પીધો.
ખુશીથી ખોબે ખોબે અમે ગુલમ્હોરે પીધો. ( દીપક બારડોલીકર )

મજાના મુક્તકો

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એ લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ
આંસુમાં ગરીબોના નમક શોધે છે

- મરીઝ
____________________________________

પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી
ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી
મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો
બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી

- નાદાન
____________________________________

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

- સુરેન ઠાકર ‘મેહુલ’

——————————————

દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

- કૈલાસ પંડિત

મહાન શાયરો ના શેર

જીવન માં જો દુઃખો હોય તો જીવન મદીરાધામ થઇ જાય;
આ દિલ સુરાહીને નયન જામ થઇ જાય.
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું;
જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય.
-અમૃત “ઘાયલ”.
________________________________________________
આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી,
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી.
બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે “મરીઝ”,
દિલ વિનાં લાખો મળે એને સભા કહેતા નથી.
-મરીઝ.
________________________________________________
દર્દની લાગણીના ઘણા રૂપ છે;
માત્ર આંસુજ હોવાં જરુરી નથી.
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર,
વ્યક્ત થઈના શકે એવાં ગમ કેટલાં.
-”શૂન્ય” પાલનપૂરી.
________________________________________________
“પ્રેમનું આસન શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધાનું સ્થાન શંકા લે ત્યારે પ્રેમ ફુલ કરતાં પણ વહેલો કરમાઈ જાય છે.”
- શ્રી સુરેશ દલાલ.
________________________________________________
દિલવાળા સાથે દૂનિયાને કોઈ યોગ નથી સંયોગ નથી,
આસુંને વહાવી શું કરવું રડવાનો કંઈ ઉપયોગ નથી.
મજબુર થઈને હસવું એ કંઈ શોખ નથી ઉપભોગ નથી,
જીવવુ તો પડે છે કારણકે મૃત્યુના કોઇ સંજોગ નથી.
- કૈલાસ પંડીત.
________________________________________________
કેવી રીતે વીતે છે વખત શું ખબર તને?
તે તો કોઇ’દી કોઇની પ્રતિક્ષા નથી કરી.
- બરકત વિરાણી “બેફામ”.
________________________________________________
ગઝલ સર્જાયના કૈલાસ દિલમાં દાહ લાગ્યા વિણ,
પ્રથમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે છે.
- કૈલાસ પંડીત.
________________________________________________
“જિંદગીનો સાર જો પાણી મહીં
એક પરપોટો થઈ ફુટી ગયો.”
- શયદા.
________________________________________________
શક્ય નથી કે ઉતરી પડીએ અધવચાળે,
જીવવું બીજું શું છે? કેવળ વાઘસવારી.
- ભગવતીકુમાર શર્મા.
________________________________________________
જિંદગીનુ નામ બીજુ કંઈ નથી,
મેં ઉપાડી છે અપેક્ષા લાશની.
- અહમદ મકરાણી.
________________________________________________
તમામ ઉમ્ર મને જિંદગીએ લુંટ્યો છે,
મરણનાં હાથમાં પ્હૉંચી હવે સુરક્ષીત છું.
- આદીલ મન્સુરી.

ખરાબ છે

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે.
લાગે મને કે જગમાં બધા કામયાબ છે.

એમાં જો કોઈ ભાગ ન લે મારી શી કસૂર?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.

- મરીઝ

માણસો

મોટા નગર ના માણસો
ચહેરા વગરના માણસો

હેતુ વગરની ભીડમાં
કારણ વગર ના માણાસો

જાણે ન ઓળખતા મને
મારા જ ઘરના માણસો

અખબાર આખુ વાચતા
વાસી ખબર ના માણસો

રણ-રેત માં ડુબી ગયા
પાણીવગર ના માણસો

પાકી સડકની શોધ મા
કાચી કબરના માણસો

- આદિલ

આશ એની ઉમ્રભર બાંધો નહી

આશ એની ઉમ્રભર બાંધો નહીં,
રેતના રણ માંહે ઘર બાંધો નહી.

આપ શણગારો અમારી જિંદગાની,
નિત નોખાં નગર બાંધો નહીં.

લાજ લૂટો મા! તમે એકાંતની.
મુજ ક્બર પાસે કબર બાંધો નહીં.

ત્યાંય સળગાવી છે એણે એ દોઝકો,
આપ મરવા પર કમર બાંધો નહીં.

અમને છોડી દો અમારા હાલ પર,
આપ આવીને નજર બાંધો નહીં.

ક્યાંક સૂરજને કમોતે મારશો,
ઓ ‘જલન’ છોડો સહર બાંધો નહી.

-જલન માતરી

ઊંચકી ગયા મને

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

- કૈલાસ પંડિત

લાજ રાખી છે

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.

તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.

ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.

- કૈલાસ પંડિત

સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું

સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું.
સારા બદનમાં ફૂલ થઇ મહેંકી જઇશ હું.

એકાંત જ્યારે સાલશે મારા અભાવનું,
કાગળ થઇને ક્યાંકથી પહોંચી જઇશ હું.

આકાશ તારી આંખનું ખૂલતું જતું હશે,
સૂરજની જેમ એ મહીં ઊગી જઇશ હું.

તારી ઘણી ય ‘હા’ હતી ‘ના’ના લિબાસમાં,
કહેવા હવે જો ‘ના’ હશે, જીરવી જઇશ હું.


- કૈલાસ પંડિત

એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું...

નાનાં હતા, ત્યારે માં-બાપ કે દાદા-દાદીને મોઢે આ વાર્તા તો અચૂક સાંભળી જ હશે. એ વખતે તો ઉમર નહોતી સમજવાની, પણ હવે જયારે દુનિયાદારીની સમજ આવી ત્યારે ખબર પડી કે કદાચ એ સાચું જ હશે. કારણકે અત્યારે જે પણ કાઈ થઇ રહ્યું છે અને જે પરિસ્થિતિ છે તેનું કારણ છેલ્લે તો પેટ જ છે ને?

એક વાર થયું એવું કે પૃથ્વીનું નિર્માણ થઇ ચુક્યા પછી, પૃથ્વી પર બધાં મનુષ્યો એક વાર વાતવિચાર કરી રહ્યાં હતા. એમાંથી પ્રશ્ન એ ઉદભવ્યો કે,

"ભગવાને આપણને અહી મોકલી તો દીધા, પણ એ તો બતાવ્યું નથી કે આપની દિનચર્યા અને જીવનની રીત શું?"

છેવટે બધાએ વિચાર્યું કે શિવના નંદીને પૂછી જોઈએ.એ રોજ ભગવાન જોડે જાય છે અને સેવામાં રહે છે, તો એને ખબર હશે. નંદીને પણ દ્વિધા થઇ. તો મનુષ્યોએ તેને શિવ-પાર્વતી પાસે વાતનું નિરાકરણ કરવા મોકલ્યો.નંદીએ કૈલાસ પર આવીને ભગવાન સમક્ષ આખી વાત વર્ણવી.

શિવે કહ્યું,

"સાદુ અને નિર્મળ જીવન જીવીને જ મનુષ્ય મોક્ષ પામી શકે છે. અને તો જ મોહથી મુક્ત રહી શકશે. માટે જે કઈ કરે, તે માત્ર જરૂર પૂરતું જ! તેણે એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું જોઈએ. ને તો જ તે ધ્યાન અને આધ્યાત્મ પાછળ વધુ સમય આપી શકશે."

નંદી ત્યાંથી નીકળ્યો પણ તેને યાદ રહેતું નહોતું. તે આખી વાતનું રટણ કરતો કરતો આવી રહ્યો હતો. ગોખતા ગોખતા તેની જીભ લપસી ગઈ અને અર્થનો અનર્થ થઇ ગયો. “એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું જોઈએ” નાં બદલે તેને “ત્રણ વાર ખાવું અને એક વાર નહાવું જોઈએ” યાદ રહી ગયું. પાછો પૃથ્વી પર આવીને તેને બધાં મનુષ્યોને આ વાત જણાવી. કેટલાકને નવાઈ લાગી, પણ ભગવાનનો આદેશ સમજીને વાત માની લીધી.

અને આજે આખી દુનિયાના બધાં મનુષ્યો એનું ફળ ભોગવી રહ્યાં છે. એટલે જ મોંઘવારી, ગુનાખોરી, ભૂખમરો જેવા દાનવો આપણને પીડી રહ્યાં છે. અને સાથે સાથે નંદીના વંશજો પણ એ ભૂલનું પરિણામ ભોગવીને બળદના રૂપે મનુષ્યની ભૂખ સંતોષવા મહેનત કરીને પોતાની જિંદગી ગુજારી રહ્યાં છે...

Tuesday, July 20, 2010

આ બધા ધર્મગ્રંથોમાં એક જ સમાનતા છે અને એ છે,"હે માનવી,તું સત્યના માર્ગે ચાલતો રહેજે.."

માણસની ઉત્પતિથી લઇને અત્યાર સુધી માણસ લડતો આવ્યો છે.જીવવા માટે લડે છે.સત્તા માટે લડૅ છે.જમીન માટે લડે છે.રાજ્ય અને દેશ માટૅ લડે છે.જોરુ માટે લડે છે.સંપતિ માટે લડે છે...સતત એક પ્રકારની લડાઇ કોઇને કોઇ સમયે લડતો રહે છે.

સતત લડવું એ કંઇ સુખનુ ઝરણૂ તો નથી જ ?માનવીને લડાઇના માર્ગેથી પાછો વાળવા માટે કોઇ એક સમર્થ કારણ હોવુ જરૂરી છે અને આ સમર્થ કારણ સમજાવી શકે એવા સમર્થ માણસની જરૂર પડે છે.આ લડાઇના ફાયદા અને ગેરફાયદા સમજાવી શકે એવા વિધવાન માણસની જરૂર પડે છે.

પરિણામે દરેક યુગમાં દરેક જગ્યાએ એક મહાન માણસનો ઉદય થતો રહ્યો છે.આ મહાન માણસોના ઉપદેશ થકી સમાજમાં અજંવાળુ ફેલાય છે.તેના આપેલા ઉપદેશોનો એક ગ્રંથ બને છે.કાળક્રંમે આ ગ્રંથ અમુક સમુહ માટે ધર્મગ્રંથ બની જાય છે.પરિણામે એક નવા પંથનો ઉદય થાય છે.

ખ્રિસ્તીઓનું બાઇબલ,હિંદુઓના અનેક ધર્મગ્રંથો,મુસ્લિમોનું કુરાન,યહુદીઓનુ તૌરાત,પારસીઓનું ઝંદ-અવેસ્તા જેવા અનેક ધર્મોના ધર્મગ્રંથો દુનિયાભરમાં અસ્તિત્વમાં આવ્યા.

આ બધા ધર્મગ્રંથોમાં એક જ સમાનતા છે અને એ છે,"હે માનવી,તું સત્યના માર્ગે ચાલતો રહેજે.."

ઇસ્લામમાં મઝહબનો અર્થ થાય છે,'માર્ગ'.જે રસ્તો સૌવની ભલાઇનો છે તે જ સાચો ધર્મ (માર્ગ) છે.

કુરાનમાં કહેવામાં આવ્યુ છે,"તમે સૌવ મનુષ્ય એક જ પ્રજાના છો,અને એક જ પ્રભુ તમારો માર્ગદર્શક છે,તેથી તેની પુજા કરો.લોકો એ પોતપોતાના અલગ વાડા બાંધ્યા છે,પણ સૌવને એક જ પ્રભુ પાસે જવાનું છે." (આમ્બિયા,૯૨-૯૩)

એક વાર કોઇએ પેંગબર સાહેબને પુછયુ કે "ધર્મ એટલે શુ?".એટલે પેંગબર સાહેબે જવાબ આપ્યો કે,"ધીરજથી સહન કરવુ અને બીજાઓનું કલ્યાણ કરવું તે ધર્મ."(અહમદ)

ધર્મનું કામ શું છે?મનુષ્ય માત્રને આપસની ફુટથી,લડાઇ ઝઘડાથી તથા ટંટાફસાદથી બચાવે;તેમને કુંટુબીજનોની જેમ પ્રેમના દોરે બાંધી રાખે;તેમનો સારો મનમેળ રાખે,વ્યવાહર કરવાનો,રહેણીકરણીનો અને જીવન ગુજરાવાનો ઢંગ શીખવે એવો પંથ.

દુનિયામાં છ મોટા ધર્મ છે અને તેમના ધર્મ ગ્રંથ આ મુજબ છે.હિંદુઓના ઋગવેદ તથા ઉપનિષદ તથા અંસખ્ય ધર્મગ્રંથો.યહુદીઓનો તૌરાત.પારસીઓનો ઝંદ અવેસ્તા.બૌધ્ધ લોકોનો ત્રિપિટક.ઇસાઇઓનો બાઇબલ અને મુસ્લિમોનો કુરાન.

આ છ ધર્મગ્રંથોનું બારીકીથી વાંચન કરો તો તેમા લખેલી વાતો મૂળભૂત રીતે એક સમાન લાગશે અને ક્યાંક કયાંક તો કથા,વાર્તા,પ્રંસગો અને ભાગો મળતા આવે છે.

હિંદુઓનો ઋગવેદ બધા ધર્મોમાં સૌથી જુનામાં જુનો ગ્રંથ છે અને છેવટનો ધર્મગ્રંથ કુરાન છે.

કુરાનના અન્નુર અધ્યાયમાં સ્તુતિઓ વાંચતાં ઋગવેદની કેટલી સ્તુતિઓનો આભાસ થયા રાખે છે.

કુરાન ઇશ્વરનું છેવટનું સ્વરૂપ કે નામ 'અલ્લાહ'છે.જ્યારે ઋગવેદમાં ઇશ્વરના અનેક નામોમાંથી એક નામ એક નામ 'ઇલ'છે.જે સંસ્કૃતમાં 'ઇલ'ધાતુ ઉપરથી નીકળે છે અને તેનો અથ થાય છે-ભજવુ કે પુજવુ.એવો અર્થ થાય છે.ઋગવેદમાં એક અધ્યાય 'સુક્ત ઇલા'ના નામે છે.

આજથી લગભગ છ હજાર વર્ષ પહેલા જે સુમેરિયન સંસ્કૃતિના લોકો તેમની ભાષામાં ઇશ્વરને 'ઇલ'ના નામે સંબોધન કરતી હતી.

મૌલાના આઝાદે રચેલ 'તરજુમાનુલ કુરાન'માં લખ્યુ છે કે કલદાની ભાષામાં અને સુરિયાની તથા અન્ય પ્રાચિન ભાષામાં ઇશ્વરના નામો મળતા આવે છે.જેમ કે કલદાનીમાં 'ઇલ્લાહીયા' અને ઇબરાનીમાં 'ઇલોહી' વગેરે.

જ્યારે ઇસાને શુળીએ ચડાવવામાં આવ્યા ત્યારે તેમના મુખમાંથી 'ઇલોહી' 'ઇલોહી'જેવાં શબ્દો નીકળ્યા હતાં(હે મારા ઇશ્વર , હે મારા ઇશ્વર).

કુરાનમાં જે રબ શબ્દ જેના ઉપરથી આવ્યો છે તે ઋગવેદમા "રૈ" છે."રૈ" એટલે કે જે આખી દુનિયાને પાળે છે.

કુરાનમાં 'અમને સન્માનના માર્ગે લઇજા' એ પ્રાથના આ રીતે છે,'એહ દેન્સ્સેરાતલ મુસ્તકિમ' છે.જ્યારે ઋગવેદમાં 'અગ્ને નય સુપથા'છે.


એ જ રીતે ઇશ્વર એક છે તે કુરાનમા લખેલુ છે-વહદુહુલાશરિકલહુ.અને વેદોમાં લખેલુ છે-એકમેવાદિતિયમ.

શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યુ છે કે,"જે માણસ ફાવતે રસ્તેથી ચાલીને ઇશ્વરને મેળવવાની કોશિશ કરે છે તેને ઇશ્વર એ જ માર્ગે મળે છે."

પારસી ધર્મગ્રંથમાં જરથુષ્ટ્રે કહ્યુ છે કે,"દુનિયામાં આજ પહેલાના ધર્મોને માનયી છીયે.એ સર્વે ભલાઇ તરફ લઇ જનારા છે."

ચીનનો મોટૉ જનસમુહ બૌધ્ધધર્મી છે.તેઓ પહેલેથી હિંદુસ્તાનના ભગવાન બુધ્ધ અને ચીનનાણ મહાન ધર્મગુરૂઓ લાઓત્સે અને ફુંગફુત્સેને માને છે.

ફુંગફુત્સેએ કહ્યુ છે કે,"હું પહેલાની વાતોને આગળ ચલાવી રહ્યો છું.હું કશું જ નવું કે નવી વસ્તું બતાવી શકતો નથી."

જ્યારે બુધ્ધે કહ્યુ છે કે,"મારા પહેલા કેટલાય બુધ્ધો આવ્યા અને મારા પછી પણ આવશે.હું પુરાણા પ્રકાશને જ પાથર્રી રહ્યો છું."


જ્યારે કિતાબ વાયેઝ તૌરાતમાં લખ્યુ છે કે,"આ સર્વ અમારા પહેલાથી ચાલતુ આવે છે અને દુનિયામાં કોઇ ચીજ નવી નથી."

કુરાનમાં પેંગબર સાહેબ કહે છે કે,"હું જુના ધર્મોના કે તેઓના પેંગબરોના ઉપદેશોને નાશ કરવા નથી આવ્યો,પરંતુ હું તેની પૂર્તિ કરવા આવ્યો છું."

એક શેર છે..

ફકત તફાવત નામકા હૈ
દરઅસ્લ સબ એક હી હૈ
જો આબે સાફીકી મૌજમે હૈ
ઉસીકા જલવા હુબાબમે હૈ.

(હે દોસ્તો,માત્ર નામનો જ ફર્ક છે.મુળમાં સર્વે એક છે.જે સ્વચ્છ પાણીની લહેરોમાં છે.તેનો જ જગમગાટ પરપોટામાં દેખાય છે.)

ગીતા અને કુરાન વચ્ચે ઘણુ સામ્ય જોવા મળે છે.આર્યવ્રતમાં કૌરવો અને પાંડવો એક જ કુંટુંબના હતાં અને એક જ દાદાના પૌત્રોઆ હતાં.લડાઇ લડનારા એક જ કુટુંબના હતાં.એ જ પ્રમાણે કુરાનમાં અરબદેશના પ્રખ્યાત કુંટુંબ'કુરેશ'ના સંતાનોની લડાઇની વાતો છે.એક રીતે જોઇએ તો કુરુવંશ અને કુરેશ વંશ વચ્ચે ઘણુ સામ્ય જોવા મળે છે.

'કૌરવ'શબ્દ કુરુના નામ ઉપરથી આવ્યો છે અને ઇરાનના એક ગ્રંથમાં પણ કૌરુશ અને કુરુ બંને શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે.ઇરાન પ્રખ્યાત શહેનશાહ 'કૌરુશ'જેનું અંગેજોએ વિકૃત સ્વરૂપ 'સાઇરશ'કરી નાંખ્યુ છે.જેનું અસલ નામ કૌરુશ છે.

આ એક ઐતહાસિક સમાનતા છે.મહાભારતના 'કુરુ'.અરબસ્તાનના 'કુરેશ'અને ઇરાનના કૈરુશ.

જે રીતે કૌરવોએ પાંડવો ઉપર કાળૉ કેર વર્તાવ્યો હતો,તેમની મિલકત પડાવી લીધી હતી,પાંડવોને એમના જ ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં,ઝેરે આપવાની કોશિશ કરી હતી....એ જ રીતે કુરેશોએ મહમદ પેંગબર સાહેબને તથા એમના સગાઓને તથા એમના અનૂયાયીઓને મક્કામાંથી હાંકી કાંઢવામાં આવ્યા હતાં.

પેંગબર સાહેબને મક્કામાંથી એટલા માટે હાંકી કાંઢવામાં આવ્યા હતા કે એમને અંસંખ્ય દેવદેવીઓની પૂજા બંધ કરાવીને ફકત એક જ ઇશ્વરમાં માનવાનો ઉપદેશ આપ્યો હતો.

કારણકે એ પહેલા મક્કામાં મૂર્તિઓની પૂજા થતી હતી.કાબામાં હજારો ર્વષ જુનું મંદિર હતું અને એ મંદિરના પૂજારીઓ કુરેશો હતાં.કુરેશો સતત તેર વર્ષ સુધી પેંગબર સાહેબ તથા એમના અનૂયાયિઓ ઉપર જુલ્મ વર્ષાવતા રહ્યાં.

છેવટે પેંગબર સાહેન મક્કા છોડીને મદિના ચાલ્યા ગયાં.

મક્કામાં બાકી રહી ગયેલા પેંગબર સાહેબના સગાઓ અને અનુયાયીઓ ઉપર કુરેશોએ જુલ્મ વર્તાવવાનું ચાલુ રાખ્યુ.છતાં પણ કુરેશોનું પેટ ન ભરાયુ એટલે કુરેશોએ એક મોટુ લશ્કર બનાવીને મદિના ઉપર જ્યાં પેંગબર સાહેબે આશરો લીધો હતો ત્યાં ચડાઇ કરી.

આ લડાઇ પહેલા પેંગબર સાહેબનો ઉપદેશ હતો કે ,"બીજાના જુલ્મોને ધીરજથી અને શાંતિથી સહન કરી લેવા તથા બુરાઇઓનો બદલો ભલાઇથી આપવો.(હામીમ,૩૪-૩૬)

જ્યારે કુરેશોએ પહેલી વખત મદિના ઉપર ચડાઇ કરી ત્યારે કુરાનમાં પહેલી વખત તલવાર ઉપાડવાનું ફરમાન કરવામાં આવ્યુ.

ફરમાન આ રીતે લખેલુ છે,"લડાઇ માટે આપના ઉપર ચડાઇ કરવામાં આવી છે.જેનાં કારણે મારા અનુયાયીઓ ઉપર સંકટ આવી પડયુ છે.આ કારણસર મારાં અનુયાયીઓને લડાઇ લડવાની પરવાનગી આપુ છું.કારણકે આ નિર્દોષ લોકો ઉપર જુલ્મ છે.અને અલ્લાહ આપણી મદદ માટે પુરતા છે.અને આ ફરમાન એવા લોકો માટે જ છે,જેઓને પોતાના ઘરમાંથી હાંકી કાંઢવામાં આવ્યા છે.કારણકે આ લોકો એવું માને છે કે અલ્લ્લાહ એક જ છે....(હજ્જ,૩૯-૪૦)

જ્યારે ગીતાના (૧-૩૬) અને મનુસ્મૃતિમાં નરાધમ માટે "આતતાયી" જેવો શબ્દપ્રયોગ થયો છે,એટલે કે એવા લોકો જેઓ ઝેર ખવડાવે છે,લૂટ કરે છે,આગ લગાડે છે,અને એના જેવા અધમ કૃત્યો કરે છે.ટુકમા અત્યારે જે કૃત્યો આંતકવાદીઑ કરે છે.

મનુસ્મૃતિમાં આગળ લખે છે,"જો સામેથી આતતાયી આવતો હોય તો બીજો કશોય વિચાર કર્યા વિના આતતાયીને મારી નાંખવો જોઇએ."

ગુજરાત પોલીસે જે રીતે શાહબુદિન જેવા આતતાયીઓને મારી નાંખ્યા તે મનુસ્મૃતિ મૂજબ ધાર્મિક કાર્ય કહેવાય....???

ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે,"તારા હ્રદયની દુર્બળતા છોડીને ઉભો થા,અને યુધ્ધ કર.આ દુર્બળતા તને શોભતી નથી."(૨-૩૭)

જે રીતે પાંડવો અને કૌરવોના યુધ્ધમાં કાકા.મામા,સસરા તથા સગાસંબધી સામસામા લડાઇમાં ઉતર્યા હતાં.તે જ રીતે મદિનાનાં યુધ્ધમાં સગાસંબધીઓ સામસામા આવી ગયા હતાં.કારણકે મક્કામાં જે અનુયાયી પેંગબર સાહેબ સાથે જોડાયેલા હતા તેઓના સગાઓ સામા પક્ષે હતાં.

કુરાનમાં મુસ્લિમોને કહેવામાં આવ્યુ કે,"જે લોકો ઇશ્વરના રસ્તે ચાલતા લડાઇમાં મરી જશે તો જન્ન્તને પામશે અને જીતશે તો અલ્લાહ મોટૉ બદલો આપશે."

ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે,"જો તું લડાઇમાં માર્યો જઇશ તો સ્વર્ગને પામશે અને લડાઇ જીતશે તો આ પૃથ્વીનું રાજય તને ભોગવવા મળશે."

ગીતામાં ઇશ્વરનો પરિચય આપતા કહેવામાં આવ્યુ છે કે,"જનસમાજને અંધારામાંથી અંજવાળઆ તરફ લઇ જાય છે."(૧૦-૧૧)

કુરાનમાં ઇશ્વરનો પરિચય આપતા કહેવામાં આવ્યુ છે કે,"તે લોકોને અંધારામાંથી પ્રકાશ તરફ વાળે છે.(બકરહ,૨૫૭)

તો ઉપનિષદોમાં લખ્યુ છે કે,"તમસોમાંજ્યોતિર્ગમય"..એટલે કે ઉંડા અંધારેથી પ્રકાશ તરફ લઇજા.

પેંગબર સાહેબની પ્રાથના છે કે,"હે અલ્લાહ,અમને પ્રકાશ આપ."

ગીતામાં ઇશ્વરને વિશ્વ્તોમુખમ-એટલે કે સર્વ તરફ મુખ વાળૉ કેહેવામાં આવ્યો છે.

કુરાનમાં લખ્યુ છે કે," તમે જે તરફ વળૉ તે તરફ અલ્લાહ છે."

ગીતામાં ઇશ્વરને 'સર્વલોક મહેશ્વરમ'કહેવામાં આવ્યુ છે તો કુરાનમાં 'રબ્બુલઆલમિન્'(ફાતેહા-૧)એટલે કે સર્વલોકના માલિક કહેવામાં આવ્યુ છે

ગીતામાં ઇશ્વર માટે કહેવામાં આવ્યુ છે કે,"એના જેવો અન્ય કોઇ નથી."(૧૧-૪૩)

કુરાનમા અલ્લાહ માટે કહેવામાં આવ્યુ છે કે,"એના જેવો બીજો કોઇ નથી(એખલાસ-૪)

કુરાન શબ્દ 'કેરા'શબ્દ ઉપરથી આવ્યો છે.તેનો અર્થ થાય છે-જાહેર કરવું કે વાંચવું.સંસ્કૃત શબ્દ છે 'ક્રંદ'.અંગેજી 'ક્રાઇ'.અરબી શબ્દ 'કેરા'.કુરાનનો શાબ્દીક અર્થ છે-જાહેર થઇ શકે અથવા જાહેરમાં વાંચી શકાય તે,ધર્મગ્રંથ.

ઇસ્લામ પહેલા યહુદીઓ પોતાના ધર્મગ્રંથને'કરાહ'તરીકે ઓળખતા હતાં.યહુદીઓની ભાષા 'ઇબરાની' અને આરબોની ભાષા એકમેકને મળતી આવે છે.કરાહ અને કુરાનનો અર્થ સમાન છે .ખુદ કુરાનમાં પોતાના પહેલાના ધર્મોગ્રંથોને કુરાન નામ આપવામાં આવ્યુ છે.(૧૫-૮૦,૯૧)

મહમદ સાહેબ તથા બીજા સર્વે ઉપદેશો,વાતો તથા દતંકથાઓને 'હદીસ'કહેવામાં આવે છે.તે ઇશ્વરીય સંદેશ ગણવામાં આવતા નથી.

મહમદ સાહેબની આજ્ઞા પ્રમાણે તાડપત્રો,ચામડાના ટુકડાઓ કે લાકડાની પેટી કે પથ્થર પાટૉ પર ઉતારી લેવામાં આવતા હતાં.આ બધા ચર્મપત્રો કે તાડપત્રોને એક પેટીમા ખડકી દેવામાં આવતાં હતાં.એમાનાણ કેટલાક ભાગોને મહમદસાહેબની સુચના મૂજબ જુદી જુદી સુરાઓ(અધ્યાય)માં સાંકળી લેવામાં આવ્યા હતાં.

કુરાનમા કહેવામાં આવ્યુ છે કે,"અલ્લાહ ચાહે તો તે આયાતોને રદ કરી શકે છે અને લોકોના સ્મરણપટમાંથી ભૂંસી શકે છે.અથવા એનાથી વધુ સારી આયાતો મુકી શકે છે;કારણકે અલ્લાલાહ સર્વશકિતમાન છે."(૨-૧૧૦)

પેંગબર સાહેબની હયાતીમાં જ ૬૦ જેટલી આયાતો રદ થઇ હતી.કુરાનની આયાતો અને આપણા વેદોની ઋચા આમ જુઓ તો સમાન અર્થી છે.
પેંગબર સાહેબ પછી પહેલા ખલિફા અબુબક્ર સાહેબે પેટીમાં ભરેલા બધા ટૂકડાઓને અને અમુક કંઠસ્થ ભાગોને એકઠા કરીને ૧૧૪ સુરાઓનો સંગ્રહ તૈયાર કર્યો અને પેંગબર સાહેબની વિધવા હિફસા પાસે રાખ્યો.

આમાનાં કેટલાક ભાગોની નકલો બીજા પાસે પણ હતી.પરિણામ એ આવ્યુ કે મક્કા,મદિના અને ઇરાકમાં અન્ય કુરાન અસ્તિત્વમાં આવ્યા.છેવટે ત્રીજા ખલિફા ઉસામાએ જે આવૃતિ અબુબક્રએ તૈયાર કરાવી હતી તેને પ્રમાણભૂત કરવામાં આવી.અન્ય પ્રાંતોમાં જે અન્ય કુરાન ઉપલબ્ધ હતાં તે પરત મંગાવીને રદ કરવામાં આવ્યા.(વિઝડમ ઓફ કુરાન.લે.મહમદ મુહતર પાસા.પાનાનં-૪૫)

આટલુ કર્યા પછી પણ આજે ૧૪૦૦ વર્ષ પછી સાત જાતના કુરાન ઉપલબ્ધ છે.ફર્ક માત્ર એટલો છે કે કોઇકમાં એક આયાતોની બે આયાતો કરવામાં આવી છે.એક કુરાનમાં ૬૦૦૦ આયાતો છે,એકમાં ૬૨૧૪,એકમાં ૬૨૧૯,એકમાં ૬૨૨૬,એકમાં ૬૨૨૫ આયાતો છે.પંરતુ લખાણ એનુ એ જ છે

નરેશ કે. ડૉડીયા

Monday, July 19, 2010

કાશ્મીર સ્વતંત્ર થાય તે હિંદ માટે સૌથી મોટી લપડાક હશે !

કાશ્મીર હિંદુસ્તાનનું અ વિભાજય અંગ છે.હિંદુ રાષ્ટ્રનું શીર છે.આજે કાશ્મીરનો માંમલો જવાહરલાલ નહેરૂં ની નાદાનીના કારણે જગબત્રીસીએ ચડી ગયો છે.કાશ્મીરનો ઇતિહાસ ઘણું બધું કહી જાય છે.પુરાણોમાં કાશ્મીરનો ઉલ્લેખ જોવાં મળે છે.

કહેવાય છે કે બ્રહ્માંના પુત્ર મરીચિના પુત્ર કશ્યપે વરાહમૂલ(આજનું બારામુલા)પાસે પહાડ કાપીને તેમાંથી પાણી નીકળી જવાનો માર્ગ કર્યો હતો.અને કાશ્મીરની ખીણનુ પાણી નીકળી જતાં ત્યાં કશ્યપે બ્રાહ્મણોને વસાવ્યા હતાં.આજે પણ કાશ્મીરનુ ખીણનું પાણી વહીને જેલમનદી વાટે બારામુલા પાસેથી બહાર નીકળીને પાકિસ્તાન જાય છે.

ઇતિહાસના કહેવા મૂજબ ગાંધાર(આજનુ અફઘાનીસ્તાન)નો સમાવેશ પણ કાશ્મીરમાં થયો હતો.સમ્રાટ અશોકે કાશ્મીર અને ગાંધારમા બૌધ્ધધર્મના ફેલાવા માટે ધર્મગુરૂઓને ત્યાં મોકલ્યા હતાં.અશોકના અવસાન પછી વેદધર્મને પુનર્જીવન મળ્યું.કુશાન રાજ્યમાં બૌધ્ધધર્મનો અભ્યુદય થયો પણ છેવટે કાશ્મીરમાં વેદધર્મનું જ વર્ચસ્વ રહ્યું હતું.

ઇ.સ.સાતમી સદીમાં મહાનચીની યાત્રિક હ્યુ યાન ત્સાંગ કાશ્મીરમા આવ્યા ત્યારે નોંધ્યું હતું કે કાશ્મીરમાં પંજાબ અને ગાંધારનો સમાવેશ થતો હતો.આજે પણ કાશ્મીરમાં અંનતનાગ,બ્રિજવિહાર,માંર્તડ અને પટ્ટન વગેરે સ્થળોએ પાંચમીથી સાતમી સદી વચ્ચેનાં મોટા ખંડેરો મોજૂદ છે...

ત્યારે હિંદુ રજાઓની જાહોજલાલી હતી,વેદ અને બૌધ્ધ બંને ધર્મ સહુષ્ણુતાથી પાંગરતા હતાં.

ઇ.સ.૧૦૦૦થી મહમદ ગઝનીને હિંદનાં મુસ્તાકોના કાંગરા ખેરવવાની શરૂઆત કરી ત્યારે લગભગ ૨૨ આક્રમણો કર્યા હતા..પણ કાશ્મીરના હિંદુ રાજાઓએ ગઝનીનો ગજ વાગવા દીધો નહોતો.સમય જતાં પંજાબ અને અફઘાનીસ્તાન વગેરે મુસ્લિમ આક્રમણખોરોના હાથમાં જતાં અને ઉતરી હિંદુસ્તાન સુધી મુસ્લિમ આક્રમણ ખોરોનો પગપેસારો થતાં છેવટે ૧૩૯૬માં આમીરશાહ નામના અફઘાની મુસ્લિમ આક્રમણખોર સામે કાશ્મીરના રાજા ઉદયનદેવ ટકી ના શક્યો અને ઉદયનદેવનો વધ કરીને શમ્સુદીન નામ ધારણ કરીને કાશ્મીરની ગાદી ઉપર ચડી બેઠૉ.

એ પછી કાશ્મીરમાં હિંદુઓને બળજબરીથી નાપાક મુસલમાન બનાવવાનું શરું થયું.ત્યાં વિરાટ હિંદુમંદિરોને ધ્વસ્ત કરવાનું એક વ્યવસ્થિત અભિયાન શરૂ થયું.મોટાપાયે હિંદુ ધર્મગ્રંથોનો નાશ કરવામાં આવ્યો.

પંડિત નહેરુંના કહેવા મૂજબ લગભગ ૯૫ ટકા વસતિ મુસ્લિમ બની ગઇ હતી.જો કે ઘણાખરા લોકોએ હિંદુઓના રીતિરીવાજો જાળવી રાખ્યા હતાં.પંડિત નહેરું આગળ લખે છે કે ૧૯મી સદીના અધવચ્ચે હિંદુ શાસન લાગુ પડતાં ત્યાંના એક મુસ્લિમ સમૂદાયે ફરીથી હિંદુ ધર્મ સ્વિકારવાનું નક્કી કર્યુ ત્યારે કાશ્મીરી પંડીતોએ એક વાર મુસ્લિમ બન્યા પછી ફરીથી હિંદુ બની શકે નહી એક કહીને આ માંગણીનો રાજા મારફત અસ્વિકાર કરાવ્યો.

વિજયગુપ્ત મોર્ય આ બનાવના સંદર્ભે લખ્યું છે કે,"આપણા દેશના હિંદુઓની અને ખાસ કરીને બ્રાહમણોની ટૂકી દર્શ્ટિના કારણે અને જડમાનશના કારણે દેશને કેટલુ મોટુ નુકશાન થયું તેનો આ ફકત એક જ દાખલો છે."

હવે આગળની વાત ઉપર આવીયે.એ પછી ૧૪મી સદીમાં કાશ્મીર ઉપર સિકંદર નામનો મુસ્લિમ આક્રમણખોર ચડી આવે છે.સિકંદર કટ્ટર ધર્મઝનૂની હતો.એના શાસનકાળ દરમિયાન એટલા મોટા પાયે હિંદુ મંદિરો અને ધર્મગ્રંથોનો નાશ કરવામાં આવ્યો હતો..આ કાર્યને લીધે સિંકંદરને 'બૂતશિકત'(મૂર્તિભંજક)નું બિરુદ આપવામાં આવ્યુ હતું.

ઇ.સ.૧૫૨૬માં બાબરે દિલ્હીમાં મોગલ સલ્તનતનો પાયો નાંખ્યો ત્યારે ઉનાળામાં મોગલોને બહુ આકરો લાગતાં હવાફેર તેને કાશ્મીર જોઇતું હતું,પણ છેવટે ૧૫૮૬માં મોગલોના હાથમાં કાશ્મીરનો કબજો આવે છે

એ પછી છેક ૧૮મી સદીના ઉતરાર્ધમાં અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપનીને શીખવિગ્રહનો લાભ લઇને શીખસત્તા તોડી પાડી.એના બદલામાં ઇસ્ટ લિન્ડિયા કંપની દુલિપસિંહ નામના શીખ રાજા પાસે એક કરોડ રૂપિયા અને પંજાબનો વિશાળ પ્રદેશ માંગ્યો.શીખો એક કરોડ રૂપિયા આપી શક્યા નહીં.આ સમયે રણજિતસિંહના ડોગરાનાં વંશજ ગુલાબસિંહે અંગેજોને ઓફર મુકી કે લાહોરના શીખ રાજા દુલિપસિંહનો એક કરોડ રૂપિયાનો દંડ હું ભરી આપુ એના બદલામાં મને જમ્મુ કાશ્મીરનો રાજા બનાવો.કારણકે એ સમયે શીખોના વિશાળ સામ્રાજય બીયાસથી સિંધુ નદી સુધી વિસ્તરેલો હતું.તેમાં જમ્મુ અને કાશ્મીર અને પાકિસ્તાનનો વિશાળ ભાગ આવી જતો હતો.

છેવટે ઇસ્ટ ઇન્ડિયા કંપની સાર્વભૌમત્વ હેઠળ ૧૬ માર્ચ ૧૮૪૬ના રોજ કરાર મૂજબ ગુલાબસિંહ જમ્મુ અને કાશ્મીરના રાજા તરીકે નિમણૂક પામ્યા.રાજા ગુલાબસિંહે પાછળથી તિબેટ અને લડાખ પણ જીતી લીધા.છેલ્લી એક મુસ્લિમ સત્તા સ્કાર્દુમાં હતી એ પણ ગુલાબસિહે જીતી લીધી.એક વર્ષની અંદર જમ્મુ કાશ્મીર ઉપર પોતની સત્તા જમાવી દીધી.

છેવટે આઝાદી મળી ત્યાં સુધી કાશ્મીર ઉપર હિંદુઓનું શાસન રહ્યું.છેલ્લા રાજા હરિસિંહને આઝાદીના સમયે સ્વાયત કાશ્મીરનું દુસ્વપન આવ્યું,એ પછી નહેરું અને માઉન્ટ બેટની જોડીએ કાશ્મીરના અસ્તિત્વ ઉપર પ્રશ્નઅર્થ મુકી દીધો અને હજુ પણ યુનો આ પ્રશ્ન એમ ને એમ પડેલો છે.

હવે મુસ્લિમસતાની વાત ઉપર આવીયે.દુનિયાના દરેક દેશોમાં જ્યાં જ્યાં મુસ્લિમ શાસન છે.ત્યાની પ્રજાનું ધર્માતંર કરીને મુસ્લિમ બનાવવામાં આવી છે.તુર્કીમાં ઓટૉમાન તુર્કનું શાસન લાગુ પડતા બધા ઇસાઇઓને બળજબરીથી મુસ્લિમ બનાવવામાં આવ્યાં.બોલ્કન દેશો જેવા કે યુગોસ્લાવ્યા,સર્બિયા વગેરે.ત્યાંની મુળ પ્રજા ઇસાઇ હતી તેને મુસ્લિમ બનાવ્યા.હિંદુસ્તાનમાં જેટલા મુસ્લિમ છે તે બધાનું મુળ તો હિંદુ છે..ફકત અરબસ્તાની દેશોમાં જ અસલ મુસલમાન છે.

આપણે હિંદુઓ આપણા પૂર્વજોની જયગાથા થાકતા નથી.હિંદુસ્તાનથી ચાર હજાર કિ.મી.દુર અરબસ્તાનથી વીસ-પચ્ચીસ હજારનું સૈન્ય લઇને આવેલા અરબસ્તાની બાદશાહો વિશાળ હિંદુસ્તાન ઉપર શાસન કરી ગયાં.

એ આરબોએ કોઇ ગેબી સુચનાથી લશ્કરો બનાવ્યાં.હજારોની સંખ્યામાં અરબી નશલનાં ઘોડા પર ખેલનારા યોધ્ધાઓ તૈયાર કર્યા.ખૈબર,વાયા પંજાબ..એ આવ્યા.ઘોડાઓના ડાબલાઓના અવાજથી હિંદુસ્તાનની ધરતી ગાજી ઉઠી.એ જ રસ્તો.જ્યાંથી દરિયાવુશ,સાયરસ,કેમ્બેસિસ,સિંકદર,સ્કીધ્યન આવ્યા હતાં.ભગવદગીતા અને મહાભારતના યુધ્ધોના ઇતિહાસ પર મુસ્તાક હિંદના ખેંરખાઓના પાણી ઉતારી નાંખ્યાં.શસ્ત્રોને પૂજનારાના મુંછોના આંકડા નીચા થઇ ગયાં...

હિંદુસ્તાનની ભૂમિ ઋષીમૂનિઓ,સાધુંસંતો,યોગીઓની ફસલ માટે ફળદ્રુપ બનતી ગઇ.આ ભૂમિ પર યોધ્ધાઓની ફસલ પાકવાની બંધ થઇ ગઇ.અહિંસાવાદી પુરુષોની મબલખ ફસલ પાકતી ગઇ પરિણામે આવનારી પ્રજા પર આ અસર જોરદાર લાગુ પડતી ગઇ.નેપોલિયન,દરિયાવુશ,સાયરસ,હિટલર,મુસોલિની,ગઝની જેવા યોધ્ધાઓની ફસલ માટે હિંદુસ્તાનની ભૂમિ બંજર સાબિત થઇ.દુશ્મનની તલવારની ધાર સામે અહિંશાના ઉપદેશ આપતું પુસ્તક ઢાલ તરીકે વાપરવાનું હિંદુઓને ભારે પડયું.પરિણામે હિંદુઓના કાંડા કપાય ગયાં..

આપણૅ હિંદુઓ મહાભારત અને રામાયણના યુધ્ધોની જયગાથા ગાતા થાકતાં નથી.એક વખતનૉ લડાયક યોધ્ધો છેલ્લા બારસો વર્ષોમાં નબળૉ પડતો ગયો.શસ્ત્રોને પુજનારાઓના શસ્ત્રો બુઠા થઇ ગયાં. અલગ અલગ પંથો બનતાં ગયાં.અહિંશાવાદી,ધાર્મિકતત્વોની સુખાકારી અસર,ઐયાસવૃતિ વધતી ગઇ.કામશાસ્ત્રમાં પ્રવિણતા આવી ગઇ અને યુધ્ધશાસ્ત્રમાં નપુંશક્તા આવતી ગઇ.દશેરા ફક્ત રામને ખુશ કરવાં માટે ઉજવવાના છે.

અધુરામાં પુરૂં જવાહરલાલ અને માઉન્ટબેટનના કારણે ૩૭૦ની હિંદુસ્તાનને ખતરારૂપ કલમ મળી તે નફામાં.આ કલમ હિંદુસ્તાનના દરેક નાગરીકને એક જોરદાર તમાચારૂપ છે.આજે કાશ્મીરીઓ સ્વતંત્ર કાશ્મીરની માંગણી કરે છે તે તદન ગેરવ્યાજબી છે.પારકી ભૂમિ ઉપર રચાયેલી દરેક મુસ્લિમ સલ્તનતમાં અંદરોઅંદરની લડાઇઓ અને ટુકી બુધ્ધિના કારણે વહીવટ ખોંરભે ચડ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ આપણી નજર સામેના દાખલા છે...

૩૭૦ની કલમ માટે જો કોઇ દોષીત હોય તો જવાહરલાલ નહેરુ,ગોપાલ સ્વાંમી આંયગર અને શેખ અબદુલ્લા છે.૧૯૪૭માં નહેરૂની સુચનાથી શેખ અબદુલ્લા ૩૭૦ની કલમનો મુસદ્દો લઇને બાબા સાહેબ આંબેડકરને મળવા ગયાં ત્યારે બાબાસાહેબ રીતસર શેખને ધમકાવીને કાઢી મુકયા હતાં.

જ્યારે શેખ વીલા મોઢે નહેરુ પાસે પાછા ગયા ત્યારે નહેરુએ બિટીશકાળના બાહોશ સનદી અધિકારી ગોપાલસ્વામી આંયગર ઉપર દબાણ કરીને બંધારણ સભામાં આ મુસદો રજુ કરાવ્યો.

એ તો ઠીક..તે સમયે મૌલાના આઝદ જેવા મુસ્લિમ નેતાએ પણ આ મુદદ્દાનો સખત વિરોધ કર્યો હતો.મૌલાનાએ પોતાની દલીલ રજુ કરતા કહ્યુકે,’આ આખી કલમ કાશ્મીરને દેશથી જુદુ પાદી દેશે.જોકે આ જ દલીલ સરદાર પટેલે પણ નહેરુની સામે ઉચ્ચારી હતી.

એ સમયે બંધારણના સભ્યોનો વિરોધ શાંત કરવા નહેરુએ કહ્યુકે,’આ કલમની જોગવાય કામચલાઉ ધોરણે છે.’

પરંતુ આજ સુધી નહેરુના વારસદારો ઇન્દિરાથી લઇને સોનીયા સુધી કોઇએ પણ આ કામચલાઉ જોગવાય દુર કરવાની હિંમ્મ્ત કરી નથી.

આઝાદીના સમયથી આજ લગી કોંગેશની નીતિ..”ગાય મારીને કુતરાને ધરાવવાની રહી છે.”

સરદાર પટેલ પછી કોંગેશમાં મર્દ નેતાની ફસલ પાકવાની બંધ થઇ ગઇ છે.

હિંદુસ્તાન એક એવો દેશ છે જ્યાં ૮૦ટ્કાની બહુમતીની સામે ૧૨ટકાની લધુમતી ભારે પડે છે.

હિંદુસ્તાન એક એવો દેશ છે જ્યાં મહિલાના કાયદાઓ મહિલાની જાતિને અનુલક્ષીને બનાવવામાં આવ્યા છે.

નહેરુના પાપે દેશની જનતાને કાશ્મીરના કારણે આવતો બોજો ભોગવવો પડે છે.

દેશની મહેનતકશ જનતાની પસિનાની કમાણીમાંથી આપણે રૂપિયા ૮૭૫/-એક કાશ્મીરીના માથાદીઠ ચુકવીયે છીયે.

૩૭૦ની કલમ હિંદુસ્તાનના દરેક દેશપ્રેમી નાગરીક માટે તમાચા રૂપ છે.અને તાત્કાલિક ધોરણે હટાવવાની જરૂર છે

આપને બધાને જાણીને નવાઇ લાગશે કે જમ્મુ-કાશ્મીરના નાગરીકોને અલગ નાગરીકતાનો દરજ્જો પણ હાંસિલ છે.કાશ્મીરને સ્ટેટ સિટિઝનશીપ પણ નહેરુના પાપે મળી છે.એ જ રીતે દેશના તમામ રાજયો માટે હિંદુસ્તાનનો તિરંગો રાષ્ટ્રધ્વજ છે,જ્યારે કાશ્મીરનો પોતાનો અલગ રાષ્ટ્રધ્વજ છે જે આપણા તિંરગાની સાથે લહેરાવવામાં આવે છે,જે હિંદુસ્તાનના દરેક દેશપ્રેમી નાગરીકોના ગાલે કારમી લપડાક છે.છેલ્લા થોડા વર્ષોથી હિંદના લશ્કરની મદદ વિના કાશ્મીરમાં આપણૉ તિરંગો પણ લહેરાવી શકતા નથી..રહી મુદાની વાત કાશ્મીરનો એક પણ મુસ્લિમ બચ્ચો “જયહિંદ” બોલતો નથી કે આપણૂ રાષ્ટ્રગીત “વંદે માતરમ” ગાતો નથી.જે માણસ હિંદુસ્તાનની જનતાની પસીનાની કમાણીમાંથી રૂપિયા ૮૭૫/-ચુકવાય છે..

એક આશીકમિજાજી અને હાથમાં ગુલાબ લઇને ફરનારા શાયરદિલ ઇન્સાનની નાસમજ અને નાદાનિયતની કિંમત આજે આમ હિંદુસ્તાની નાગરીક ચુકવી રહ્યો છે.

આજે બાળાસાહેબ અને રાજ ઠાકરે દ્વારા ચાલતી મરાઠી મુહિમનો વિરોધ કરવાં કોંગેશ સહિત બધા રાજકિય પક્ષો લાગી પડ્યા છે.ગાઇ વગાડીને કહે છે કે મુંબઇ દેશના દરેક નાગરીકો માટે છે.

પણ..જમ્મુ-કાશ્મીર માટે વાત જુદી પડે છે.કાશ્મીરમાં દેશના કોઇ બીજા રાજયનો માણસ નોકરીની અરજી સુધ્ધા કરી શકતો નથી,કારણકે કાશ્મીરમાં બીનકાશ્મીરી સિવાય કોઇને અરજી કરવાનો હક્ક જ નથી.

૩૭૦ની કલમની બીજી એવી અનેક જોગવાઇઓ છે જે દેશના સાચા નાગરીકો માટે કુઠરાઘાત સમાન છે.

જો કોઇ કાશ્મીરી કન્યા અન્ય હિંદુસ્તાની સાથે લગ્ન કરે તો ક્ન્યા તેની બાપીકી મિલકત્તમાંથી આપોઆપ બે-દખલ થઇ જાય છે.પરંતુ જો આ જ કાશ્મીરી કન્યા કોઇ પાકિસ્તાની નાગરીક સાથે શાદી કરે તો પાકિસ્તાની પુરુષને આપોઆપ હિંદુસ્તાનનું નાગરીકત્વ મળી જાય છે.

એ જ રીતે જો કોઇ કાશ્મીરીને દેશમાં કોઇ પણ રાજ્યમાં મિલકત ખરીદવી હોય તો ખરીદી શકે છે,પણ દેશના કોઇ પણ રાજયનો માણસ કાશ્મીરમાં મિલકત ખરીદ કરી શકતો નથી.

એ જ રીતે દેશના તમામ રાજયોનું બંધારણ એક જ છે,પણ કાશ્મીરનું બંધારણ પોતાનું જુદુ છે.રહી મહત્વની વાત..કાશ્મીરમાં જે કોઇ વ્યકિત ગવર્નર તરીકે જાય છે,એ વ્યકિત કાશ્મીરની વિધાનસભાની ચુંટણીમાં મત આપી શકતો નથી.

આવી જ એક આઘાતજનક એક વાત છે..હિંદુસ્તાનની સંસદ જે કાયદાઓ બનાવે તે આખા દેશને લાગુ પડે છે પરંતુ કાશ્મીર આ કાયદાઓ ત્યારે જ લાગુ પડી શકે જ્યારે રાજયની વિધાનસભા આ કાયદાઓને મંજુરી આપે.

હવે હિંદુસ્તાનના દેશપ્રેમી નાગરીકો આ તો હજુ પાશેરામાં પહેલી પુણી છે.જો હવે આપણે નહી જાગીયે તો સરકાર છાનેખુણે કાશ્મીરને ક્યારે પાકીસ્તાનને હવાલે કરી દેશે એ ખબર પણ નહીં પડે.

નહેરુની ગુસ્તાખીની સજા આપણે નિર્દોષ હિંદુસ્તાની નાગરીકો ક્યાં સુધી સહન કરીશું..?

સમય છે સાથે મળીને દેશના સાચા અને દેશપ્રેમી નાગરીકોએ ભેગા મળીને એકસુરમાં આ
આપણા ગાલ ઉપર લપડાક સમી ૩૭૦ની કલમનો વિરોધ કરવાનો..

કાશ્મીર સ્વતંત્ર થાય તે હિંદ માટે સૌથી મોટી લપડાક હશે !

જયહિંદ


નરેશ કે. ડૉડીયા