Tuesday, June 1, 2010

મરીઝ - ગઝલની એક એવી મસ્જિદ...

મરીઝ ને કોણ નથી ઓળખતું? ઘણા દિવસે આ લેખ વાંચ્યો અને થયું કે તમને પણ જણાવું.

આ મોહબ્બત છે કે એની દયા કહેતા નથી
એક મુદત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી
જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી
લ્યો, નવાઈ આપની શંકા સુધી પહોંચી ગઈ
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી
એને તું સંયમ કહે, તારી કૃપા, કિંતુ અમે
મનમાં નબળાઈ છે તેથી દુર્દશા કહેતા નથી
એ જ લોકો થઈ શકે છે મહેફિલની આબરૂ
જેઓ વેરાનીને પણ સૂની જગ્યા કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી

મૂળ નામ અબ્બાસ વાસી. લોકો ઓળખે ‘મરીઝ’ને નામે. મરીઝ ગઝલની એક એવી મસ્જિદ છે કે જ્યાં તમામ ગઝલકારોને નમાજ પઢવાનું મન થાય. એ એક એવી પ્રતીતિ આપે છે કે એ ગઝલ લખતાં નહીં પણ જાણે કે ગઝલ કહે છે. ઉપરછલ્લી રીતે તદ્દન સરળ લાગે પણ કોઈ ગહન અર્થ લીલની જેમ લપાઈને બેઠો હોય.

મુશાયરામાં મરીઝને ચિક્કાર દાદ મળતી. એમના પઠનના કારણે નહીં પણ એમની ગઝલમાં શિખરની ઊંચાઈ અને ખીણના ઊંડાણને કારણે. શ્રોતાઓ અદબથી એમની ગઝલ સાંભળતા. સ્વભાવે બાળક જેવા સરળ. ગઝલ લખતાં જ એટલું નહીં કેટલાકને લખી આપતા એ જાણીતી વાત છે.

વધુ વાંચો @ દિવ્યભાસ્કર

No comments:

Post a Comment