આજે થોડો અલગ દિવસ હતો નહિ? મેઘરાજા સવારનાં પહોરમાં જ વરસી પડ્યા... અને દિવસે પણ આહલાદક વાતાવરણ બની રહ્યું...
સાંજ થઈ રહી છે...સૂર્ય ધીમે ધીમે પશ્ચિમમાં આથમી રહ્યો છે...
ગોધૂલી ટા'ણૅ... અહીં ભલે ગાયો કે ભેંસો જોવા નથી મળી...
પણ આકાશની શોભા સુંદર બની રહી છે...
પક્ષીઓ પોતાનાં ઝૂંડ્માં ઊડીને ઘર તરફ જઈ રહ્યાં છે... ને આપણા જેવા નોકરીથી ઘરે!
થોડો બાફ છે...પણ કૂદરતની કરામતો જોઈને તે વિસરી જવાય છે...
વ્રુક્ષો એકદમ ચોખ્ખાં બની ગયાં છે...
ઘરની નજીકનાં આંબા પર રે'તી કોયલ પોતાનાં સૂરો સંભળાવી રહી છે...
વિવિધ આકારનાં વાદળો જાણે ચિત્રમાં પેન્સિલથી શૅડ માર્યો હોય તેવી આક્રૂતી ઉત્ત્પન કરી રહ્યાં છે...
વાદળાંની વચ્ચેથી સૂર્યાસ્તનો આછો કેસરી અને પીળાશ પડતો પ્રકાશ પણ કૂદરતની જ અદભૂત રચના છે ને...
માણસ ગમે તે કરે.. તો પણ કૂદરતનાં અમૂક ગૂઢ રહસ્યોને નહી જાણી શકે કે નહી તેની બરોબરી કરી શકે...
No comments:
Post a Comment