મારી યાદોની ગુંજ તને આવતા જન્મમાં પણ સંભળાશે.
નથી મારી કિસ્મતમાં તારી કિસ્મતની એ લકીર.
ભલે મળીશુ આપણે આ જન્મારા પુરા થયા પછી,
તારી યાદોની યાદીની ટિપણ બની છે લાંબી....
સ્વર્ગમાં પણ આપને ક્યાં સુખ ચેન મળે કયાંથી,
ત્યાં પણ હશે અનેક કિસ્મતના ફુટેલાનૉ જમાવડૉ.
ઈશ્વર સાથે હું પણ લડીશ બસ તારો સાથ જરૂરી,
માંગી લઇશ હું તને બેસીને ઉપવાસી છાવણીમાં.
પછી હું પણ જોઇશ કે મારો પ્રેમ સાચો કે ઇશ્વર,
રામનાં નામે જિંદગી જીવી ગાંધીની અસર કેટલી.
ગાંધી ચીંધ્યા માર્ગની અસર કેવી જોઇ લઇશું
ઇશ્વર સામેની અહીંસક લડતની લડાઇ થકી.
ભલે આ જન્મમાં મારી ન બની શકી તું,
આવતા જન્મની આઝાદીનો સુરજ જોઇ શકીશું.
નરેશ કે. ડૉડીયા
No comments:
Post a Comment