લુટે છે લોકો મને, લુટાતો આવ્યો છુ.
નથી આપવાને તુજને કઈ,
પરન્તુ આપવાને તુજને કઈ વેચાતો આવ્યો છુ.
મેળવી શકી નથી મન્જિલે પ્રેમ,
ને જમાના મા બદનામ થતો આવ્યો છુ.
"ના ભાઈ, તીસ્(30) નું"
હોઠ અડધા બીડાઈ ગયા પછી,ગંગાજળ મૂકીને શું કરશો?
અંતરના આશીર્વાદ આપનારને,સાચા હ્રદયથી એક ક્ષણ ભેટી લેજો.
હયાતી નહી હોય ત્યારે નત-મસ્તકે,છબીને નમન કરીને શું કરશો?
કાળની થપાટ વાગશે,અલવિદા એ થઈ જાશે,પ્રેમાળ હાથ પછ કદી નહી ફરે,
લાખ કરશો ઊપાય તે વાત્સલ્ય લ્હાવો નહી મળે,દીવાનખંડમાં તસ્વીરનું શું કરશો?
મા-બાપ રૂપી અમૂલ્ય ખજાનો ભાગ્યશાળીને જ મળે, ૬૮ તીર્થ એના ચરણોમાં,બીજા તીર્થ ના ફરશો.
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પળમાં,પછી કિનારે છીપલાં વીણીને શું કરશો?
હયાતીમા તેની હૈયું ઠારજો,પાનખરમાં વસંત જેવો વ્યવહાર રાખજો.
પંચભૂતમાં ભળી ગયા પછી,દેહના અસ્થિ ગંગામાં પધરાવી શું કરશો?
શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,હેતથી હાથ પકડી તીર્થ તમે ફેરવજો.
"માતૃદેવો ભવ,પિતૃદેવો ભવ" સનાતન સત્ય છે,રામનામ સત્ય બોલીને શું કરશો?
પૈસાથી સઘળુ મળશે,મા-બાપ નહી મળે, સમય ગુમાવી લાખો કમાઈને શું કરશો?
પ્રેમથી હાથ ફેરવીને "બેટા" કહેનાર નહી મળે,પછી ઊછીનો પ્રેમ લઈને આંસુ સારીને શું કરશો?
હયાતી નહી હોય ત્યારે, તેમના નામની પોક મૂકી રડીને પણ શું કરશો?
આ વાર્તા દરેકને ખ્યાલ હશે જ.દરેકે પોતાના બાળપણમાં આ વાર્તા તો સાંભળી જ હશે.
એક છોકરો હતો. તે ચણા ખાતો ખાતો ચાલ્યો જતો હતો. તે જંગલમાં પહોંચ્યો અને ઝાડના થડ પર બેસીને ચણા ખાવા લાગ્યો તેના હાથમાંથી એક ચણો ઝાડની તીરાડમાં ભરાઈ ગયો. છોકરો થડ પાસે ચણો માંગવા લાગ્યો.
છોકરો- લાકડા લાકડા ચણો આપ,લાકડું કહે નહિ આપું. છોકરો સુથાર પાસે ગયો.
છોકરો- સુથાર સુથાર લાકડું કાપ,સુથાર કહે નહિ કાપું.છોકરો રાજા પાસે ગયો.
છોકરો- રાજા રાજા સુથારને દંડ કરો,રાજા કહે નહિ કરું.છોકરો રાણી પાસે ગયો.
છોકરો- રાણી રાણી રાજાથી રીસા,રાણી કહે નહિ રીસાઊં.છોકરો ઊંદર પાસે ગયો.
છોકરો- ઊંદર ઊંદર રાણીનાં કપડાં કાપ,ઊંદર કહે નહિ કાપું.છોકરો બિલ્લી પાસે ગયો.
છોકરો- બિલ્લી બિલ્લી ઊંદરને માર,બિલ્લી કહે નહિ મારું.છોકરો કૂતરા પાસે ગયો.
છોકરો- કૂતરા કૂતરા તું બિલ્લીને માર,કૂતરો કહે નહિ મારું.છોકરો ધોકા પાસે ગયો.
છોકરો- ધોકા ધોકા તું કૂતરાન માર,ધોકો કહે નહિ મારું.છોકરો અગ્નિ પાસે ગયો.
છોકરો- અગ્નિ અગ્નિ તું ધોકાને બાળ,ાગ્નિ કહે નહિ બાળું.છોકરો દરિયા પાસે ગયો.
છોકરો- દરિયા દરિયા તું અગ્નિને હોલવ, દરિયો કહે નહિ હોલવું.છોકરો હાથી પાસે ગયો.
છોકરો- હાથી હાથી તું દરિયો ડહોળ, દરિયો કહે નહિ ડહોળું.
છોકરો રડવા લાગ્યો. કોઇ મને મદદ નથી કરતું.ત્યાં એક કીડી આવી ને તેને પુછવા લાગી.છોકરાની વાત સાંભળીને કીડી કહે હું તને મદદ કરીશ.છોકરો કહે આટલાં મોટાં લોકોએ મારી મદદ ના કરી ને તું નાનકડી કીડી મને કઈ રીતે મદદ કરીશ? કીડી કહે દેખ મારી કમાલ!
કીડી ચાલતાં ચાલતાં હાથીના કાનમાં પેસી ગઈ.
હાથી- મારા કાનમાં કોઇ પેસશો નહિ, હું દરિયાને ડહોળું છું.
દરિયો- મને કોઇ ડહોળશો નહિ, હું અગ્નિને હોલવું છું.
અગ્નિ- મને કોઇ હોલવશો નહિ, હું ધોકો બાળું છું.
ધોકો- મને કોઇ બાળશો નહિ, હું કૂતરાને મારું છું.
કૂતરો- મને કોઇ મારશો નહિ, હું બિલ્લીને મારું છું.
બિલ્લી- મને કોઇ મારશો નહિ, હું ઊંદરને મારું છું.
ઊંદર- મને કોઇ મારશો નહિ, હું રાણીનાં કપડાં કાપું છું.
રાણી- મારાં કપડાં કોઇ કાપશો નહિ, હું રાજાથી રીસાઊં છું.
રાજા- મારાથી કોઇ રીસાશો નહિ, હું સુથારને દંડ કરું છું.
સુથાર- મને કોઇ દંડ કરશો નહિ, હું થડને કાપું છું.
થડ - મને કોઇ કાપશો નહિ, હું ચણો આપું છું.
છોકરાને એનો ચણો મળી ગયો ને છોકરો ચાલતો થયો.
મોટા માણસોથી જે ના થાય તે કામ નાનો માણસ પણ કરી શકે છે.દરેક વસ્તુમાં કંઈક કરવાન તાકાત હોય છે.દરેકનું કંઈક મૂલ્ય હોય છે.
અહમની સરહદોમાંથી નીકળવું ખૂબ અઘરું છે
અને સંગમના પાણી જેમ મળવું ખૂબ અઘરું છે
કોઈ મહેણું નહીં મારે કે મેં કોશિશ નથી કીધી
હું જાણું છું કે પત્થરનું પીગળવું ખૂબ અઘરું છે
હું જઈ એકાંતમાં બેઠો છતાંયે ફેર ન પડ્યો
જગતની ભીડમાં તો ખુદને મળવું ખૂબ અઘરું છે
ખુદાનું નામ લઈ આગળ વધો કેડી મરણની છે
જીવન પંથે અહીંથી પાછા વળવું ખૂબ અઘરું છે
ફરી દુર્ઘટના જેવો "રાઝ" આ મારો દિવસ ઉગ્યો
સૂરજની જેમ ધીમે ધીમે ઢળવું ખૂબ અઘરું છે.
આજે હું છું,કાલે મારી યાદો હશે...
જ્યારે હું નહી હોઉં,તો મારી વાતો હશે...
જો ફેરવશો આ પાનાં જીંદગીનાં તો,
કદાચ આપની આંખોમાં પાણી હશે!
આનાથીું GMail ગુજરાતીમાં દેખાશે.
એક વાર પ્રયત્ન કરી જોજો,કદાચ તમને ફાવી જાય્!
આ બતાવે છે કે આપણી ભાષા કેટલી પ્રચલિત છે.સાચી વાત કે નહી?
આ કવિતા ચિરાયુભાઈએ લખી છે.એમના બદલે હું લખી રહ્યો છું.
ઘણું શિખવી જાય છે આ જિંદગી,
હસાવી રડાવી જાય છે આ જિંદગી.
જીવાય એટલી જીવી લ્યો કારણકે...
ઘણું બધું બાકી રહે છે...
અને પતી જાય છે આ જિંદગી!
આજે એક નવું widget મુક્યું છે, જેમાં તમે આપેલાં પ્રતિભાવ ઉતરતાં ક્રમમાં દેખાશે. એટ્લે કે સૌથી છેલ્લે આપેલી comment સૌથી પહેલાં આવશે. જે તમને બરોબર ખ્યાલ રહેશે કે અહી શું વાતચીત થઈ રહી છે.
અને હા, અમે રોજ કંઈક નવું ઉમેરવાનો પ્રયત્ન જરૂરથી કરશું, પણ જો તમને કંઈક વિચાર આવે તો અમને જરૂરથી જણાવશો. જેથી અમારા પ્રયત્નો વધુ સારા થઈ શકે.:)
પાર્થ.
"આવ રે વરસાદ,ઢેબરીયો પરસાદ...ઉની ઉની રોટલી ને કારેલાનું શાક!"
"વાદળી વાદળી વરસ વરસ,અમને લાગી તરસ તરસ!"
હુ હમણાં મહારાષ્ટ્ર ગયો હતો. ત્યાં રાજ ઠાકરેની ઝુંબેશ જોરદાર ચાલે છે એ તો બધાને ખબર જ છે.
અને ત્યાંજ નહિ, તમે ભારતના કોઇ પણ રાજ્ય માં જાઓ, ત્યાં તમારી દાદાગીરી નહિ ચાલે. અને ગુજરાત મા? છે અહી એવુ? ના. અહી તો કોઇ પણ બિન-ગુજરાતી તમારી જોડે બબાલ કરશે, કેમ? કેમ કે એને ખબર છે કે કોઇ વચ્ચે નહી પડે.
આપણે જ એક બીજાને મદદ નહી કરીએ, તો કોઇ પણ આપણને હેરાન કરશે. આપણે કાઈ દાદાગીરી નથી કરવાની, પણ કોઇ ખોટી રીતે હેરાન કરે, એ પણ તમારા ઘરમાં આવીને , તો એ થોડું જ સહન કરાય?
મહારાષ્ટ્માં જે થાય છે તે બરોબર જ છે.અને ગુજરાતમાં પણ થવું જ જોઈએ, જે થી લોકો બીજા પ્રદેશો માં જઈને તંગ સ્થિતી પેદા ના કરે.
તમે ગુજરાત સિવાય ના કોઇ પણ રાજ્ય માં જુઓ, તો બધે એવું જ છે. અને ગુજરાતી ને બધા એના ઘરમાં પણ હેરાન કરી જાય છે. આવું ક્યાં સુધી ચાલશે?
તમને નથી લાગતું, કે આપણે પણ કોઇ ઝુંબેશ શરુ કરવી જોઇએ?
'ગુજરાત બચાવો આંદોલન' કે એવું કઈક? જે ખરેખર રક્ષણ માટે હોય, નહી કે ગુંડાગર્દી માટે.
હતા દિવાનગી ઉપર સમજદારીના પડદાઓ
તને પુછી રહ્યો છુ હું તને મળવાના રસ્તાઓ
બધો આધાર છે એના જતી વેળાના જોવા
પરમિલનમાંથી નથી મળતા મહોબતના
પુરાવાઓ જીવન પુરતી નથી હોતી મુકદરની સમસ્યાઓ
મરણની બાદ પણ બાકી રહી ગઈ હસ્તરેખાઓ
જિંદગીએ મને શીખવ્યું છે કે તક મળે ત્યારે બીજાઓની સેવા કરવી, કોઈનું બૂરું ન કરવું, બીજાઓના ભોગે કંઈ પણ મેળવવું નહિ અને જરૂર પડ્યે બીજાઓને થતી હાનિ કે ઈજા અટકાવવા જાતે હાનિ કે ઈજા વહોરી લેવાં તેમાં જ મૂળભૂત ધર્મનો સમાવેશ થાય છે.-
મોરારજી દેસાઈ
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
"એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ...
એ કેશ ગૂંથે અને બન્ધાય ગઝલ....
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા....
એ અંગ મરોડે અને વળખાય ગઝલ...."
કેટલું સુંદર રીતે લખ્યું છે? એ કોણ હશે જેને જોઇને આટલી સરસ ગઝલ લખાઇ હશે? આદીલે જે લખ્યુ છે કંઈ? આંખોથી લઈ એના અંગ સુધી ફક્ત ચાર પંક્તિમા રજુઆત કરવી એ જ ખૂબ સુંદર બાબત છે.
એની મુલાકાતને ન ભૂલી શકવાને કારણે તે પવનમાં પણ તેની મહેક મહેસુસ કરે છે.
આ ગઝલ જો દીલથી સાંભળો...અને જો તમારા દીલમા કોઈ માટે લાગણી હોય...તો તમને કવિની ઉર્મિઓનો ખ્યાલ આવશે...
જીન્દગી જાણે કૅટલા વણાંક આપે છે!
દરેક વણાંક પર નવા સવાલ આપે છે,
શોધતા રહીયે આપણે જવાબ જીન્દગી ભર,
જવાબ મળે તો જીન્દગી સવાલ બદલી નાંખે છે!
સપના નહી પણ તમારો વીચાર આપજો,
તમારા મા એક થૈ શકે તે પ્રેમ આપજો.
હુ એક નહિ પણ અનેક જન્મ જીવી લૈશ,
જીદગી મા એક વાર તમારો વીશ્વાસ આપજો.
દિલ આપતા તમોને આપી દીધુ,
પામતા પાછું, અમે માપી લીધુ.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું,
છતાંચારે તરફથી કેટલું કાપી લીધુ...
સબધો ના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતુ,
એમા જોડણી ની ભુલ કોઇ શોધી નથી શક્તુ.
ખુબ સરળ હોય છે વાકય રચના એની,
છતા પણ એમા પુરણવીરામ કોઇ મુકી નથી શકતુ.
તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા............
મળ્યા નથી આપણે કદી,
પણ મળ્યા હોય તેવું લાગે છે.
તને જોયા વગર પણ,
જોઈ હોય તેવું લાગે છે.
નથી સંબંધ આપણી વચ્ચે છતાં,
ગાઢ સંબંધ જેવું લાગે છે.
તું છે દૂર દૂર ઘણી છતાં,
પાસ હોય તેવું લાગે છે.
મારા મનમાં આ તારા વિચારો
યાદો જ તારી લાગે છે.
આ જે કંઈ પણ છે આપણી વચ્ચે,
મને તો પ્રેમ જેવું લાગે છે.
તને શું લાગે છે ???
આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે….
લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો
આગને કોણ સળગતી રાખે
શહેરનાં શે'ર બળે છે રોકો
ક્યાં સુધી ચાઅશે અંધાધૂંધી
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો
ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો
શબની પેટીથી મતોની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો
છે ઈમારત પડું પડું 'આદિલ'
મૂળ આધાર ખસે છે રોકો
માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો.
માનવના થઈ શક્યો તો...
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો.
માનવના થઈ શક્યો તો....
વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
માનવના થઈ શક્યો તો....
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો.
માનવના થઈ શક્યો તો....
છે આજ મારા હાથમાં મહેંન્દી ભરેલા હાથ
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
માનવના થઈ શક્યો તો...
આદિલના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો.
માનવના થઈ શક્યો તો....આદિલ મન્સુરી
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં 'આદિલ',
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
રાત મેં એક વિતાવી હતી ખાલી ઘરમાં
ખૂણે ખૂણાના પ્રસંગો મને ભરપૂર મળ્યા
સૈફ પાલનપુરી
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.
એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.
એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.-
મરીઝ
રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ બીજા તો બધા ઠીક છે,
આવ્યો ન ખુદા યાદઆ દર્દ મહોબતનું જે હરગિઝ નથી મટતું
ઉપરથી મજા એ કે મને એની દવા યાદમન દઇને ‘મરીઝ’
એ હવે કંઇ પણ નથી કહેતાંસૌ મારા ગુનાની મને રહેશે સજા યાદ
‘મરીઝ’
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.
એના ઈશારા રમ્ય છે,
પણ એનું શું કરું-રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે !
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.
‘મરીઝ’
રંગમાં આવીને એવો રંગ લાવી જાઉં છું,
ગુલ કદી ખીલ્યાં ન હો એવાં ખિલાવી જાઉં છું.
મૌનમાં ક્યારેક વાતો કંઇ સુણાવી જાઉં છું,
વાતમાં કયારેક મર્મો કંઇ છુપાવી જાઉં છું.
ગૌણ છે મારી નજરમાં મિત્રના અવગુણ બધા,
પુષ્પ નજદીક હું કંટક હટાવી જાઉં છું.
તુજ મિલનમાં પણ ખરે મુજને મજા મળતી નથી,
એ જુદી છે વાત કે મનને મનાવી જાઉં છું.
હે જીવન-કડવાશ, મુજને તું નહી મારી શકે!
ઝેર જેવા ઝેરને પણ હું પચાવી જાઉં છું.
કોણ કે’છે ભાન કંઇ રહેતુ નથી પીધા પછી?
બા’ર પીને હું બરાબર ઘેર આવી જાઉં છું.
કાલ ‘ઘાયલ’, છેહ દેવાના મને તેઓ જરૂર.
આજ તો જો કે ઘણા મિત્રો બનાવી જાઉં છું.
ખુશ્બૂ મા ખીલેલા ફુલ હતા ઊર્મિ મા ડૂબેલા જામ હતા,
શુ આંસુનો ભુતકાળ હતો શુ આંસુના પણ નામ હતા.
થોડીક શિકાયત કરવી તી થોડાક ખુલાસા કરવાતા,
એ મોત જરા રોકાઈ જતે બેચાર મને પણ કામ હતા.
હું ચાંદની રાતે નિકળ્યો તો મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝીલ પણ મશહુર હતી કંઈ રસ્તા પણ બદનામ હતા.
જીવનની સમી સાંજે મારે જખ્મો ની યાદી જૉ વી'તી,
બહુ ઓછા પાના શક્યો બહુ અંગત અંગત નામ હતા.
પેલા ખૂણે બેઠા એ 'સૈફ' છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતૉ ને કેવા રમતારામ હતા!
~~સૈફ પાલનપુરી~~