માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો.
માનવના થઈ શક્યો તો...
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો.
માનવના થઈ શક્યો તો....
વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
માનવના થઈ શક્યો તો....
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો.
માનવના થઈ શક્યો તો....
છે આજ મારા હાથમાં મહેંન્દી ભરેલા હાથ
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
માનવના થઈ શક્યો તો...
આદિલના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો.
માનવના થઈ શક્યો તો....આદિલ મન્સુરી
સૌથી સુંદર...
ReplyDelete"છે આજ મારા હાથમાં મહેંન્દી ભરેલા હાથ
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. "
આ શેરનો અર્થ બહુ સરસ લીધો છે. એક દમ સાદી રીતે...
ખુબ આભાર.