Tuesday, September 16, 2008

30 દિવસમાં તંદુરસ્તી

30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે.


* ચિંતા કરવી છોડી દો - માનસિક શાંતિ હરી લે છે.

* ઈર્ષા ન કરો - સમય અને શક્તિનો વ્યય થાય છે.

* તમારી મર્યાદાનો સ્વીકાર કરો - આપણે બધા જ મહાન નથી બની શકતા.

* લોકોમાં વિશ્વાસ રાખો - તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.

* પુસ્તક વાંચો - તમારી કલ્પના શક્તિ વધશે.

* સારો શોખ કેળવો - તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

* થોડો સમય એકાંતમાં ગાળો - તમારું દુઃખ હળવું થશે.

* એક અંતરંગ મિત્ર બનાવો - જે તમારા દુઃખમાં સહભાગી થશે.

* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો - તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો - તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

* વડિલોનો આદર કરો - એક દિવસ તમારો પણ આવશે.

* ખુશ મિજાજ રહો - એને ગુમાવવો મોંઘો પડે છે.

* પોતાની જાતને ઓળખો - એ તમારી અંદર છે.

* સુખની પાછળ દોટ ન મૂકો - એ તમારી પાસે જ છે.

* સમય ન વેડફો - મહામૂલી જણસ છે.

* અંધકારથી નિરાશ ન થશો - બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.

* દરેકને પ્રેમ કરો - તમને બમણો પ્રેમ મળશે.

* શ્રદ્ધા રાખો - તમે બધું જ કરી શકો છો.

* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો - ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.

* વ્યવહારુ બનો - સુખનો રાજમાર્ગ છે.

* ગુસ્સો સંયમિત કરો - એ ભયાનક બને છે.

* મૃદુભાષી બનો - દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.

* ઊંચું વિચારો - ઉન્નતિના શિખરે લઈ જશે.

* અથાક પરિશ્રમ કરો - મહાન બનવાનો કિમિયો છે.

* સર્જનાત્મક બનો - મુખાકૃતિ સુંદર લાગશે.

* હસતા રહો - પડકારનું તકમાં રૂપાંતર થશે.

* તમારી ભાષા પર કાબૂ રાખો - તમારા ચારિત્ર્યનું દર્પણ છે.

* ભય ન રાખો - ઈશ્વર હંમેશા સાથે જ છે.

* રોજ ચિંતન કરો - આત્માનો ખોરાક છે.

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

"The Greatest Attitude Of All Is GRATITUDE."
-Dadaji

2 comments:

  1. કોની રચના છે?

    ઘણા બ્લોગરોએ પોતાના નામે પોતાના બ્લોગ પર પ્રસિદ્ધ કરી છે!

    ReplyDelete
  2. વિનયભાઈ, આપણે પહેલા પણ એક વાર વાત થઇ જ ચૂકી છે તેમ, કે એવા મિત્રો કે જેઓ ફક્ત સારી વસ્તુઓ અહીં ભેગી કરવા માંગે છે તેઓ તમારું લખાણ અહીં મુકે છે.એટલે એમની લાગણી એને પોતાની રચના તરીકે મુકવાની હોતી નથી. માટે તમે એવું ન લગાડતા..
    જો એવું થાય તો તમે કોમેન્ટમાં તમારી લીનક મને મોકલશો જેથી કરીને હું એને અહી મૂકી શકું.
    http://wegujarati.blogspot.com/2009/07/blog-post.હ્ત્મ્લ પર આપણે એક વાર તમારા લેખની લીનક મૂકી જ ચૂક્યા છીએ...

    ReplyDelete