હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને હું બેઠો છું જીવનના કારમા ઘાવો,
ગમે ત્યારે ફાટી જાઉં એ જવાળામુખી છું હું.
- શેખાદમ આબુવાલા
Showing posts with label શેખાદમ આબુવાલા. Show all posts
Showing posts with label શેખાદમ આબુવાલા. Show all posts
Friday, July 9, 2010
પડદો પડી ગયો
કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
-શેખાદમ આબુવાલા
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
-શેખાદમ આબુવાલા
ચાહું છું મારી જાતને
હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને
કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને
હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને
ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને
- શેખાદમ આબુવાલા
Thursday, May 8, 2008
મોત નુ બંધન - શેખાદમ આબુવાલા
મોત નુ બંધન છતાં, કરતો રહ્યો છે માનવી
જિંદગી માવજત, આદમથી શેખાદમ સુધી
~~શેખાદમ આબુવાલા~~
જિંદગી માવજત, આદમથી શેખાદમ સુધી
~~શેખાદમ આબુવાલા~~
કેવો તું કીમતી હતો - શેખાદમ આબુવાલા
કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો,
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો,
ગાંધી, તને ખબર છે કે તારું થયુ છે શું ?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો!
~~શેખાદમ આબુવાલા~~
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો,
ગાંધી, તને ખબર છે કે તારું થયુ છે શું ?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો!
~~શેખાદમ આબુવાલા~~
Subscribe to:
Posts (Atom)