Showing posts with label આદિલ મન્સૂરી. Show all posts
Showing posts with label આદિલ મન્સૂરી. Show all posts

Thursday, July 22, 2010

માણસો

મોટા નગર ના માણસો
ચહેરા વગરના માણસો

હેતુ વગરની ભીડમાં
કારણ વગર ના માણાસો

જાણે ન ઓળખતા મને
મારા જ ઘરના માણસો

અખબાર આખુ વાચતા
વાસી ખબર ના માણસો

રણ-રેત માં ડુબી ગયા
પાણીવગર ના માણસો

પાકી સડકની શોધ મા
કાચી કબરના માણસો

- આદિલ

Friday, July 9, 2010

સુવાક્ય

વળાવવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે

- આદિલ મન્સુરી

Friday, November 7, 2008

આદિલ મન્સૂરી સાહેબનું દુ:ખદ નિધન

ગુજરાતી ગઝલના શિરમોર સમા ગઝલકાર આદરણીય આદિલ મન્સૂરી સાહેબનું થોડા કલાકો પહેલાં ન્યુજર્સી ખાતે દુ:ખદ નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ગઝલક્ષેત્રે ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ શ્રી 72 વર્ષના હતાં. અલ્લાહ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં 'આદિલ',
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

Monday, June 2, 2008

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે...

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,

ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,

તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.


આ જ ગઝલમા મનહર ભાઇએ ગાયેલો શેર રજુ કરું છું,જે રવિશના પ્રયત્નને વધુ સારો બનાવશે...

"એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ...

એ કેશ ગૂંથે અને બન્ધાય ગઝલ....

કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા....

એ અંગ મરોડે અને વળખાય ગઝલ...."


કેટલું સુંદર રીતે લખ્યું છે? એ કોણ હશે જેને જોઇને આટલી સરસ ગઝલ લખાઇ હશે? આદીલે જે લખ્યુ છે કંઈ? આંખોથી લઈ એના અંગ સુધી ફક્ત ચાર પંક્તિમા રજુઆત કરવી એ જ ખૂબ સુંદર બાબત છે.

એની મુલાકાતને ન ભૂલી શકવાને કારણે તે પવનમાં પણ તેની મહેક મહેસુસ કરે છે.
આ ગઝલ જો દીલથી સાંભળો...અને જો તમારા દીલમા કોઈ માટે લાગણી હોય...તો તમને કવિની ઉર્મિઓનો ખ્યાલ આવશે...

Tuesday, May 13, 2008

આપનું મુખ જોઇ મનમાં થાય છે,

આપનું મુખ જોઇ મનમાં થાય છે,

ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.

આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,

આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,

આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવાતે છતાંયે

ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,

ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

‘આદિલ’

Thursday, May 8, 2008

લોહીની નદીઓ વહે છે રોકો...

લોહીની નદીઓ વહે છે રોકો

રોજ નિર્દોષ મરે છે રોકો

આગને કોણ સળગતી રાખે

શહેરનાં શે'ર બળે છે રોકો

ક્યાં સુધી ચાઅશે અંધાધૂંધી

પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો

ન્યાય ને રક્ષા કરી જે ન શકે

ભાષણો કેમ કરે છે રોકો

શબની પેટીથી મતોની પેટી

કોઈ સરખાવ્યા કરે છે રોકો

છે ઈમારત પડું પડું 'આદિલ'

મૂળ આધાર ખસે છે રોકો

માનવના થઈ શક્યો તો....આદિલ મન્સુરી

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો

જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો.

માનવના થઈ શક્યો તો...

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા

મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો.

માનવના થઈ શક્યો તો....

વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા

સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

માનવના થઈ શક્યો તો....

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા

મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો.

માનવના થઈ શક્યો તો....

છે આજ મારા હાથમાં મહેંન્દી ભરેલા હાથ

મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

માનવના થઈ શક્યો તો...

આદિલના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું

ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો.

માનવના થઈ શક્યો તો....આદિલ મન્સુરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે...

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,

પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,

આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,

પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,

પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,

ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં 'આદિલ',

અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે