Showing posts with label શાયરી. Show all posts
Showing posts with label શાયરી. Show all posts

Friday, July 30, 2010

હેતને ન હોય કોઈ હેતુ ...

હેતને ન હોય કોઈ હેતુ

સંબંધના બાંધવાના હોય સદા સેતુ

મનની મહોલાત બધી છલકાવી દઈએ

થાય પછી લાગણીની લહાણ

મબલખ આ માનવીના મેળામાં

કોઈ રહે, કોઈથી ન છેટું – સુન્દરમ

Thursday, July 22, 2010

મજાના મુક્તકો

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એ લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ
આંસુમાં ગરીબોના નમક શોધે છે

- મરીઝ
____________________________________

પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી
ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી
મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો
બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી

- નાદાન
____________________________________

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

- સુરેન ઠાકર ‘મેહુલ’

——————————————

દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

- કૈલાસ પંડિત

Friday, July 16, 2010

ઘરના નાકે વિતાવેલી ...

ઘરના નાકે વિતાવેલી હર સાંજ યાદ આવે છે,
એ ગુજરેલ લમ્હોની દિવસ-રાત યાદ આવે છે.
જુવાનીમાં પહેલાં પગલાં અને એ ઘેલા દિવસોની,
એકમેકને કહેવા તત્પર હતા જે, બધી વાત યાદ આવે છે.
દેશ છોડીને યારોથી દૂર ચાલ્યો તો જે દિન,
એરપોર્ટ પરની એ આખર મુલાકાત યાદ આવે.....
આભાર, સની મેહતા.

સુપ્રભાત - માણસ.., ફૂલને ખબર નથી.., વધુ પડતી પ્રશંસા... અને જીન્દગી ...

"દર વખતે પોતે ભૂલ કરીને શીખવું નકામું છે... બીજાની ભૂલો પરથી શીખે તે જ માણસ..."

"ફૂલને ખબર નથી... એની જવાનીને ચૂંટવા બેઠા છે કંઈક ભમરો...
તને ખ્યાલ નથી હે પુષ્પ.. વાસના અને કટુતાથી ભરેલી છે એમની નજરો..."

"વધુ પડતી પ્રશંસા અને વધુ પડતી માવજત શંકા પ્રેરવી જોઈએ.."

"પડી પડીને ચડે એનું જ નામ જીન્દગી ...બાકી તૈયાર પગથીયા પર ચડવું તો બધાને
આવડે છે..."

Thursday, July 15, 2010

મે ટેન્શન મુકત થવા ...

મે ટેન્શન મુકત થવા રેડવાઇન પીધો
મગજ નુ ટેન્શન હ્રદય તરફ વળ્યુ
મે ટેન્શન મુકત થવા ધુમ્રપાન કીધુ
ધુમાડા બહાર નીકળ્યા અંદર કઇક બળ્યુ
મે ટેન્શન મુકત પ્રેમ પ્રયોગ કીધો
...પ્રેમ મા મન વાસના તરફ ઢ્ળ્યુ
મે ટેન્શન મુકત થવા વ્રત તપ કર્યા
તાણ મુકત થવા એક તપ ના ફળ્યુ
મે ટેન્શન મુકત યોગ પ્રાણાયમ કીધા
ટેન્શન ન ઘટ્યુ આખુ શરીર ગળ્યુ
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

પરસ્પર પ્રેમ ના ગુણાકારથી ...

પરસ્પર પ્રેમ ના ગુણાકારથી પ્રેમ બેવડાય છે ?
કે ગેર સમજણ ના સરવાળા થી પ્રેમ ગુચવાય છે
શંકા કુશંકાની નિશાની થી જીવન નથી પૂરું થતું
હરક્ષણે ભય ના ભાંગાકા થી કાળજે શુળ ભોંકાય છે
ચાલ, પ્રેમ સંબંધોનું કોઇ અંક ગણિત શોધીએ
...કે, હ્ર્દય માથી પ્રેમ ની બાદબાકીથી શુ થાય છે
સ્વાર્થ ના બીજગણિત થી સંબંધ તૂટી જતા વાર શી
મિત્રતાના અપુર્ણાક પછી દુશ્મની સુધી લંબાય છે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Friday, July 9, 2010

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

ચાહું છું મારી જાતને

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

- શેખાદમ આબુવાલા

મારા મનમાં તારી જ તસ્વીર છે ...

મારા મનમાં તારી જ તસ્વીર છે...અને મારી આત્મામાં તારી જ કસર...
એક દિવસ તો ઉપરવાળો એ જોશે...આપણા પ્રેમની અસર...

થોડાક સુવાક્યો, શાયરીઓ અને કવિતાના કટકાઓ...

"જ્ઞાની પુરુષના ગયા પછી હમેશા જુદા જુદા પંથ પડી જાય છે!"

"ભલે આજે અમે તમારી આંખોમા કાંટાની જેમ ચુભતા
કાલે અમે જ તમારી આંખોમા ફુલોની જેમ ખીલી જઇશુ!"

"ન અવગણશો તમારા આ દિવાનાને પાગલ પ્રેમી સમજીને,
અમે કંઇક દરિયાને ડાહ્યા બનાવ્યા છે એક કાકરીના ચાળાથી!"

"બીજાના અશ્રુની કિંમત શુ જાણશો ?
જ્યાં સુધી તમારી આંખોમાંથી અશ્રુનીનદી નિરાશાના સાગરમા ભળે નહી?"

"જો તારાથી કોઇ સુંદર હશે તો તે પ્રેમ હશે..
અને ના માને તેને સુંદરતા પર વ્હેમ હશે!"

"કોણે કીધું દુઃખની ભાષા રુદન છે, એ મારું હસવું પણ હોઇ શકે ..
‘નભ-ધરા’ તમારા માટે કવિતાના શબ્દો છે, કોઈકનું તે ‘ઘર’ પણ હોઈ શકે!"

"પ્રેમ થી પ્રેમ પુષ્પ બને છે.અને તેનો પુષ્પરસ દુર સુધી ફેલાય છે."

"ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,
ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે"

Thursday, July 8, 2010

મારી યાદોની ગુંજ તને ...

મારી યાદોની ગુંજ તને આવતા જન્મમાં પણ સંભળાશે.
નથી મારી કિસ્મતમાં તારી કિસ્મતની એ લકીર.

ભલે મળીશુ આપણે આ જન્મારા પુરા થયા પછી,
તારી યાદોની યાદીની ટિપણ બની છે લાંબી....

સ્વર્ગમાં પણ આપને ક્યાં સુખ ચેન મળે કયાંથી,
ત્યાં પણ હશે અનેક કિસ્મતના ફુટેલાનૉ જમાવડૉ.

ઈશ્વર સાથે હું પણ લડીશ બસ તારો સાથ જરૂરી,
માંગી લઇશ હું તને બેસીને ઉપવાસી છાવણીમાં.

પછી હું પણ જોઇશ કે મારો પ્રેમ સાચો કે ઇશ્વર,
રામનાં નામે જિંદગી જીવી ગાંધીની અસર કેટલી.

ગાંધી ચીંધ્યા માર્ગની અસર કેવી જોઇ લઇશું
ઇશ્વર સામેની અહીંસક લડતની લડાઇ થકી.

ભલે આ જન્મમાં મારી ન બની શકી તું,
આવતા જન્મની આઝાદીનો સુરજ જોઇ શકીશું.

નરેશ કે. ડૉડીયા

Wednesday, June 23, 2010

હાઈકોર્ટના જજની ગાડી...

એક હતી હાઈકોર્ટના જજની ગાડી... એને હતી બહુ જ આળ-પંપાળ...

માથે લાલ લોટો... અને આગળ-પાછળ હોદ્દાનું લખાણ...

રોડ ક્રોસ કરવામાં પડતી'તી બહુ જ તકલીફ...એ હતી ખાસ અને બીજા બધા 'આમ'...

માટે એના આવવા-જવાના સમયે...ઊભી રખાતી ગાડીઓ તમામ...

રોડ પર બનાવવામાં આવ્યા કંઈ કેટલાયે પાળિયા...'હાઈવે' તો રહ્યું માત્ર નામ...

સદીઓથી ચાલતાં હતાં કેટલાંયે શટલિયાં ગેરકાયદે અહીં...એને ક્યાં પડી'તી કાંઈ!

એક દી ઘટના એવી થઈ...શટલીયાએ એને હારે થઈને બકી ભરી...

ત્યારે એને ભાન થયું... કે, "મારે આવું થયું તો ના જ ચાલે"...

નામે કાયદા અને સેફટીના...મારી શટલીયાના પેટે થોડા દી માટે લાત...

એસ. ટી. વાળા મન ફાવે તેમ કરે... મુસાફરો તો બસ... રઝળ્યા કરે...

'ક' મને પણ.. શટલીયામાં... મજબૂરીના માર્યા ફરે...

કંઈ કેટલાયે ગેલન ને લીટર વેડફાય છે આ પાળિયાઓની જોહુકમીથી...

ઊલટાનાં એની આગળ પાછાં બેંકોની જાહેરાત વાળાં રસ્તો સાંકડો કરતાં લોઢાંનાં પાટિયાં...

પણ એ ગાડીને ક્યાં પડી છે...'આપણે તો ઘી કેળાં ને ભજીયાં'...

પારકા પૈસે દીવાળી ને પ્રજાની મહેનતની થાય હોળી...

Wednesday, June 16, 2010

વનિતા વનમાળીને કહે ...

વનિતા વનમાળીને કહે છે, સાંભળો છો ! તમને મારી સુંદરતા વધારે ગમે છે કે... મારું સુડોળ શરીર ?
વનમાળી કહે , મને... તારી... આ મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે... !
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Saturday, June 5, 2010

તારા મૌનમા પણ તારા પ્રેમના ...

તારા મૌનમા પણ તારા પ્રેમના દર્શન થાય છે,
કેમકે પ્રેમમા હંમેશા મૌનનો અર્થ રજામંદી થાય છે.

Friday, June 4, 2010

હુ ઈંતજારમા અને તમે ...

હુ ઈંતજારમા અને તમે છો વિચાર મા.......
આ તો છે શરૂઆત હજી... કંઈ આખર પ્રલય નથી.......
તમને સમય નથી અને મારો સમય નથી
કોણે કહ્યુ કે આપણી વચ્ચે પ્રણય નથી!

બને તો એમને કહેજો ...

બને તો એમને કહેજો ખુશ્બૂ મ્યાનમાં રાખે,
બગીચામાં હમણાં બધા ફૂલોની ઘાત ચાલે છે...

Thursday, June 3, 2010

ભૂલવાનું એ વચન ...

ભૂલવાનું એ વચન, કેમ કરી ભૂલું સજન ?!

દર્દ આપો તો ...

દર્દ આપો તો એની દવા પણ આપજો,
ભુલોની અમારી સજા પણ આપજો,
આંખોમાં આંશુ માટે જગા પણ આપજો,
અને આંશુ વહેતો એને વેહવાની રજા પણ આપજો!

Wednesday, June 2, 2010

દરેક યાદ નો અર્થ ..

દરેક યાદ નો અર્થ ઈન્તેજાર નથી હોતો..
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો...
આ તો સંજોગો મજબૂર કરે છે માનવી ને...
બાકી દરેક "ના" નો અર્થ “ના” નથી હોતો!

Tuesday, June 1, 2010

પ્રેમમાં ખેંચાણ છે ...

પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
કંઈક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે
છુટવા માટે હજી દેખાય છે રસ્તા મને
હું તને જોતો તો દુનિયાને પછી જોતે નહીં
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને
થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને
હાથમાં આવી ગયું તું એમનું આખું જીવન
હું તો ગાફિલ નહીં દેખાયા એ મોકા મને
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને