Showing posts with label મરીઝ. Show all posts
Showing posts with label મરીઝ. Show all posts

Friday, December 24, 2010

ભુલ નિક્ળી

કાઇ પણ નથી લખાણ છ્તા ભુલ નિક્ળી,

કેવી વિચીત્ર પ્રેમ ની કોરી કીતાબ છે.

Mariz

Thursday, July 22, 2010

ખરાબ છે

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે.
લાગે મને કે જગમાં બધા કામયાબ છે.

એમાં જો કોઈ ભાગ ન લે મારી શી કસૂર?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.

- મરીઝ

Friday, July 9, 2010

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

Tuesday, June 1, 2010

પ્રેમમાં ખેંચાણ છે ...

પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
કંઈક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે
છુટવા માટે હજી દેખાય છે રસ્તા મને
હું તને જોતો તો દુનિયાને પછી જોતે નહીં
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને
થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને
હાથમાં આવી ગયું તું એમનું આખું જીવન
હું તો ગાફિલ નહીં દેખાયા એ મોકા મને
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને

મરીઝ - ગઝલની એક એવી મસ્જિદ...

મરીઝ ને કોણ નથી ઓળખતું? ઘણા દિવસે આ લેખ વાંચ્યો અને થયું કે તમને પણ જણાવું.

આ મોહબ્બત છે કે એની દયા કહેતા નથી
એક મુદત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી
જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી
લ્યો, નવાઈ આપની શંકા સુધી પહોંચી ગઈ
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી
એને તું સંયમ કહે, તારી કૃપા, કિંતુ અમે
મનમાં નબળાઈ છે તેથી દુર્દશા કહેતા નથી
એ જ લોકો થઈ શકે છે મહેફિલની આબરૂ
જેઓ વેરાનીને પણ સૂની જગ્યા કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી

મૂળ નામ અબ્બાસ વાસી. લોકો ઓળખે ‘મરીઝ’ને નામે. મરીઝ ગઝલની એક એવી મસ્જિદ છે કે જ્યાં તમામ ગઝલકારોને નમાજ પઢવાનું મન થાય. એ એક એવી પ્રતીતિ આપે છે કે એ ગઝલ લખતાં નહીં પણ જાણે કે ગઝલ કહે છે. ઉપરછલ્લી રીતે તદ્દન સરળ લાગે પણ કોઈ ગહન અર્થ લીલની જેમ લપાઈને બેઠો હોય.

મુશાયરામાં મરીઝને ચિક્કાર દાદ મળતી. એમના પઠનના કારણે નહીં પણ એમની ગઝલમાં શિખરની ઊંચાઈ અને ખીણના ઊંડાણને કારણે. શ્રોતાઓ અદબથી એમની ગઝલ સાંભળતા. સ્વભાવે બાળક જેવા સરળ. ગઝલ લખતાં જ એટલું નહીં કેટલાકને લખી આપતા એ જાણીતી વાત છે.

વધુ વાંચો @ દિવ્યભાસ્કર

Tuesday, May 13, 2008

બસ દુર્દશા નો

બસ દુર્દશા નો એટલો આભાર હોય છે,
જે ને મળુ છુ, એ મુજ થી સમજદાર હોય છે.
ટોળે વળે છે કોઇ ની દિવાનગી ઉપર,
દુનિયા ના લોકો કેવા સમજદાર હોય છે.
કાયમ જો રહી જાય તો પયંગબરી મળે,
દિલ મા જે એક દર્દ કોઇક વાર હોય છે!
જાણે હોય છે સૌ ગરીબ કે વસ્તુ બધી 'મરીઝ'
ઈશ્વર થી પણ, વિશેષ નિરાકાર હોય છે.
'મરીઝ'

Thursday, May 8, 2008

આ મોહબ્બત છે, કે છે એની દયા...

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.

એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.

બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,

મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,

જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’

દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.-

મરીઝ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ બીજા તો બધા ઠીક છે,

આવ્યો ન ખુદા યાદઆ દર્દ મહોબતનું જે હરગિઝ નથી મટતું

ઉપરથી મજા એ કે મને એની દવા યાદમન દઇને ‘મરીઝ’

એ હવે કંઇ પણ નથી કહેતાંસૌ મારા ગુનાની મને રહેશે સજા યાદ

‘મરીઝ’

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે...

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,

કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

એના ઈશારા રમ્ય છે,

પણ એનું શું કરું-રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે !

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,

વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.

‘મરીઝ’