Monday, June 2, 2008
બીજી તો કોઇ રીતે ના ભુસાય ચાંદની...
ચાંદ ઉગ્યો પણ નહીને ચાંદની ફેલાઇ ગઈ...
બીજી તો કોઇ રીતે ના ભુસાય ચાંદની...
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.
પીને શરાબ ઉભો તો સપના યે ના જુઓ...
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની....
તુ આંખ સામે હોય તો એવુએ પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ના દેખાય ચાંદની
તારા સ્મરણનુ તેજ મને ડંખતું રહે,
ઉપરથી એમા ઉમેરાય ચાંદની..
'ઓજસ' ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
દિવસનુ તેજ રાતે બની જાય ચાંદની...
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે...
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
આ જ ગઝલમા મનહર ભાઇએ ગાયેલો શેર રજુ કરું છું,જે રવિશના પ્રયત્નને વધુ સારો બનાવશે...
"એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ...
એ કેશ ગૂંથે અને બન્ધાય ગઝલ....
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા....
એ અંગ મરોડે અને વળખાય ગઝલ...."
કેટલું સુંદર રીતે લખ્યું છે? એ કોણ હશે જેને જોઇને આટલી સરસ ગઝલ લખાઇ હશે? આદીલે જે લખ્યુ છે કંઈ? આંખોથી લઈ એના અંગ સુધી ફક્ત ચાર પંક્તિમા રજુઆત કરવી એ જ ખૂબ સુંદર બાબત છે.
એની મુલાકાતને ન ભૂલી શકવાને કારણે તે પવનમાં પણ તેની મહેક મહેસુસ કરે છે.
આ ગઝલ જો દીલથી સાંભળો...અને જો તમારા દીલમા કોઈ માટે લાગણી હોય...તો તમને કવિની ઉર્મિઓનો ખ્યાલ આવશે...
Thursday, May 8, 2008
માનવના થઈ શક્યો તો....આદિલ મન્સુરી
માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો.
માનવના થઈ શક્યો તો...
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો.
માનવના થઈ શક્યો તો....
વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
માનવના થઈ શક્યો તો....
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો.
માનવના થઈ શક્યો તો....
છે આજ મારા હાથમાં મહેંન્દી ભરેલા હાથ
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
માનવના થઈ શક્યો તો...
આદિલના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો.
માનવના થઈ શક્યો તો....આદિલ મન્સુરી
Friday, May 2, 2008
કંકોતરી
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,
બીજું તો નથી એમની કંકોતરી તો છે!
મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.
જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.
દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો…
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો…
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો…
મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો…
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે હું એનો એજ છું.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…