Showing posts with label સુવાક્ય. Show all posts
Showing posts with label સુવાક્ય. Show all posts

Tuesday, March 20, 2012

માન...

માન એ બહુ કીમતી વસ્તુ છે. કીમતી એ રીતે, કે એનો અર્થ સાદો છે પણ મર્મ ઘણો ઊંડો છે! માનની સામે ગુમાન મુકવું પડે, ગુમાન અને માન બંને સાથે નો રહી શકે. જેને માન મળે,એ વ્યક્તિએ માનને લાયક બનવા ઘણું બધું સહન કર્યું હોય, ગુમાવ્યું હોય. માન એ કુળની ખાનદાની છે…મરદની ઓળખાણ છે અને વ્યક્તિની ખુમારી છે!

પેલું કેવાય છે ને, કે "પર્વત ઉપર ચડવું સહેલું છે પણ ઉપર ટકી રહેવું એ અઘરું છે. એ જ રીતે, માન સાચવવું એ તો એનાથી પણ અઘરું છે. એની માટે નમ્રતા, વિવેક, સદબુદ્ધિ અને શાણપણનો સંગાથ કરવો પડે. ઉતાવળ અને ક્રોધનો નેડો મેંલવો પડે...

Monday, March 14, 2011

છેલ્લા મહિનામાં અંતરમનમાંથી ઊભરાયેલા શબ્દોની માળા...

જેમ ટોચ પર બેઠેલો કાગડો કડી ગરુડ બનતો નથી...
તેમ યોગ્યતા વગરનો માણસ સ્થાન નિભાવી શકતો નથી...

વાતોના વડા કરનારા લોકો અહીં બહુ છે આસપાસ...એમને આવડે છે .. બસ આજ ખાસ!

દિમાગનું દહીં... અને મગજના ભજીયા...
જરૂર પડી ત્યારે જ પ્રભુને ભજયા?

गुनाह वो नहीं ...जो कायदा और क़ानून तोड़ दे...
गुनाह वो है .. जो ...
दिल, रिश्ते और प्यार की लडियां तोड़ दे...
ज़मीर और ईमान की कड़ियाँ तोड़ दे...

ઈચ્છા એ દુખની માં છે...અને અપેક્ષા એ દુખની માસી! બંને સરખી જ છે...ફરક માત્ર એ છે... કે ઈચ્છા અંદરથી આવે છે.. અને અપેક્ષા બદલામાં!

દુખ અને સુખ જેવું કઈ કદાચ હોતું નથી...
માણસ પરિસ્થિતિને એમાં પરિવર્તિત કરે છે પોતાની માનસિક અવસ્થાને કારણે!
કઠીન પરિસ્થિતિમાં સહન કરનારા લોકો જીતે છે પોતાની ધીરજને કારણે!

કાલની ચિંતા કરવી જોઈએ... પણ એટલી બધી નહિ કે તમારી 'આજ' નો કાઈ મતલબ ના રહે! અને એમ તો ચિંતા ચિતા સમાન...અને ચિંતામાંથી બાર આવવાના રસ્તા છે....પણ...ચિતામાંથી...?

Friday, December 24, 2010

ભુલ નિક્ળી

કાઇ પણ નથી લખાણ છ્તા ભુલ નિક્ળી,

કેવી વિચીત્ર પ્રેમ ની કોરી કીતાબ છે.

Mariz

Friday, July 30, 2010

આજના સુવાક્યો ...

જે બીજાની ભલાઈ કરે છે તે પોતાની ભલાઈ સ્વયં કરી લે છે,
કારણ કે ભલાઈ કાર્યમાં હોય છે, પરિણામમાં નહી.

જ્યાં ધન(પૈસો) જ પરમેશ્વર છે ત્યાં સાચા પરમેશ્વરને કોઈ પૂજતું નથી

ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ...

માણસ ગમે તેટલો સમર્થ હોય,પણ ઉકળતા પાણીમાં એ કદી પોતાનું પ્રતિબિંબ નિહાળી શકતો નથી.
ક્રોધ પણ ઊકળતા પાણી જેવો છે. માણસ ક્રોધે ભરાય ત્યારે પોતાનું હિત શેમાં છે તે જોઇ શકતો નથી.

મતલબ વિનાની લાગણી ...

મતલબ વિનાની લાગણી મળતી નથી અહી,
દિલ માં એ લોકોના દિમાગ છે અહી તો...
આભાર, કૃણાલ સોની

Thursday, July 22, 2010

મજાના મુક્તકો

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એ લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ
આંસુમાં ગરીબોના નમક શોધે છે

- મરીઝ
____________________________________

પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી
ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી
મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો
બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી

- નાદાન
____________________________________

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

- સુરેન ઠાકર ‘મેહુલ’

——————————————

દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

- કૈલાસ પંડિત

Friday, July 16, 2010

સુપ્રભાત - માણસ.., ફૂલને ખબર નથી.., વધુ પડતી પ્રશંસા... અને જીન્દગી ...

"દર વખતે પોતે ભૂલ કરીને શીખવું નકામું છે... બીજાની ભૂલો પરથી શીખે તે જ માણસ..."

"ફૂલને ખબર નથી... એની જવાનીને ચૂંટવા બેઠા છે કંઈક ભમરો...
તને ખ્યાલ નથી હે પુષ્પ.. વાસના અને કટુતાથી ભરેલી છે એમની નજરો..."

"વધુ પડતી પ્રશંસા અને વધુ પડતી માવજત શંકા પ્રેરવી જોઈએ.."

"પડી પડીને ચડે એનું જ નામ જીન્દગી ...બાકી તૈયાર પગથીયા પર ચડવું તો બધાને
આવડે છે..."

Thursday, July 15, 2010

‘સ્વમાન’ સ્વ વિકાસની ગાડીનું ...

‘સ્વમાન’ સ્વ વિકાસની ગાડીનું પેટ્રોલ છે, પરંતુ ‘અભિમાન’ એ કાબ્યુંરેટરનો કચરો છે.
માટે ‘સંતુલિત સમજપ્તની સર્વિસ રેગ્યુલર કરાવવી જોઇએ.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

આવતી કાલમાં શું છુપાયેલું છે...

આવતી કાલમાં શું છુપાયેલું છે તે આપણે કોઈ જાણતા નથી, પણ આજે અને અત્યારે જે સામે છે તેનીતો આપણને બરાબર ખબર છે, છતાં નવાઈની વાત એ છે કે અત્યારની પળે અત્યારનું કામ કરવાને બદલે તેને આવતી કાલની ચિંતામાં આપણે વેડફી નાખીએ છીએ
 આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Friday, July 9, 2010

સુવાક્ય

વળાવવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે

- આદિલ મન્સુરી

ખીલવા ન દે તે ભય ...

ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.
અને હારવા ન દે તે ભક્તિ...માં શક્તિ પ્રત્યેની આસક્તિ...

પુષ્પ અને કંટક ...

પુષ્પ અને કંટક ભલે એકબીજાથી વિપરીત હોય.. જુદા નથી થઇ જતા...
નસીબે તેમને જોડે રહેવા જ સર્જ્યા છે...
દીલની લાગણીઓ ભલે દીલ માં રહી જાય...
છતાંયે આંખો ઘણું યે કહી જાય છે...
અને એવું ન બને... તો પણ એનાથી સંબધો પૂરા નથી થઇ જતા!

થોડાક સુવાક્યો, શાયરીઓ અને કવિતાના કટકાઓ...

"જ્ઞાની પુરુષના ગયા પછી હમેશા જુદા જુદા પંથ પડી જાય છે!"

"ભલે આજે અમે તમારી આંખોમા કાંટાની જેમ ચુભતા
કાલે અમે જ તમારી આંખોમા ફુલોની જેમ ખીલી જઇશુ!"

"ન અવગણશો તમારા આ દિવાનાને પાગલ પ્રેમી સમજીને,
અમે કંઇક દરિયાને ડાહ્યા બનાવ્યા છે એક કાકરીના ચાળાથી!"

"બીજાના અશ્રુની કિંમત શુ જાણશો ?
જ્યાં સુધી તમારી આંખોમાંથી અશ્રુનીનદી નિરાશાના સાગરમા ભળે નહી?"

"જો તારાથી કોઇ સુંદર હશે તો તે પ્રેમ હશે..
અને ના માને તેને સુંદરતા પર વ્હેમ હશે!"

"કોણે કીધું દુઃખની ભાષા રુદન છે, એ મારું હસવું પણ હોઇ શકે ..
‘નભ-ધરા’ તમારા માટે કવિતાના શબ્દો છે, કોઈકનું તે ‘ઘર’ પણ હોઈ શકે!"

"પ્રેમ થી પ્રેમ પુષ્પ બને છે.અને તેનો પુષ્પરસ દુર સુધી ફેલાય છે."

"ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,
ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે"

Tuesday, July 6, 2010

જગત ઇશ્વરનું સર્જન છે ...

'જગત ઇશ્વરનું સર્જન છે' એવું સ્વીકારી લેવાથી રાહત થાય છે, કારણ કે પછી સવાલ લટકતો નથી રહેતો, મગજ અટકેલું નથી રહેતું, દાંતમાંથી વરિયાળી નીકળી જાય છે. તો આ થયું ઇશ્વરમાં રસ પડવાનું એક કારણ કે જગતના રહસ્ય વિશેનો (ચાહે સાચો કે ખોટો) જવાબ ઇશ્વરમાંથી મળી રહે છે. માટે માણસને ઇશ્વરમાં રસ પડે છે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Monday, July 5, 2010

દુનિયામાં સબળ સામ્રાજ્ય કોનું?

દુનિયામાં સબળ સામ્રાજ્ય કોનું?  ‘પ્રેમ’નું કે ‘વહેમ’નું?

આજે ‘મકાનો’ હસે છે, પણ ‘માણસ’ રડે છે!
‘ખોરડું’ હોય કે ‘ગગનચુંબી’ ઈમારત, પણ જે ઘરમાં પ્રેમભીનું વાતાવરણ નહીં
હોય ત્યાં સુખ-શાન્તિ નહીં પ્રગટે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Thursday, June 24, 2010

વૃદ્ધાશ્રમોની સંખ્યા જરૂર ઘટી શકે ...

સાસુ-વહુના સંબંધોને નવેસરથી સમજવાનો... સ્વીકારવાનો સમય આવી ચૂક્યો છે એવું નથી લાગતું ? સ્વસ્થ સંબંધો, સ્વસ્થ કુટુંબ અને તંદુરસ્ત સમાજનું લક્ષણ છે. આ એક સંબંધ સુધરી શકે... પરિવર્તન પામી શકે તો વૃદ્ધાશ્રમોની સંખ્યા જરૂર ઘટી શકે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

જીવનમાં સફળતાના ચાર માર્ગ...

આંખમાં વિકાર નહી...મનમાં ધિક્કાર નહી...

અંતરમાં અંધકાર નહી...જીભ પર તીરસ્કાર નહી...

Wednesday, June 23, 2010

ચાર શબ્દો હાથમાં હાથ નાખીને ...

આ જગતમાં સદીઓથી ચાર શબ્દો હાથમાં હાથ નાખીને ચાલતા રહ્યા છે : ન્યાય,
અન્યાય, ગરીબી અને ગુનો. અન્યાયના ઉકરડા પર ન્યાયની ધજા ફરકે છે અને
ગરીબીની કૂખેથી ગુનો જન્મ પામતો હોય છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Tuesday, June 22, 2010

કોઈ શોર્ટકટ નથી ...

સફળતા મેળવવા માટે કોઈ શોર્ટકટ નથી. તેના માટે મહેનત અને યોગ્ય સમયે આવેલી તકને ઝડપવી એ જરૃરી છે. સફળતા મેળવવા માટે નાની નાની છતાં પણ મહત્ત્વનો ભાગ ભજવતી કેટલીક આદતો પર ધ્યાન આપવું જરૃરી બની જાય છે. જોકે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે સેલ્ફ એટિટયૂડ ક્યાંક એરોગન્સ ના બની જાય.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.