Thursday, November 27, 2008

જીંદગીમાં મળતી સફળતા...

જીંદગીમાં મળતી સફળતા ગતી સાથે નહી,

પણ દીશા સાથે નીસ્બત ધરાવે છે.

માટે હમેશા સાચી દીશામાં પ્રયત્ન કરવો.

Wednesday, November 26, 2008

જીવનમા એટલી બધી...

જીવનમા એટલી બધી ભુલ ન કરવી, જેથી પેન્સીલ પહેલા રબર ઘસાઈ જાય...

Saturday, November 8, 2008

સહેજ અલ્લડ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છ

સહેજ અલ્લડ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છું,
એ છતાં યે સાંભળી લે - હું જ તારો પ્યાર છું ;

રોજ હું આવીશ તારા ઊંબરા સુધી સનમ,
હું જ સૂરજનું કિરણ, હું રાતનો અંધાર છું;

દોસ્ત જે અંગત હતાં એ હાલ સૌ પૂછી ગયાં,
હું પડ્યો જો પ્રેમમાં, સહુને થયું બીમાર છું;

વ્હેમ આ મારા જ મનનો હોય તો યે છો રહ્યો,
માંગનું સિંદૂર હું, તારા ગળાનો હાર છું;

જિન્દગી તારી ભલે ને વારતા જેવી હશે,
આખરે તો હું જ એ આખી કથાનો સાર છું.

Friday, November 7, 2008

આદિલ મન્સૂરી સાહેબનું દુ:ખદ નિધન

ગુજરાતી ગઝલના શિરમોર સમા ગઝલકાર આદરણીય આદિલ મન્સૂરી સાહેબનું થોડા કલાકો પહેલાં ન્યુજર્સી ખાતે દુ:ખદ નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ગઝલક્ષેત્રે ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ શ્રી 72 વર્ષના હતાં. અલ્લાહ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં 'આદિલ',
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

Monday, October 27, 2008

આવી આવી આ દિવાળી - શુભ દિપાવલી

આવી આવી આ દિવાળી,બધાં દુખોને દે એ બાળી...

આપે છે એ સંદેશ,કે રહો તમે ખુશ હંમેશ,ને હળી-મળી.

પ્રભુ તમારી બધી પ્રાર્થનાઓ સાંભળે...

તમારું નવું વર્ષ મંગલમય નીવડે...એ અભ્યર્થના સાથે...

નૂતન વર્ષાભિનંદન...શુભ દિપાવલી...

Friday, September 26, 2008

લિલુડો...

આ આપણા મિત્ર, લિલુડા (રવીશભાઈ) માટે...


લિલુડા ના કાવ્યો..આમ તો બહુ ચર્ચાય છે...
એ જોઇને લિલુડો હર્ખાય છે.

એના મનમાં..કંઈ કેટ્લીયે છે વાતો...
પણ, લિલુડાને જોઇને... લોકો ગભરાય છે,દૂર ભાગી જાય છે!

હું ભુલી ગયો છું...

અરે.. મારું અસ્તીત્વ હું ભુલી ગયો છું,
પાછું ઘેર જવાનું ભુલી ગયો છું...

કોફીની મજા મા 'અક્ષર' ગોઠવવાનું ભુલી ગયો છું,
ભર જવાનીમા જવાની મા'લવાનુ ભુલી ગયો છું...

આજેય હું 'લિલુડો' છું એ પણ ભુલી ગયો છું!

~લિલુડો~