Friday, May 2, 2008

ગુજરાતી એટ્લે?

આજે આપણે આજ્ના ગુજરાતની વાત કરશુ.

ગુજરાત આજે 2008 મા આગળ વધી રહ્યુ છે.જમાના સાથે તાલ્ મિલાવી રહ્યુ છે.
આજે email નો જમાનો છે છતા પણ ગુજરાતી તો એના એ જ રહેશે.

આજે પણ કન્કોત્રી ને કાળોતરી એ જ્ જુની રીતે મોકલાય્ છે ને!

આજે પણ pizza ખાધા પછી પાન્ ને મસાલા ખવાય જ્ છે!

અરે આજે પણ નવરાત્રી મા રમઝટ જામે જ્ છે! અને ગરબાના તાલે લોકો રાતભર ઝૂમે છે.

આજે પણ માતા-પિતા ને માન્ અપાય્ છે ને વડીલોનુ જ્ કહ્યુ કરાય્ છે!

ભલે બળકો અન્ગ્રેજી મા ભણે, તોયે ઘરમા તો ગુજરાતી જ્ બોલાય છે!

જે સદાય હસતો રહે અને કામમા મેહનતુ હોય એ જ્ ...

જે ગમે તેવી જગ્યાએ પણ સેટ્ થઈ જાય તે જ્ ...

જે ભક્તિ અને ધર્મમા માને છે, અને પ્રામાણિકતાથી ચાલે છે.

જય ગુજરાત..જય માતાજી...

કંકોતરી

મન્હર ઉધાસ ન અવાજમા , આિસમ્ રાંદેરી નેી કલમે લખાયેલેી આ ગઝ્લ રજુ કરુ છુ.

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,
બીજું તો નથી એમની કંકોતરી તો છે!


મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.

રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.

જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.

દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો…
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો…
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો…
મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો…
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે હું એનો એજ છું.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે...

કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.

કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે મારી ધડકન એની યાદો ચલાવે છે.

આ કલમ પણ કમાલ કરે છે કાયમ જોને,
શાહીથી બસ નામ એ તેનું લખાવે છે.

દિલ હોય કે કોલસો બળ્યા પછી તો રાખ જ,
તો પછી દોસ્તી ભૂલી પ્રેમ શા માટે કરાવે છે.

પ્રેમ પણ કેવો અદભૂત કમાલ કરે છે ભલા,
ડૂબવાને આરે હતો ને છતાં તરાવે છે.

જગ્યા જ નથી હવે કોઇના માટે એના દિલમાં
દરવાજા પર જ એ ચોકી કરાવે છે.

લિલુડા સાપ્

મને મારા ચેહ રા થી ના માપ્,

મારી આખ મા છે લિલુડા સાપ્.

લિલુડા વળગે લિલુડા વિટ્ળાય્,

લિલુડી ધરતી લિલુડા સાપ,

ઓળખવામા ના ખા તુ થાપ,

બચ્ચપન થી જ રહ્યો છુ ઝેરીલાઓ ની

વચ્ચે,ઝેર પણ ઊતારી શકુ છુ બની ને આગ.

મને મારા ચેહ રા થી ના માપ્,

મારી આખ મા છે લિલુડા સાપ્.

લિલુડા સાપ્

Thursday, May 1, 2008

નરબન્કો ગુજરાતી...

મીત્રો, આપણે ગુજરાતીઓ હમેશા આગળ્ વદયા છીએ.
ગમે તેવા સન્જોગો હોય્ કે ગમે તેવી મુશ્કેલીઓ, ગુજરાતી કોઇ દીવસ્ મેહનત કર્યા વગર હાર્ ના માને.
વરસોથી ગુજરાતીઓ દેશની મદદે રહ્યા છે.તેમા ગાન્ધી બાપુ ,સરદાર પટેલ્ જેવા દેશભકતો અને મોટા મોટા ઉદ્યોગપતીઓ પણ્ છે.
ફક્ત દેશ્ જ્ નહી, વીદેશો મા પણ્ ગુજરાતીઓ ખૂબ્ નામના મેળવી ચુક્યા છે.
બ્રિટેન,યુગાન્ડા,અમેરીકા અને યુરોપ ના પણ ઘણા દેશો મા આપણે લોકોએ સિધ્ધીઓ હાન્સલ કરી છે.
આજે ગુજરાત્ દેશ્ ના વિકાસ્ મા ખુબ્ મદદરૂપ થઈ રહ્યુ છે.ગુજરાત એ સૌથી ઝડપી વિકાસ પામેલુ રાજ્ય છે.
ગુજરાતીઓ ક્યા નથી?
વેપારમા આગળ,ભણવામા આગળ,ખેતી-યાન્ત્રીક્ ક્ષેત્રે પણ આગળ!
અરે! ઉત્સવો ઉજવવામા તો સૌથી આગળ!
દરીયા કીનારે દરીયો પણ ખેડે,કછ્છ ના રણ મા પણ રહી જાણે!
સૌરાષ્ટ્ર ને ઉત્તર્ ગુજરાતની પણ વાત ના થાય!
બીજી પણ્ ઘણી વાતો છે ગુજરાતની... :)

અભિપ્રાયો આવકાર્ય છે.

જય જય ગરવી ગુજરાત - ગુજરાત સ્થાપના દીન્ નીમીત્તે...

આજે ગુજરાત સ્થાપના દીન નીમીત્તે આ બ્લોગ્ ચાલુ કરુ છુ.

એની શરુઆત જ આપણે ગુજરાત ગાથા થી કરશુ.


આ મારુ ગુજરાત છે ગુજરાત મારુ ધામ છે,

ભારત નુ ગૌરવ ગાધી ને નરર્સૈયા નુ આ ગામ છે,

સન્સ્ક્રુતી ને સન્સ્કાર થી જગત મા ગુજરાત નુ નામ છે,

હુ એક ગુજરાતી છુ ગુજરાત મારુ સમ્માન છે,

ગુજરાત મારી પહેચાન છે, ગુજરાત મારી જાન છે.


જય ગુજરાત........
જય જય ગરવી ગુજરાત.......