Thursday, June 12, 2008

લ્યો અમે તો આ ચાલ્યા

શબ્દ કેરી પ્યાલીમા
સુરની સુરા પીને મસ્ત બેખયાલી મા લાગણી આલાપીને
લ્યો અમે તો આ ચાલ્યા
જે ગમ્યુ તે ગાયુ છે જે પીધુ તે પાયુ છે
મહેકતી હવાઓમા કૈન્ક તો સમાયુ છે
ચાન્દની ને હળવેથી નામ એક આપીને
લ્યો અમે તો આ ચાલ્યા
જે કૈ જીવાયુ ને જીવવા જે ધાર્યુ તુસાચવી ને રાખ્યુ
તુ અશ્રુ એક સાર્યુ હતુડાયરી ના પાનાની એ સફરને કાપીને
લ્યો અમે તો આ ચાલ્યા
ફૂલ ઉપર ઝાકળનુ બે ઘડી ઝળક્વાનુ
યાદ તોયે રહી જાતુ બેઉ ને આ મળવાનુ
અન્તરના અન્તરને એમ સહેજ માપી ને
લ્યો અમે તો આ ચાલ્યા

જો તમારે

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. –સ્વામી વિવેકાનં

જિંદગીએ મને શીખવ્યું

જિંદગીએ મને શીખવ્યું છે કે તક મળે ત્યારે બીજાઓની સેવા કરવી, કોઈનું બૂરું ન કરવું, બીજાઓના ભોગે કંઈ પણ મેળવવું નહિ અને જરૂર પડ્યે બીજાઓને થતી હાનિ કે ઈજા અટકાવવા જાતે હાનિ કે ઈજા વહોરી લેવાં તેમાં જ મૂળભૂત ધર્મનો સમાવેશ થાય છે.-

મોરારજી દેસાઈ

Tuesday, June 3, 2008

દીલનું દર્દ...

આ શેર કહો કે કવીતા.. જાતે લખાઇ છે...દાદ માંગીશ...



ઉમંગો બધી હેથી પડી,પણ કોઈને ના ખબર પડી...
જે કરતા હતા અમે,એ બધી સારપો માથે પડી...

કે દીલ મા હતા અરમાનો,કોઇયે ના દીઠા...
મને ખબર નથી કેમ,કે છે ધીરજ ના ફળ મીઠા...

Monday, June 2, 2008

બીજી તો કોઇ રીતે ના ભુસાય ચાંદની...

આગમન એનુ સુણીને ઉર્મિઓ હરખાઇ ગઈ,
ચાંદ ઉગ્યો પણ નહીને ચાંદની ફેલાઇ ગઈ...

બીજી તો કોઇ રીતે ના ભુસાય ચાંદની...
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.

પીને શરાબ ઉભો તો સપના યે ના જુઓ...
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની....

તુ આંખ સામે હોય તો એવુએ પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ના દેખાય ચાંદની

તારા સ્મરણનુ તેજ મને ડંખતું રહે,
ઉપરથી એમા ઉમેરાય ચાંદની..

'ઓજસ' ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
દિવસનુ તેજ રાતે બની જાય ચાંદની...

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે...

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,

ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,

તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.


આ જ ગઝલમા મનહર ભાઇએ ગાયેલો શેર રજુ કરું છું,જે રવિશના પ્રયત્નને વધુ સારો બનાવશે...

"એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ...

એ કેશ ગૂંથે અને બન્ધાય ગઝલ....

કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા....

એ અંગ મરોડે અને વળખાય ગઝલ...."


કેટલું સુંદર રીતે લખ્યું છે? એ કોણ હશે જેને જોઇને આટલી સરસ ગઝલ લખાઇ હશે? આદીલે જે લખ્યુ છે કંઈ? આંખોથી લઈ એના અંગ સુધી ફક્ત ચાર પંક્તિમા રજુઆત કરવી એ જ ખૂબ સુંદર બાબત છે.

એની મુલાકાતને ન ભૂલી શકવાને કારણે તે પવનમાં પણ તેની મહેક મહેસુસ કરે છે.
આ ગઝલ જો દીલથી સાંભળો...અને જો તમારા દીલમા કોઈ માટે લાગણી હોય...તો તમને કવિની ઉર્મિઓનો ખ્યાલ આવશે...

Thursday, May 29, 2008

રાતે ઉંઘ ન આવે...

રાતે ઉંઘ ન આવે, દીવસે એવા વ્યવહાર ન કરવા