Thursday, July 31, 2008

તસ્વીર : માં બહુચરાજી મંદીર...

માં બહુચરાનું આ મંદીર મહેસાણા જીલ્લામાં આવેલું છે.અને તેની મહીમા અપાર છે.લાખો ભક્તો પોતાના દુખો લઈને અહીં આવતા હોય છે.



તસ્વીરમાં એની ધજાનાં દર્શન કરી લો... :)





તસ્વીર : માઊંટ આબુ...

માઊંટ આબુ ભલે ગુજરાતમાં નથી,પણ ત્યાં સૌથી વધારે મુસાફરો આપણે જ્ હોઇયે છીયે!:)



એક એવું ગીરીમથક,જેને દરેક ગુજરાતીએ જોયું જ હોય!



એના વિશે વધુ વાત કરવાની તો જરૂર જ નથી ને?:)















Wednesday, July 30, 2008

મૌજીલા લોકો ગમતું બધું...

મૌજીલા લોકો ગમતું બધું નથી પામતા...
પણ જે હોય તેમાંથી મૌજ લઈ લે છે!


તસ્વીર : વરસાદની રોનક...

અહીં આજે જ પાડેલી તસ્વીરો મૂકું છુ જેમા વરસાદની રોનક જોવા મળશે...

ઘણા સમય રાહ જોવડાવ્યા પછી છેવટે મેઘરાજા આવ્યા અને ધરતી લીલીછમ કરી નાંખી...જાણે કે ચાદર પાથરી હોય્!

પુલ ઊપરથી નીચેના તાજાં લીલાં ખેતરોનું દ્રશ્ય જોતાં જ બને છે.તમે પણ માણો...



મેઘરાજાનો ખૂબ આભાર કે એમણે આપણી અરજ સાંભળી...

તસ્વીર સૌજન્યઃ ભાર્ગવ જોશી

Tuesday, July 29, 2008

તસ્વીર : પહાડોની ગોદમાં (તારંગા)...

આ તસ્વીરો મે થોડા દીવસો પહેલા તારંગામાં લીધી હતી.મને થયું કે તમને ગમશે.

પહાડોની વચ્ચે,ખેતરોની સાથે,ખુલ્લું આકાશ અને એ આકાશમાં સંધ્યા જામી હોય...
પંખીઓ પોતાનાં દેશ,પોતાનાં ગામ ભણી જતાં હોય...
મોર અને કોયલનાં કર્ણપ્રિય ગીતો તમને મોહી લેતાં હોય...ત્યાંથી જવાનું મન કોને થાય?

કુદરત એનુ જ નામ છે!













મારે ફરી એકવાર શાળાએ જવું છે...

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને,
સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી,
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી...મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી,
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

Friday, July 25, 2008

ભાઈબંધ એ બીજો તું છે!

છે સૌથી સારુ ભાઈબંધ માટે,
રહો ભાઈબંધ કાયમ માટે....

કેમ કે... ભાઈબંધ એ બીજો તું છે!