આજે એમ જ બાજુના ગામે જવાનું થયું। થોડાક સમયનું જ કામ હતું એ પતાવી અને નજીકના સંબંધીને ત્યાં થોડીવાર માટે રોકાયા। થોડી રોજબરોજની વાતો કરી, શું ચાલે છે શું નહિ અને કામકાજ-તબિયત-પાણી...
નાસ્તામાં ઘરે બનાવેલું સફેદ રૂની પૂણી જેવું માખણ, એની જોડે ભાખરી કે રોટલો અને ઉપરથી કડક-મસાલેદાર ચ્હા! સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. અને આપણે ત્યાં ભેળ અને ભૂસાં!
એમ જ આડીઅવળી વાતો, સમય કેમ વીતે એ જ ખબર નાં પડે. ઉપરથી અડોસ-પડોશનાં લોકો પણ ચા-પાણી કરવા બોલાવે એવો લોકોનો મિજાજ... એ જોઇને ખરેખર તમને આમ કઈક વિશેષ હોવાનો અહેસાસ કરાવતા આ લોકો પ્રત્યે માન ઉપજે કે પોતાનો સમય ફાળવીને આ લોકો કેવી સરસ આગતા-સ્વાગતા કરે છે!
બહાર બજારમાં જઈએ, એટલે થોડીક ધૂળ-માટી ઉડતી હોય... ગીચોગીચ એવા બજારમાં વાહનો અને લોકોના ટોળાઓ પોતપોતાની રીતે જગ્યા કરીને (કોઈપણ જાતની માથાકૂટ વગર) જતા હોય... નાનકડા બાળકો દોટમદોટ કરતા હોય...
નાનકડી દુકાનોમાં ગ્રાહકોની ભીડ, સાંજના સમયે થતી અગરબત્તી-ધૂપ-દીવા દુકાનમાં અનેરી સુવાસ અને દિવ્યતા ફેલાવતા હોય...
રસ્તાઓ પર પૂરતી જગ્યા હોય, પણ સાંકડા હોવાને કારણે તમને થોડી ભીડ અનુભવાય પણ એની પણ એક મજા છે. વળી સાંજે ગોધુલી ટાણે (ચરવા ગયેલી ગાયો-ઢોરો પાછા ફરે તે સમય, જયારે તેમના ચાલવાથી રસ્તાની ધૂળ ઉડતી હોય) ઉડતી ધૂળના રજકણો આથમી રહેલા સુરજદાદાના હળવા હળવા કિરણોના પ્રકાશમાં ચળકીને અનેરી ભાત પાડી રહ્યા હોય... ગાયોની ઝાલર વાગી રહી હોય અને મંદિરોમાં આરતીના સમયે થતા શંખ-નગારા -ઢોલના અવાજથી આખું વાતાવરણ એક અનોખો અહેસાસ આપતું હોય છે.
ધોરીમાર્ગની બંને બાજુ લીલા ખેતરોમાં શિયાળાની શરૂઆતનો સમય હોવાથી આછી આછી ધુમ્મસ જોવા મળે. અને એ ધુમ્મસ અને ઢળતી સંધ્યા ભેળા મળીને આહલાદક ઠંડક ફેલાવી રહ્યા હોય. ધીમે ધીમે ઢળતી એ સાંજ, ખેતરો ઉપરના ખુલ્લા આકાશમાં સરસ મજાની હાર રચીને એકસાથે પાંખો પસારીને એક નિશ્ચિત રીતે ઉડી રહેલા પંખીઓ અને પોતાના માળાઓમાં જવા માટેની એમની ઉત્સુકતા, એ ખરેખર એક સુંદર અનુભૂતિ છે.
થોડા સમય માટે આપણે પોતે એ ભૂલી જઈએ કે આપણે આપણા રસ્તે જવાનો સમય થઇ ગયો છે. ત્યાં બધું ઘણી જ શાંતિથી કોઈ જાતની વગર જોઈતી ઉતાવળ વગર ચાલતું હોય એ સ્પષ્ટ પણે દેખાય આવે છે, અને એટલે જ આપણને પણ શાંતિ અનુભવાય જયારે પોતાના રોજના કામથી મુક્ત અને શહેરથી દૂર હોઈએ. ચાલો હવે ઘર તરફ જઈશું ને?

No comments:
Post a Comment