Thursday, July 31, 2008
Wednesday, July 30, 2008
તસ્વીર : વરસાદની રોનક...
ઘણા સમય રાહ જોવડાવ્યા પછી છેવટે મેઘરાજા આવ્યા અને ધરતી લીલીછમ કરી નાંખી...જાણે કે ચાદર પાથરી હોય્!
પુલ ઊપરથી નીચેના તાજાં લીલાં ખેતરોનું દ્રશ્ય જોતાં જ બને છે.તમે પણ માણો...
તસ્વીર સૌજન્યઃ ભાર્ગવ જોશી
Tuesday, July 29, 2008
તસ્વીર : પહાડોની ગોદમાં (તારંગા)...
મારે ફરી એકવાર શાળાએ જવું છે...
દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને,
સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી,
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી...મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દીવાળીના વેકેશનની રાહ જોતાં,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી,
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
Friday, July 25, 2008
ભાઈબંધ એ બીજો તું છે!
રહો ભાઈબંધ કાયમ માટે....
કેમ કે... ભાઈબંધ એ બીજો તું છે!
Thursday, July 24, 2008
દોસ્તીનો અર્થ...
કદી sms,mis call,email તો કદી યાદ કરી લેજો.
અંતર પણ ઓછું લાગશે વચ્ચે, જો યાદો એની મન માંથી નીકળે.
બોલી નંખાય ને એને પણ યાદ અપાય!
Wednesday, July 23, 2008
સમય વહી જાય છે...
દરેક દરીયાને એમ લાગે છે...
Tuesday, July 22, 2008
વ્હાલા મા-બાપના કાળજાના ટુકડા એવા સંતાનોને...
હોઠ અડધા બીડાઈ ગયા પછી,ગંગાજળ મૂકીને શું કરશો?
અંતરના આશીર્વાદ આપનારને,સાચા હ્રદયથી એક ક્ષણ ભેટી લેજો.
હયાતી નહી હોય ત્યારે નત-મસ્તકે,છબીને નમન કરીને શું કરશો?
કાળની થપાટ વાગશે,અલવિદા એ થઈ જાશે,પ્રેમાળ હાથ પછ કદી નહી ફરે,
લાખ કરશો ઊપાય તે વાત્સલ્ય લ્હાવો નહી મળે,દીવાનખંડમાં તસ્વીરનું શું કરશો?
મા-બાપ રૂપી અમૂલ્ય ખજાનો ભાગ્યશાળીને જ મળે, ૬૮ તીર્થ એના ચરણોમાં,બીજા તીર્થ ના ફરશો.
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પળમાં,પછી કિનારે છીપલાં વીણીને શું કરશો?
હયાતીમા તેની હૈયું ઠારજો,પાનખરમાં વસંત જેવો વ્યવહાર રાખજો.
પંચભૂતમાં ભળી ગયા પછી,દેહના અસ્થિ ગંગામાં પધરાવી શું કરશો?
શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,હેતથી હાથ પકડી તીર્થ તમે ફેરવજો.
"માતૃદેવો ભવ,પિતૃદેવો ભવ" સનાતન સત્ય છે,રામનામ સત્ય બોલીને શું કરશો?
પૈસાથી સઘળુ મળશે,મા-બાપ નહી મળે, સમય ગુમાવી લાખો કમાઈને શું કરશો?
પ્રેમથી હાથ ફેરવીને "બેટા" કહેનાર નહી મળે,પછી ઊછીનો પ્રેમ લઈને આંસુ સારીને શું કરશો?
હયાતી નહી હોય ત્યારે, તેમના નામની પોક મૂકી રડીને પણ શું કરશો?
આ સઘળા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે...
પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહી તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું ?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારે ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !
જીવનની જડીબુટ્ટી...
[02] પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.
[03] સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.
[04] જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમે પ્રેમ ના કરતા હો તો બીજું જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.
[05] હું ઑફિસમાં દરરોજ મોડો આવું છું પણ એને સરભર કરવા માટે દરરોજ વહેલો નીકળી જાઉં છું.
[06] જૂની મૂલ્યવાન ચીજો એટલે જેમનો કેટલાય વખતથી સહેજેય વપરાશ નથી એવી ચીજો.
[07] એ માણસ ભલે મૂરખની જેમ બોલતો હોય કે મૂરખની જેમ વર્તતો હોય, તમે એનાથી મૂરખ ન બનતાં, એ ખરેખર મૂરખ જ છે !
[08] ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.
[09] ભૂતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે, પરંતુ મને એ નહોતી ખબર કે ભૂતકાળમાં આપણે જે હસ્યા હતા એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે.
[10] પ્રેમનું પાત્ર શોધો નહિ, બનો
શુભ સવાર - ઈશ્વરને ના કહીશ કે...
Monday, July 21, 2008
દોસ્તી છે જીવનનું સૌથી સારું પાસું...
Sunday, July 20, 2008
તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું...
તારા દીલનો શ્વાસ બનવા તૈયાર છું,
તું જો આવીને સજીવન કરે તો,
હું રોજ લાશ બનવા પણ તૈયાર છું!
દોસ્તીનું મીઠું દર્દ ગજબ હોય છે...
જાણે શબ્દોમાં છુપેલી કોઇ ગઝલ હોય છે,
મૌન માં ભર્યા હોય છે શબ્દો ઘણા,
અને વિશ્વાસ એ જ્ સાચો વિકલ્પ હોય છે!
દૂરથી પણ વેદના જાણે એ દોસ્ત...
ગમ હટાવી મુસ્કાન લાવે એ દોસ્ત,
જીંદગી તો મરતાં જ સાથ છોડી દે,
પણ જીંદગીથી વધુ સાથ નિભાવે એ દોસ્ત!
આંસુમાં ક્યારેક પ્રતીબીંબ પડી જાય્ છે...
કહ્યા વિના પણ બધું સમજી જવાય છે,
પ્રેમ એને જ તો કહે છે,
જેમાં કોરી આંખે પણ રડી શકાય છે!
Saturday, July 19, 2008
વાર્તા - છોકરો,ચણો અને કીડી...
આ વાર્તા દરેકને ખ્યાલ હશે જ.દરેકે પોતાના બાળપણમાં આ વાર્તા તો સાંભળી જ હશે.
એક છોકરો હતો. તે ચણા ખાતો ખાતો ચાલ્યો જતો હતો. તે જંગલમાં પહોંચ્યો અને ઝાડના થડ પર બેસીને ચણા ખાવા લાગ્યો તેના હાથમાંથી એક ચણો ઝાડની તીરાડમાં ભરાઈ ગયો. છોકરો થડ પાસે ચણો માંગવા લાગ્યો.
છોકરો- લાકડા લાકડા ચણો આપ,લાકડું કહે નહિ આપું. છોકરો સુથાર પાસે ગયો.
છોકરો- સુથાર સુથાર લાકડું કાપ,સુથાર કહે નહિ કાપું.છોકરો રાજા પાસે ગયો.
છોકરો- રાજા રાજા સુથારને દંડ કરો,રાજા કહે નહિ કરું.છોકરો રાણી પાસે ગયો.
છોકરો- રાણી રાણી રાજાથી રીસા,રાણી કહે નહિ રીસાઊં.છોકરો ઊંદર પાસે ગયો.
છોકરો- ઊંદર ઊંદર રાણીનાં કપડાં કાપ,ઊંદર કહે નહિ કાપું.છોકરો બિલ્લી પાસે ગયો.
છોકરો- બિલ્લી બિલ્લી ઊંદરને માર,બિલ્લી કહે નહિ મારું.છોકરો કૂતરા પાસે ગયો.
છોકરો- કૂતરા કૂતરા તું બિલ્લીને માર,કૂતરો કહે નહિ મારું.છોકરો ધોકા પાસે ગયો.
છોકરો- ધોકા ધોકા તું કૂતરાન માર,ધોકો કહે નહિ મારું.છોકરો અગ્નિ પાસે ગયો.
છોકરો- અગ્નિ અગ્નિ તું ધોકાને બાળ,ાગ્નિ કહે નહિ બાળું.છોકરો દરિયા પાસે ગયો.
છોકરો- દરિયા દરિયા તું અગ્નિને હોલવ, દરિયો કહે નહિ હોલવું.છોકરો હાથી પાસે ગયો.
છોકરો- હાથી હાથી તું દરિયો ડહોળ, દરિયો કહે નહિ ડહોળું.
છોકરો રડવા લાગ્યો. કોઇ મને મદદ નથી કરતું.ત્યાં એક કીડી આવી ને તેને પુછવા લાગી.છોકરાની વાત સાંભળીને કીડી કહે હું તને મદદ કરીશ.છોકરો કહે આટલાં મોટાં લોકોએ મારી મદદ ના કરી ને તું નાનકડી કીડી મને કઈ રીતે મદદ કરીશ? કીડી કહે દેખ મારી કમાલ!
કીડી ચાલતાં ચાલતાં હાથીના કાનમાં પેસી ગઈ.
હાથી- મારા કાનમાં કોઇ પેસશો નહિ, હું દરિયાને ડહોળું છું.
દરિયો- મને કોઇ ડહોળશો નહિ, હું અગ્નિને હોલવું છું.
અગ્નિ- મને કોઇ હોલવશો નહિ, હું ધોકો બાળું છું.
ધોકો- મને કોઇ બાળશો નહિ, હું કૂતરાને મારું છું.
કૂતરો- મને કોઇ મારશો નહિ, હું બિલ્લીને મારું છું.
બિલ્લી- મને કોઇ મારશો નહિ, હું ઊંદરને મારું છું.
ઊંદર- મને કોઇ મારશો નહિ, હું રાણીનાં કપડાં કાપું છું.
રાણી- મારાં કપડાં કોઇ કાપશો નહિ, હું રાજાથી રીસાઊં છું.
રાજા- મારાથી કોઇ રીસાશો નહિ, હું સુથારને દંડ કરું છું.
સુથાર- મને કોઇ દંડ કરશો નહિ, હું થડને કાપું છું.
થડ - મને કોઇ કાપશો નહિ, હું ચણો આપું છું.
છોકરાને એનો ચણો મળી ગયો ને છોકરો ચાલતો થયો.
મોટા માણસોથી જે ના થાય તે કામ નાનો માણસ પણ કરી શકે છે.દરેક વસ્તુમાં કંઈક કરવાન તાકાત હોય છે.દરેકનું કંઈક મૂલ્ય હોય છે.
એમની યાદમાં થોડું પીવાઈ જાય છે...
શ્મશાન માર્ગે જતાં થોડું જીવાઈ જાય છે,
દીલના ઝખમ કેટલાય છુપાવી રાખ્યા,
પણ નશામાં ક્યારેક બધું કે'વાઈ જાય છે!
કંઈક અલગ તમારી એ રીત મને ગમે છે...
તમે કરો છો એ તરકીબ મને ગમે છે,
મિત્રો તો છે કેટલાય પણ,
તમે નિભાવો છો એ દોસ્તીની રીત મને ગમે છે!
પ્રેમની તો એણે કદર જ ક્યાં રાખી છે...
લાગણીની તો એણે ખબર જ ક્યાં રાખી છે,
મે કહ્યું કે મરી ગયા તારા પ્રેમમાં,
તો એણે એટલું જ પુછ્યું કે,
અંતિમ વિધી ક્યારે રાખી છે?
એમને જોયા ને આંસુ સરી પડ્યાં...
ભર વસંતમાં જાણે ફૂલો ખરી પડ્યાં,
દુઃખ એ નથી કે એમણે મને અલવિદા કહ્યું,
પણ કે'તાં કે'તાં તેઓ પણ રડી પડ્યાં!
વ્યથાની આગના સીમાડા નથી હોતા...
દીલ દેનારના કોઇ સગા નથી હોતા,
સાચવીને પ્રેમ કરજે ઓ દોસ્ત,કેમ કે,
જ્યાં દીલ બળે છે ત્યાં ધૂમાડા નથી હોતા...
કારણ કાંઈ નો'તુ ને અમે રડી પડ્યા...
ક્યારેક એકાંતમાં અમસ્તા જ હસી પડ્યા,
જ્યારે મળ્યું હકીકતનું સરનામું ત્યારે ખયાલ આવ્યો,
કે આ તો યાદોની જ શેરીઓ મા ભુલા પડી ગયા!
દોસ્ત થઈને પણ તમે દૂર ભાગો છો...
દોસ્ત થઈને પણ તમે દૂર ભાગો છો,અરે! અમને કેવું લાગશે એવું ક્યાં વિચારો છો?
ખાસ મિત્રો બધા જ જાય છે દૂર અમારાથી,જુના ભુલવા ને નવા બનાવવા એ સેહલી વાત નથી.
દૂર જઈને પણ નજીક રહેજો,અમને યાદ રાખજો ને ખુદ યાદ રે'જો.
જો દોસ્તી પાક્કી હશે તો રે'શે કાયમ,અને નહી થાય દૂર રહ્યાનો ગમ.
Wednesday, July 16, 2008
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે...
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
જીંદગીથી હરેલો છે, પણ 'બગ'થી હાર નથી માનતો,
પોતાની 'એપ્લીકેશન'ની એક એક લીટી યાદ છે,
પણ આજે પગમાં ક્યા રંગના મોજા છે તે યાદ નથી,
દિવસ પર દિવસ એક 'એક્સેલ' ફાઇલ બનાવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
દસ હજાર લીટીનાં 'કોડ'માં 'એરર' શોધી લે છે પણ, મજબૂર મીત્રોની આંખમાં આંસુ દેખાતા નથી,
'કોમ્પ્યુટર'માં હજારો 'વિન્ડો' છે, પણ દિલની બારી પર કોઇ દસ્તક સંભળાતી નથી,
શનિ-રવિ નહાતો નથી ને આખુ અઠવાડિયું નહાતો રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
'કૉડીંગ' કરતા કરતા ખબર જ ના રહી, 'બગ'ની 'પ્રાયોરીટી' ક્યારે માતા-પિતા કરતા વધી ગઇ,
પુસ્તકોમાં ગુલાબ રાખવાવાળો 'સિગારેટ'ના ધુમાડામાં ખોવાઇ ગયો, દિલની જમીન પરથી ઇછ્છાઓની વિદાઇ થઇ ગઇ,
શનિ-રવિ પર દારુ પીયને મજા કરી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
મજા લેવી જ હોઇ જો એની તો પૂછી લો, પગાર વધારાની 'પાર્ટી' ક્યારે આપે છે?
ને મજાક ઉડાવવી હોઇ તો પૂછી લો, 'ઓન-સાઇટ' ક્યારે જઇ રહીયો છે?
આ જુઓ 'ઓન-સાઇટ' પરથી પછા ફરેલા સાથી-મિત્રની ચોકલેટ ખાઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
ખર્ચા વધી રહ્યા છે, વાળ ઓછા થઇ રહીયા છે,
KRAની તારીખ આવતી નથી ને 'ઇંકમ-ટેક્સ્'નો સિતમ થઇ રહીયો છે,
આ જુઓ પાછી 'બસ' છૂટી ગઇ ને 'રિક્શા'થી આવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
'પીત્ઝા' ગળે નથી ઉતરતા તો સાથે 'કોક'ના ઘૂંટડા લઇ રહીયો છે,
'ઓફિસ'ની થાળી જોઇ મોઢુ બગાડે છે, માઁના હાથનું જમવાનું યાદ આવી રહીયુ છે,
સરસ ભેળ મળે છે છતાં મફતનો નાસ્તો ખાઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
તમે અત્યાર સુધી ઘણી લીધી હશે ચુંટકીઓ,
સોફ્ટવેઅર એન્જીનિયરના જીવનનું સત્ય બતાવતી આ છેલ્લી થોડી પંક્તિઓ,
હજારોના પગારવાળો 'કંપની'ના ખિસ્સામાં કરોડો ભરી રહિયો છે,
સોફ્ટવેઅર એન્જીનિયર એ જ બની શકે જે લોઢાનું કાળજુ રખતો હોઇ,
અમે લોકો જીવી જીવીને મરી રહીયા છીએ, જીંદગી છે કંઇક આવી,
એક 'ફોજી'ની નોકરી, એક સોફ્ટવેઅર એન્જીનિયરની નોકરી, બંને એક જેવી,
આ કવિતાનો દર એક શબ્દ અમારા દિલની ઉંડાઇથી આવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…
Monday, July 14, 2008
અહમની સરહદોમાંથી નીકળવું ખૂબ અઘરું છે...
અહમની સરહદોમાંથી નીકળવું ખૂબ અઘરું છે
અને સંગમના પાણી જેમ મળવું ખૂબ અઘરું છે
કોઈ મહેણું નહીં મારે કે મેં કોશિશ નથી કીધી
હું જાણું છું કે પત્થરનું પીગળવું ખૂબ અઘરું છે
હું જઈ એકાંતમાં બેઠો છતાંયે ફેર ન પડ્યો
જગતની ભીડમાં તો ખુદને મળવું ખૂબ અઘરું છે
ખુદાનું નામ લઈ આગળ વધો કેડી મરણની છે
જીવન પંથે અહીંથી પાછા વળવું ખૂબ અઘરું છે
ફરી દુર્ઘટના જેવો "રાઝ" આ મારો દિવસ ઉગ્યો
સૂરજની જેમ ધીમે ધીમે ઢળવું ખૂબ અઘરું છે.
Sunday, July 13, 2008
આજે હું છું,કાલે મારી યાદો હશે..
આજે હું છું,કાલે મારી યાદો હશે...
જ્યારે હું નહી હોઉં,તો મારી વાતો હશે...
જો ફેરવશો આ પાનાં જીંદગીનાં તો,
કદાચ આપની આંખોમાં પાણી હશે!
Thursday, July 10, 2008
GMail ગુજરાતીમાં...
આનાથીું GMail ગુજરાતીમાં દેખાશે.
એક વાર પ્રયત્ન કરી જોજો,કદાચ તમને ફાવી જાય્!
આ બતાવે છે કે આપણી ભાષા કેટલી પ્રચલિત છે.સાચી વાત કે નહી?
Saturday, July 5, 2008
દોસ્તી...
સારો દોસ્ત હોય તો હૈયું ભર્યું ભર્યું લાગે છે,અને દરેક દિવસ મિત્ર સાથે એક મહોત્સવ લાગે છે!
દોસ્તીમાં પ્રેમ,આનંદ,મસ્તી ને મોજ હોય...કારણકે એમાં બે હૈયાનો મેળાપ ને મીઠો સંબંધ હોય!
Friday, July 4, 2008
ઘણું શિખવી જાય છે આ જિંદગી
આ કવિતા ચિરાયુભાઈએ લખી છે.એમના બદલે હું લખી રહ્યો છું.
ઘણું શિખવી જાય છે આ જિંદગી,
હસાવી રડાવી જાય છે આ જિંદગી.
જીવાય એટલી જીવી લ્યો કારણકે...
ઘણું બધું બાકી રહે છે...
અને પતી જાય છે આ જિંદગી!
Wednesday, July 2, 2008
New Widget - છેલ્લી ટકોર...
આજે એક નવું widget મુક્યું છે, જેમાં તમે આપેલાં પ્રતિભાવ ઉતરતાં ક્રમમાં દેખાશે. એટ્લે કે સૌથી છેલ્લે આપેલી comment સૌથી પહેલાં આવશે. જે તમને બરોબર ખ્યાલ રહેશે કે અહી શું વાતચીત થઈ રહી છે.
અને હા, અમે રોજ કંઈક નવું ઉમેરવાનો પ્રયત્ન જરૂરથી કરશું, પણ જો તમને કંઈક વિચાર આવે તો અમને જરૂરથી જણાવશો. જેથી અમારા પ્રયત્નો વધુ સારા થઈ શકે.:)
પાર્થ.
Tuesday, July 1, 2008
વરસાદની મોસમના બાળજોડકણાં...
"આવ રે વરસાદ,ઢેબરીયો પરસાદ...ઉની ઉની રોટલી ને કારેલાનું શાક!"
"વાદળી વાદળી વરસ વરસ,અમને લાગી તરસ તરસ!"
કેટલો કુલ છે
હળવેકથી કહે આજે તો એપ્રીલ ફૂલ છે
આંખમાં આવકાર, હોઠો પર જાકારો
આરસના છળ પણ કેવા ક્રુઅલ છે
આકરા તાપમાં ફિલ્ડીંગ ભરી વર્ષો
કેચ પકડાયો તો કહે ફાઉલ છે
જાણીજોઇ ભુલ કરે દિલ તોડવાની
પછી કહે 'કખગ' કેટલો કુલ છે
છૂટ છે તને
તારી શરત થી જીતવાની છૂટ છે તને.
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.
ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.
મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે,
યાર!ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.
નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
એ આ જ જગા છે
ધરાઇ ને કર્યો હતો પ્યાર, એ આ જ જગા છે
શરૂઆતમાં કેટલીક પળ, પછી કલાક પછી દિન-રાત
તારા જ ચાલતા હતા વિચાર એ આ જ જગા છે
રુપાની ઘંટડી જેવો આવતો અવાજ 'અરે વિશાલ'
અને દિલના ઝણઝણતા તાર, એ આ જ જગા છે
કારણ શું હતુ કે મને આપેલ વચન તોડ્યા
નાજુક દિલમાં ખૂંપી કટાર, એ આ જ જગા છે
સ્વપ્નમાંય કદી ચાહ્યું નહોતુ એવું બની ગયુ
થઇ તારા જ દુઃખની કતાર, એ આ જ જગા છે
હું તો ચાહતો હતો તને જીવનભર સુખી જોવા
આખરે મારી જ થઇ હાર, એ આ જ જગા છે
વિસરાઇ ગયેલા બાળગીતો
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળીમોળી
મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
—————————————-
અડકો દડકોદહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર
—————————————-
હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
—————————————-
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી
—————————————-
મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
—————————————-
એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો