Friday, May 14, 2010

કારણ સ્ત્રીના સર્જનનું...


મારા મનમાં એક વિચાર આવ્યો છે, જે હું આપની સામે રજૂ કરું છું. જ્યારે ભગવાને આ દુનિયા બનાવી, સૌપ્રથમ ફક્ત માણસ જ બનાવ્યો હશે.

તે વખતે કદાચ સ્ત્રીનું નિર્માણ કર્યું નહોતું. માણસ ર્'યો સ્વભાવે બહુ જિજ્ઞાસુ અને હોંશિયાર. તે ભગવાનની પૂજા-ઉપાસના કરવા લાગ્યો.

તેની સાધના વધવા લાગી અને ધીરે ધીરે તેણે સિધ્ધિઓ મેળવવા માંડી. તેની મહાત્વાકાંક્ષાઓ જોઇને ભગવાનને બી'ક લાગવા માંડી.

તેણે વિચાર્યું કે આ માણસ મારી સમકક્ષ થવા જઈ રહ્યો છે. ખૂબ વિચાર પછી પ્રભુ હસ્યા અને સ્ત્રીનું સર્જન કરીને જલ્દીથી ખસી ગયા. (સ્વભાવિક રીતે એનાથી ડરીને :) )

પછી એ સ્ત્રી માણસને મળી અને ત્યારથી આ દુનિયામાં શરૂ થઈ હોળી. તેણે માણસનું ધ્યાન, ચિત્ત, જ્ઞાન, વિવેક અને બુધ્ધિ બધા ઊપર ત્રાસ ગુજારવા માંડ્યો...

અને એ પ્રભુ માણસના ડરથી મુક્ત થયો...અને બાકી તો બધું નજર સામે જ છે...કે દુનિયા ક્યાં જઈને ઊભી છે!

No comments:

Post a Comment