Monday, May 31, 2010

તમારી જાતને એક પ્રામાણિક ...

તમારી જાતને એક પ્રામાણિક વ્યક્તિ બનાવો; કારણ કે,
એથી એ વાતની તમને ખાતરી થશે કે આ જગતમાંથી એક બદમાશનો ઘટાડો થયો છે.

ભક્તિનો સૌથી મોટો ફાયદો...

ભક્તિનો સૌથી મોટો પ્રેક્ટિકલ ફાયદો એ છે કે તેનાથી માણસ વધુ સક્ષમ બને.
કઈ રીતે? જવાબ સાદો છે: માણસને જ્યારે ભક્તિને લીધે એ સમજાય કે જગત
હું નથી ચલાવતો, એ તો ઉપરવાળો જ ચલાવે છે. આવું સમજાય ત્યારે માથે ઊંચકેલો
દુનિયાનો પેલો નકામો ભાર ખરી પડે છે. અને ભાર ઘટે એટલે હળવાશ લાગે,
સ્ફૂર્તિ વધે, ક્ષમતા વધે. આ ખાસ યાદ રાખવું. જો ભક્તિને લીધે ...કામ કરવાની
ક્ષમતા ન વધે તો એ સાચી ભક્તિ નથી.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Friday, May 14, 2010

ગુજરાતીની સૌથી મોટી 'ઈમેજ' ... 'ઇન્ટેલિજન્ટ' ...

સાવન ઠક્કરનું આ  Gmail Status જોઇને મને અહીં લખવાનું મન થયું.

"કેટલાક લોકો એમની આખી જીંદગી 'ઇન્ટેલિજન્ટ' થવા પાછળ ખરચી નાંખે છે.
જયારે અમુક લોકો જન્મથી જ 'ગુજરાતી' હોય છે !!"

કારણ સ્ત્રીના સર્જનનું...


મારા મનમાં એક વિચાર આવ્યો છે, જે હું આપની સામે રજૂ કરું છું. જ્યારે ભગવાને આ દુનિયા બનાવી, સૌપ્રથમ ફક્ત માણસ જ બનાવ્યો હશે.

તે વખતે કદાચ સ્ત્રીનું નિર્માણ કર્યું નહોતું. માણસ ર્'યો સ્વભાવે બહુ જિજ્ઞાસુ અને હોંશિયાર. તે ભગવાનની પૂજા-ઉપાસના કરવા લાગ્યો.

તેની સાધના વધવા લાગી અને ધીરે ધીરે તેણે સિધ્ધિઓ મેળવવા માંડી. તેની મહાત્વાકાંક્ષાઓ જોઇને ભગવાનને બી'ક લાગવા માંડી.

તેણે વિચાર્યું કે આ માણસ મારી સમકક્ષ થવા જઈ રહ્યો છે. ખૂબ વિચાર પછી પ્રભુ હસ્યા અને સ્ત્રીનું સર્જન કરીને જલ્દીથી ખસી ગયા. (સ્વભાવિક રીતે એનાથી ડરીને :) )

પછી એ સ્ત્રી માણસને મળી અને ત્યારથી આ દુનિયામાં શરૂ થઈ હોળી. તેણે માણસનું ધ્યાન, ચિત્ત, જ્ઞાન, વિવેક અને બુધ્ધિ બધા ઊપર ત્રાસ ગુજારવા માંડ્યો...

અને એ પ્રભુ માણસના ડરથી મુક્ત થયો...અને બાકી તો બધું નજર સામે જ છે...કે દુનિયા ક્યાં જઈને ઊભી છે!

સૂતેલા સિંહને કદી ના છંછેડો...

સૂતેલા સિંહને કદી ના છંછેડો...સૂતેલા સિંહને કદી ના છંછેડો...
સનેડો સનેડો ...સનેડો સનેડો ....સનેડો લાલ સનેડો....

Tuesday, May 11, 2010

'જય જય ગરવી ગુજરાત...' By A.R.Rehman...

કેમ છો મિત્રો? હું જાણું છું કે આજે ઘણા સમય પછી મળ્યો, કદાચ તમે અહીં કંટાળ્યા પણ હોવ.. 
તો એ બદલ હું માફી માંગુ છું. 
હું મારા કામમાં થી સમય ફાળવી શક્યો નહી તે મારી જ વ્યથા છે...
આજે અહીં પ્રથમ તો હું આપ સૌને ગુજરાતના જન્મદિવસની શુભકામના આપું છું. અને  A.R.Rehman ઍ રચેલું આ ગીત.. જે સ્વર્ણિમ ગુજરાત મહોત્સવમાં રજુ થયું... તે માણજો...
ખરેખર ખૂબ જ અદભૂત શબ્દો છે એના... એ સાંભળીને રૂંવાટા ઊભા થઈ જાય..
અને દરેક ગુજરાતીના મનમા એક જ વિચાર્.. એક જ વાત ગૂંજે...
જય જય ગરવી ગુજરાત્...
એ ખમ્મા ખમ્મા.. ભાઈ ભાઈ આપણું ગુજરાત...