મિત્રો, જાહેરખબર ખરેખર શું છે?
એક રીતે જોઈએ તો દરેક કંપની પોતાની વસ્તુઓ વિષે જનતાને માહિતી આપે એને જાહેરખબર કહેવાય.
પણ હકીકતમાં જોઈએ તો ખબર પડશે, કે પોતાની ચીજો વેચવા માટે તેઓ કોઈ પણ સ્તર સુધી શકે છે.
જેમકે,
Bournvita, horlics વગેરે વાળા એમ કહે છે કે નાના બાળકોને વધવા માટે જરૂરી જ છે. Horlicks તો ત્યાં સુધી કહે છે, કે "दूध की शक्ति बढ़ाये ". આ શું છે? એક દમ જુઠું, એવું તે વળી તેઓ શું ભેળવે છે, જે દૂધની શક્તિ વધારે?
કોઈ ચોકલેટ, ક્રીમ ,શાવિંગ ક્રીમ વાળા એમ કહે કે એ વાપરવાથી તમારી સ્ત્રી મિત્રો વધશે. આ તો નૈતિક રીતે પણ ખોટું જ છે, જેને આપણી સરકાર રાષ્ટ્રીય ટેલીવિઝન પર બતાવે છે!
શેમ્પૂ અને સાબુ વાળા એમ કહે છે, કે એનાથી 100% રોગ નાબુદ થશે! અલ્યા, 50 વર્ષ કે 500 વર્ષ પહેલા કયું શેમ્પૂ કે સાબૂ હતો, જેનાથી લોકો તંદુરસ્ત જીવન જીવતા હતા?
આ યાદીનો કોઈ અંત જ નથી, કદાચ ભરીયે તો પાનેપાનાં ભરાય... વસ્તુ એ છે, કે આપણે શું કરીએ છીએ? બહુ સીધી વાત છે, જરૂર હોય તો પણ જે વસ્તુ નાહકની હોય, તો એની જરૂર વિષે પણ વિચારવું રહ્યું.
બજારમાં મળતી બધી વસ્તુઓ જે પણ કહે (કે કહેવડાવે ) તે કશું સાચું નથી જ એના વિષે આપણે જ વિચારવું પડશે...અહી કાઈ નિર્લેપ થવાની કે વૈરાગ્યવાળી વાત નથી, સાચી સમજણથી વિચારીને એને આચારમાં મુકવાની વાત છે...